Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 64
________________ ધર્મ કરવાથી સુખ મળે.”તારે જો સુખી થવું હોય તો ધર્મ કરવો જોઈએ. પાપ બંધાતું શક્યતઃ અટકાવવું જોઈએ.” તેણે કહ્યું, “ગુરુદેવ! હું તો શું ધર્મ કરી શકું? હું તો ભિખારી છું. ભિખ માંગીને ગુજરાન ચલાવું છું. તેમાં ય હેરાન થઉં છું. મારાથી શું કરી શકાય?” ગુરુદેવે કહ્યું, “સુખી થવું હોય તો પણ ધર્મ જ કરાય. ભલે તું બીજો કોઈ ધર્મન કરી શકે, પણ આટલું તો કરી શકે ને? રોજ એક ધાન્ય સિવાય અન્ય ધાન્ય ખાવું નહિ. એક શાક સિવાય બીજું શાક ખાવું નહિ. બોલ, આ બે નિયમનું પાલન કરી શકીશ?” પ્રવરદેવ આ બંને નિયમો સ્વીકારીને તેનું બરોબર પાલન કરવા લાગ્યો. કોઈના ઘરેથી જુવારનો રોટલો મળ્યા પછી બીજા ઘરે ઘઉંની રોટલી આપે તો તે ના પાડતો. એક શાક મળ્યા પછી બીજું શાક મળે તો તે લેતો નહિ. આ નિયમના પાલનથી તેની તબિયત પણ સુધરતી ગઈ. - એક શેઠને, પ્રવરદેવના આ નિયમપાલન માટેના વર્તનથી નવાઈ લાગતી હતી. “ભિખારીને તો જે આપો તે લઈ લે. ભિખારી કદી પણ કોઈ ચીજ માટે ના થોડો પાડે? આ કોઈ નવાઈનો ભિખારી લાગે છે. ભુખ્યો હોવા છતાં, પેટને જરૂર હોવા છતાં ક્યારેક રોટલી વગેરે માટે તો ક્યારેક શાક માટે સામેથી આપીએ તો પણ ના પાડે છે. શું કારણ હશે?” એક દિવસ તેમણે પ્રવરદેવને જ પૂછી લીધું. જ્યારે તેમણે જાણવા મળ્યું કે પ્રવરદેવને એક ધાન્ય અને એક શાકની પ્રતિજ્ઞા છે, ત્યારે પ્રવરદેવ પ્રત્યે તેમને બહુમાન થયું. ભિખારી અવસ્થામાં પણ આ વ્યક્તિની અનાસક્તિ, નિઃસ્પૃહતા નિયમપાલનની દઢતા વગેરે જોઈને તે શેઠને તેની કદર કરવાનું મન થયું. તેમણે તેને પોતાના ત્યાં નોકરીમાં રાખી દીધો. તેની પ્રામાણિકતા, કાર્યક્ષમતા, વફાદારી વગેરે ગુણોએ શેઠને વધુ પ્રભાવિત કર્યા. ધંધામાં ભાગીદાર બનાવ્યો. પ્રવરદેવ પુષ્કળ સંપત્તિમાન શેઠ બન્યો. સાત માળની હવેલીમાં રહેવા જવાનું થયું તો ય પ્રવરદેવ પોતાની પ્રતિજ્ઞામાં જરાય ઢીલો થતો નથી. દીકરાઓ વારંવાર અનેક શાક વાપરવાનું, અનેક વાનગીઓ વાપરવાનું કહે છે છતાં તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરવા તૈયાર નહિ. જેસીડી દ્વારા ઉપર ચડ્યો છું, તે સીડીને ઉપર ચઢીને છોડી ન દેવાય! ખાવાના દ્રવ્યોની મર્યાદા કરવાના પ્રભાવે આ પ્રવરદેવ મૃત્યુ પામ્યા પછી શેઠ બન્યા. મહા સૌભાગ્યના સ્વામી બન્યા. દુનિયામાં ખાવાની ઘણી બધી વસ્તુઓ છે. તમામ વસ્તુઓ તો આપણે એક બાળ ૬૧ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118