Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 58
________________ (૨૫) ભૂમિહ : બિલાડીનો ટોપ : ચોમાસામાં પૃથ્વીને ફાડીને ઉગીને જે બહાર નીકળે છે, છત્રી જેવો લાગે છે તે બિલાડીનો ટોપ અનંતકાય છે. (૨૬) વિરૂઢ એટલે અંકુરિત થયેલા કઠોળ. કેટલાક લોકો રાત્રે પાણીમાં ચણા - મગ વગેરે પલાડી રાખે છે, પણ તે જરાય ઉચિત નથી. કારણકે આખી રાત પલડેલા તે ચણા - મગને સવારે જોશો તો તેના ફણગા ફૂટી ગયા હશે. તે ફણગા અનંતકાય છે. તેનું ભક્ષણ કરવામાં અનંતા જીવોની હિંસા થાય છે. માટે જેના ફણગા ફુટ્યા હોય તેવા કઠોળ વાપરવા નહિ. ફણગા ફૂટે તેટલો સમય તેને પલાડી રાખવા નહિ. (૨૭) ઢેક વર્ચ્યુલા: એક જાતનું શાક છે. (૨૮) શુકર : શક્કરીયા. કંદમૂળ છે. પ્રસિદ્ધ છે. આસક્તિ પોષવાનું કામ કરે છે. અનંતા જીવોનો કચ્ચરઘાણ બોલાવે છે. (૨૯) પલ્લંક = પાલકની ભાજી તાંદળજાની – મેથીની - કોથમરીની ભાજી કાર્તિક પૂર્ણિમાથી ફાગણ ચોમાસી સુધી ભક્ષ્ય છે, તે સિવાયના કાળમાં અભક્ષ્ય છે. પણ પાલકની ભાજી તો સદા માટે અભક્ષ્ય છે. તે ક્યારે પણ વપરાય નહિ. ઘણા લોકો અજ્ઞાનતાના કારણે તાંદળજાની જેમ પાલકની ભાજી પણ વાપરતા હોય છે પણ તે ઉચિત નથી કારણકે તેમાં અનંતાજીવોની હિંસા છે. - (૩૦) કોમળ આંબલી: અતિશય કોમળ આંબલી પણ અનંતકાય છે. તેથી તેનો ઉપયોગ કરી શકાય નહિ. આમલીની ચટણી વગેરે કરતી વખતે ખાસ ઉપયોગ રાખવો જોઈએ. (૩૧) આલુકંદ = બટાકા, કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. સોયના ઉપરના ભાગમાં જેટલો અંશ રહે તેટલા અંશમાં અનંતાજીવો રહે છે. ના, માત્ર જીભની આસક્તિને પોષવા અનંતાજીવોનો કચ્ચરઘાણ કાઢવો જરા ય ઉચિત નથી. બટાકાનું શાક, બટાકાની વેફર, બટાકાવડા વગેરે પદાર્થોનો સદા માટે ત્યાગ કરી દેવો જોઈએ. (૩૨) પિંડાલ = ડુંગળી. તેમાં પણ અનંતાજીવો છે. તે પણ વપરાય નહિ. આ બત્રીસ પ્રકારના અનંતકાયને જાણી લઈને તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. અહીં બત્રીસ જણાવ્યા તેનો અર્થ એવો ન કરવો કે અનંતકાય માત્ર બત્રીસ પ્રકારના જ છે. ના, આ સિવાયના પણ અન્ય અનંતકાય હોઈ શકે છે. તેને પણ ઓળખી લઈને ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો. અનંતકાયને ઓળખવા માટે શાસ્ત્રમાં તેના લક્ષણો જણાવ્યા છે. જેમ ધજા ફરકતી દેખાય એટલે મંદિરનું જ્ઞાન થાય. જંગલમાં પસાર થતાં કાગડા દૂરથી દેખાય તો નજીકમાં પાણી હોવાનું જ્ઞાન થાય. કૂતરા દેખાય તો નજીકમાં માનવના વસવાટનું અનુમાન થાય તેમ શાસ્ત્રમાં બતાડેલા લક્ષણો જે વનસ્પતિમાં જણાય તે a ૫૫ - ક વત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118