Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 40
________________ કુવામાં ઉતર્યો. શ્વાસ લેવો પણ મુશ્કેલ પડે, તેવી ભયાનક દુર્ગધીવાળા કુવામાં નિર્ભય બનીને તેણે કૂપિકા સુવર્ણરસથી ભરી. યોગીએ તેની માંચીને દોરડાથી ઊપર ખેંચવા માંડી. માંચી ઉપર આવી એટલે ચારુદત્તને બહાર લાવતાં પહેલાં યોગીએ રસની કૂંપી માંગી. જેવી રસની કૂંપી યોગીના હાથમાં આવી કે તરત જ યોગીએ દોરડું છોડી દીધું. ધબાક કરતો ચારુદત્ત કુવામાં પડ્યો. નિર્દય ને નિષ્ફર બનીને યોગી સુવર્ણરસ લઈને ચાલતો થયો. ધનના લોભમાં પાગલ બનેલાં ચારુદત્તની હાલત કફોડી થઈ ગઈ. કુવામાં પડ્યો છતાં મર્યો નહિ. પૂર્વે બાંધેલા ઘણા કર્મો હજુ ભોગવવાના બાકી હોય તો મોત ઈચ્છો તો ય ના મળે. હાડકાં ખોખરા થઈ ગયા. અંધારા કૂવામાં કરવું શું? હવે બહાર પણ શી રીતે નીકળવું? ચારેબાજુ ભયાનક દુર્ગધ વછૂટતી હતી. કૂવામાંથી બહાર નહિ નીકળાય તો આખી જીંદગી અહીં શી રીતે વીતાવાશે? તેના મનમાં ભાવિ માટેના અનેક પ્રશ્નો ખડાં થઈ ગયા.. પણ ત્યાં તો તેને કોઈ માણસના કણસવાનો અવાજ સંભળાયો. તરત જ બાજુમાં પડેલાં કણસતાં માણસને તેણે નવકારમંત્ર સંભળાવવાના શરૂ કર્યા. પિતાએ આપેલી છેલ્લી શીખ તેને બરોબર યાદ આવી. નવકારમંત્ર સાંભળવા મળતાં, તે કણસતા માણસે કહ્યું. ભાઈ ! તમારી મારા પ્રત્યેની લાગણી જાણીને આનંદ. તમારો ઉપકાર નહિ ભૂલું. પણ સાંભળો! આ કુવાનો રસ પીવા માટે કોઈ કોઈ વાર એક મોટી ઘો આવે છે. સાહસથી જો તેનું પૂંછડું પકડી લેવામાં આવે તો બહાર જતી તેની સાથે તું પણ બહાર નીકળી શકે. હું તો ન નીકળી શક્યો પણ તું સાહસ કરીને પૂંછડું પકડવાનું ચૂકતો નહિ. અહીંથી બહાર નીકળવાનો આ એક જ રસ્તો છે.” ચારુદતે તે વાત સ્વીકારીને નવકાર સંભળાવવાનું ચાલુ રાખ્યું. નવકાર સાંભળતાં સાંભળતાં જ તે માણસ મૃત્યુ પામ્યો. ગર્ભાવાસ જેવા અંધકારમય અને દુર્ગધમય આ કુવામાં ચારુદત્ત નવકાર ગણી -ગણીને સમય પસાર કરવા લાગ્યો. તે સિવાય બીજું કાંઈ કરી શકે તેમ પણ તે ક્યાં હતો? ભાવિ અનિશ્ચિત હતું. કૂવામાંથી નીકળવા મળશે કે પછી આયુષ્ય આ કુવામાં જ પૂરું કરવું પડશે? તે મોટો પ્રશ્ન હતો. વળી કુવામાં ખાવા – પીવાનું તો-કાંઈ જ નહોતું. અરે! લેવા માટે ચોખ્ખી હવા પણ ક્યાં હતી? મરવાના વાંકે તે જીવી રહ્યો હતો. છેવટે ત્રીજા દિવસે સાંજે એક મહાકાય ઘો ત્યાં આવી. ચારુદત્તે સાવધાનીપૂર્વક તેનું પૂંછડું પકડી લીધું. કુવાની દિવાલે ઘસડાતો - છોલાતો - પડી ન જવાય તેની wા ૩૭ વ્રત ધરી ગુરુ સાખ-ભાગ - ૨Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118