Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 57
________________ વગેરેને આ થોરની વાડ કરવામાં આવે છે. તે અનંતકાય છે. (૧૦) ગડુચી એટલે ગળો (૧૧) લશુન કે લસણ : કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. તેમાં તેલ અતિશય અલ્પ પ્રમાણમાં હોવાથી તે તેલ અનંતા જીવોને તેમાં ઉત્પન્ન થતાં અટકાવી શકતું નથી. લસણની ચટણી ઘણા લોકો ખાય છે ! કેટલાક લોકો દાળ વગેરેમાં પણ લસણ નાખે છે. તેમાં અનંતાજીવો છે, તે જાણીને આ લસણનો જલ્દીથી ત્યાગ કરી દેવો જરૂરી છે. હાર્ટએટેકના પેશન્ટ પણ લસણનો ઉપયોગ કરવો જરૂરી નથી. તે સિવાય પણ અન્ય ઔષધો ઘણા છે. નાહકના અનંતા જીવોનો ખુરદો બોલાવાની શી જરૂર? અનંતાજીવોનો ખૂરદો બોલાવનાર પોતાના સુખની આશા શી રીતે રાખી શકે? (૧૨) વંશ કારેલા (૧૩) ગાજર : કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. લોહી વધારવા કે શક્તિ મેળવવા ગાજર ખાવાની કોઈ જરૂર નથી. ગાજર ખાવાથી થનારા અનંતા જીવોના મોતને નજરમાં લાવીશું તો ગાજર ખાવાની આસક્તિ તુટ્યા વિના નહિ રહે. (૧૪) લવણક - લૂણીની ભાજી : આ એક જાતની વનસ્પતિ છે, તેને બાળવાથી સાજી ઉત્પન્ન થાય છે. (૧૫) લોઢકની ભાજી : કમલિનીનો કંદ (૧૬) ગિરિકર્ણિકા : એક જાતની વનસ્પતિ છે. (૧૭) કુંપળ : દરેક વનસ્પતિ ઉગે ત્યારે તેનો સૌથી પહેલો અંકૂરો અનંતકાય છે. બીજમાંથી ફણગો ફૂટે ત્યારે જે કુંપળ બહાર નીકળે તે અનંતકાય છે. તેથી કોઈ પણ વનસ્પતિ ઉગે ત્યારે શરૂઆતની અવસ્થાની કુંપળોનો ભોજન તરીકે ઉપયોગ કરી શકાય નહિ. (૧૮) ખરસુઓ (૧૯) બેગ = ગોપીકંદ (૨૦) લીલી મોથ (૨૧) લોણસુખ વલ્લી = ભ્રમર નામના વૃક્ષની છાલ (૨૨) ખિલોડા (૨૩) અમૃતવેલ (૨૪) મૂળા પ્રસિદ્ધ છે. તેના પાંચ અંગો અભક્ષ્ય છે. ખાઈ શકાય નહિ. મહાભારતમાં જણાવ્યું છે કે, पुत्रमांसं वरं भुक्तं, न तु मूलकभक्षणम् । भक्षणान्नरकं गच्छेद्वर्जनात् स्वर्गमाप्नुयात् ॥ પુત્રનું માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ કરવું સારું નહિ. જે મૂળા ખાય તે નરકે જાય છે અને જે મૂળાને ત્યાગે છે તે સ્વર્ગમાં જાય છે. આ રહ્યો તે શ્લોક : रक्तमूलकमित्याहुस्तुल्यं गोमांसभक्षणम्। श्वेतं कौन्तेय ! मूलकं मदिरोपमम् ॥ હે કુંતી પુત્ર! રાતા મૂળાનું ભક્ષણ એ ગાયનું માંસ ખાવા બરોબર છે. અને સફેદ મૂળાનું ભક્ષણ એ મદિરા (દારૂ) નું પાન કરવા બરોબર છે. છે ૫૪ વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118