Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 61
________________ પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખરોટ, જરદાળુ, પીસ્તાં, સફેદ સિંધવ વગેરે ખાર, સાજીખાર, એલચી, લવીંગ, જાવંત્રી વગેરેને અચિત્ત સમજવાનો વ્યવહાર છે. ઘઉં, જવ, ચોખા વગેરેને પેક કરીને કોઠારમાં રાખી મૂક્યા હોય તો જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી તેની યોનિ રહે છે. પછી કરમાઈ જાય છે. નાશ પામે છે. વાવવા છતાં ઉગી શકતા નથી. બીજ અબીજ રૂપ બની જાય છે. ચણા, વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ કળથી, ચોખા, તુવેર, ચણા વગેરેને પેક કરીને કોઠી વગેરેમાં રાખી મૂક્યા હોય તો જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી તેઓ સચિત્ત રહે છે. ત્યારપછી તેની યોનિ નાશ પામે છે. તેઓ અચિત્ત થઈ જાય છે. અળસી, કુસુંબો, કોદરા, કાંગ, બંટી, શણ, સરસવ, મૂળાના બીજ વગેરે ધાન્યો પેક કરીને કોઠારમાં રાખ્યા હોય તો જઘન્યથી અંતર્મુહૂર્તથી માંડીને ઉત્કૃષ્ટથી ૭ વર્ષ સુધી તેની યોનિ રહે છે, ત્યારપછી તે નાશ પામે છે. નહિ ચાળેલો આટો શ્રાવણ – ભાદરવા માસમાં પાંચ દિવસ સુધી, આસો – કારતક માસમાં ચાર દિવસ સુધી, માગસર – પોષ માસમાં ત્રણ દિવસ સુધી, મહા - ફાગણ માસમાં પાંચ પ્રહર સુધી, ચૈત્ર - વૈશાખ માસમાં ચાર પ્રહર સુધી અને જેઠ – અષાઢ માસમાં ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે; ત્યારપછી અચિત્ત ગણાય છે. જ્યારે ચોળેલો આટો તો બે ઘડી (૪૮ મિનિટ) પછી અચિત્ત થઈ જાય. આ રીતે સચિત્ત – અચિત્ત અને મિશ્ર પદાર્થોનું સ્વરૂપ સમજીને સાતમું વ્રત ગ્રહણ કરતી વખતે આ સચિત્તાદિ પદાર્થોનો ત્યાગ કરવાનો કે તેની મર્યાદા કરવાનો નિર્ણય કરવો. જો બધા સચિત્તાદિનો ત્યાગ ન થઈ શકે તો રોજે રોજ તેની મર્યાદા નક્કી કરી શકાય. તે માટે રોજ ૧૪ નિયમો ધારવાનું નક્કી કરવું જોઈએ. જૈન ધર્મના સામાયિક તથા ચૈત્યવંદનના સૂત્રોના અર્થો તથા તેની પાછળ ઘૂઘવાટ કરી રહેલા રહસ્યોને જાણવા માટે પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ લિખિત સૂત્રોના જણ્યો ભાગ - ૧ - ૨ અવશ્ય વાંચો. ૫૮ મિત્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118