Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 46
________________ ત્રસાદિ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. મદિરા (દારૂ) અતિ જડતા, કલહ, કજીયા, નિંદા, પરાભવ, હાંસી, રોષ, નશો વગેરે અનેક દોષોનું કારણ હોવાથી ત્યાગવા જેવો છે. તે લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ધર્મોનો નાશ કરે છે. દારુ પીનારાનો વિવેક ખતમ થઈ જાય છે. માતા, બહેન, પત્ની, દીકરી વગરેના વિવેકને તે ચૂકી જાય છે. વગર વિચાર્યું અનુચિત વર્તન વ્યવહાર તથા શબ્દોના પ્રલાપો કરે છે. દીવાસળીના ટોપચાં ઉપર રહેલા થોડા ગંધકથી જેમ ક્ષણવારમાં રૂની ગંજીઓ બળી બળીને ખાખ થઈ જાય છે તેમ દારુ પીતા જ સંયમ, વિવેક, જ્ઞાન, સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા વગેરે ગુણો ક્ષણવારમાં નષ્ટ થાય છે. દારુના નુક્શાનો અપરંપાર છે. શ્રી કૃષ્ણના પુત્રો શાંબ વગેરેએ દારુ પીધો તો તેના કારણે સમગ્ર યાદવકુળનો નાશ થયો અને દ્વારિકા નગરી બળી, તે વાત તો જાણો છો ને? કાંઈક આવો પ્રસંગ જાણવા મળે છે. એકવાર પરમાત્મા નેમિનાથ ભગવાનને શ્રીકૃષ્ણ પૂછ્યું, "ભગવંત! આ મારી દ્વારિકા નગરી કાયમ ટકશે ને? - ભગવંતઃ "કૃષ્ણ! દ્વારિકા નગરી શાશ્વત નથી. જે ઉત્પન્ન થાય છે તે નાશ પણ પામે છે. દ્વારિકા નગરીનો પણ એક દિન નાશ થવાનો છે." શ્રીકૃષ્ણઃ "હે ભગવંત! મારી આ દ્વારિકાનગરીનો નાશ શેનાથી થશે? ભગવંતઃ "દાથી" આ સાંભળીને શ્રી કૃષ્ણ પોતાની સમગ્ર નગરીમાંથી દારુ કઢાવી દીધો. પણ ભવિતવ્યતા કાંઈક જુદી હતી. તેની સામે કોનું ચાલે છે કે શ્રીકૃષ્ણનું ચાલે? નગરીમાંથી દારુ બહાર કઢાવ્યો તો ય દ્વારિકાનગરીના નાશમાં દારુ કારણ બન્યો જ. એકવાર શાંબ – પ્રદ્યુમ્ન વગેરે શ્રીકૃષ્ણના પુત્રો નગરીની બહાર દૂરના વનમાં ગયા. ત્યાં દારુ જોઈને તેમને તલપ જાગી. તેઓ રહી ન શક્યા. દારુ પીધો. પરિણામે તેમને નશો ચડ્યો. મદોન્મત્ત બનેલા તેમણે ત્યાં વનમાં રહેલાં દ્વેપાયન નામના ઋષિને બાંધ્યા અને ખૂબ માર્યા. પરેશાન થયેલાં તે ઋષિએ તરત જ નિયાણું કર્યું કે "હું યાદવો તથા તેના નગરનો દાહક થાઉં." આ સમાચાર મળતા જ શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવ્યા. ઘણું સમજાવ્યા. ઋષિએ કહ્યું "તમને બેને બચાવીશ પણ તે સિવાયના બધાને તો હણીશ જ. ઘણું સમજાવવા છતાં ય દ્વેપાયન ઋષીએ પોતાનો નિર્ણય ન બદલ્યો. મૃત્યુ પામ્યા પછી તે અગ્નિકુમાર દેવ થયો. દ્વારિકાનગરીને બાળી નાંખવા આવ્યો. પણ ૪૩ વ્રત ધરી ગુરુ સાબ-ભાગ-૨Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118