Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 56
________________ પણ તે ભોજન કરતી વખતે ઓછામાં ઓછા જીવોની હિંસા થાય તેની કાળજી લેવી વિશેષ જરૂરી છે. જો દીક્ષા લઈને સાધુજીવન સ્વીકારી લઈએ તો – લોકોએ પોતાના માટે તૈયાર કરેલું અચિત્ત ભોજન વહોરવાનું હોવાથી – જીવન જીવવા માટે ભોજન કરવા છતાં ય જરા ય જીવહિંસા થતી નથી. તેથી એકપણ જીવની હિંસા ન કરવી હોય તો સંયમજીવન સ્વીકારી લેવું જોઈએ. પણ આંતરિક પરિસ્થિતિ વિષમ હોવાથી, સંયોગો પ્રતિકૂળ બનવાથી, દીક્ષા લેવાની ભાવના હોવા છતાં ય કદાચ ન લઈ શકાય તો ય સંસારી જીવનમાં શક્યતઃ ઓછામાં ઓછી હિંસાથી ચલાવી લેવાની વૃત્તિ તો જોઈએ જ. જેટલું બચાય તેટલું બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાપ સેવાય તો તેની પાછળ પશ્ચાત્તાપનો ભાવ તો જોઈએ જ. તેથી શ્રાવકને સંસારમાં રહેવું પડે, ભોજનાદિના પાપો કરવા પડે તો તેમાં ઓછામાં ઓછી હિંસાથી ચલાવી લેવાનો તે પ્રયત્ન કરતો હોય. તેથી પ્રત્યેક વનસ્પતિકાયનો ઉપયોગ કરવાથી તૃપ્તિ થઈ જતી હોવાથી અનંતકાય જીવોનો વધ કરવા તે તૈયાર ન હોય. તેના ભોજનમાં અનંતકાયનો જરા પણ વપરાશ ન હોય. શાસ્ત્રોમાં બત્રીસ પ્રકારના અનંતકાયની વાતો આવે છે. તેમાંથી એકપણ અનંતકાયનો તે ઉપયોગ ન કરે. તમામે તમામ અનંતકાયનો તે ત્યાગી હોય. અનંતાજીવોને અભયદાન આપ્યાનો આનંદ તેના હૃદયમાં હોય. પ્રત્યેક જીવોની પણ નાછૂટકે જે હિંસા કરવી પડે છે, તેનો તેને ત્રાસ હોય. તે હિંસાને પણ શક્યતઃ ઓછી કરવાનો તેનો સતત પ્રયત્ન હોય. શ્રાવકે આ સાતમું ભોગોપભોગ પરિમાણ વ્રત લેતી વખતે આ બત્રીસ અનંતકાયોનો ત્યાગ કરવાનો હોય છે. જો બત્રીસે બત્રીસ અનંતકાયનો ત્યાગ ન જ કરી શકે તો શક્યતઃ વધારે અનંતકાયોનો ત્યાગ કરવો જોઈએ. બત્રીસ અનંતકાય : (૧) સૂરણ કંદ : સૂરણ તરીકે પ્રસિદ્ધ છે. જમીનની અંદર ઉગે છે: કંદમૂળમાં તેનો સમાવેશ થાય છે. (૨) વજ્રકંદ (૩) લીલી હળદર (૪) આદુ : પ્રસિદ્ધ છે. શેરડીનો રસ - ચા, દાળ વગેરેમાં નંખાય છે. કંદમૂળ છે. જમીનમાં ઉગે છે. (૫) લીલો કચૂરો (૬) સતાવરી (૭) વિલ્લાલી (વિલરિકા) એક પ્રકારની વેલડી છે. (૮) કુંઆર કે કુમારી. કુંવારપાટો નામની વનસ્પતિ છે. તેના પાંદડાથી ક્યાંક પતંગ ઉડાડવાનો દોરો રંગવામાં આવે છે. લીસો બને છે. (૯) થોર : પ્રસિદ્ધ છે. ખેતર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ 5:3 ૫૩Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118