Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 49
________________ વજની શીલા (નીશાળ) ઉપર અલ્પ માત્ર પૃથ્વીકાય(મીઠા)ને મૂકીને તેને વજ્રના પથ્થર વડે એકવીસ વખત વાટવામાં આવે તો પણ તેમાં વચ્ચે કેટલાક એવા જીવો રહી જાય કે જેને એ નીશાળનો કે પથ્થરનો સ્પર્શ પણ ન થાય. (તો તે પીસાવાની તો વાત જ ક્યાં ?) કાચા મીઠાના જીવો બહુ સુક્ષ્મ હોવાથી વાટવા, દળવા કે કુટવા છતાં ય તે મીઠું અચિત્ત થતું નથી. માટે કુંભારના નિભાડામાં કે સુખડીયાની ભઠ્ઠીમાં, નીચે માટીના વાસણમાં મીઠાને સીલ કરીને રાખવાથી, તેના અગ્નિનો તાપ અત્યંત સખત હોવાથી, તે અચિત્ત થાય છે. આ રીતે અત્યંત અચિત્ત કરેલું મીઠું બે – ચાર વરસ સુધી તો અચિત્ત રહે છે. શ્રાવકો પોતાના ઘ૨માં દળેલા મીઠામાં, મીઠા કરતાં ડબલ પાણી નાંખીને, તેને ઉકાળીને, જેમ ખાંડની ચાસણી કરીને બુરુ - ખાંડ બનાવે છે, તેમ એકરસ બનાવી, ઠારીને જે અચિત્ત બલવણ બનાવે છે, તે મીઠું તત્કાળ તો અચિત્ત થાય છે, પણ પાણીના સંયોગથી ઉકળેલું હોવાથી બે - ચાર મહીના પછી સચિત્ત થવાનો સંભવ છે. તે સિવાય તાવડી વગેરેમાં શેકીને પણ કેટલાક લોકો મીઠાને અચિત્ત કરે છે, પણ તે બહુ શેકાઈને લાલ વર્ણવાળું બની જાય તો જ અચિત્ત સમજવું, માત્ર થોડુંક શેકાવાથી તો તે સચિત્ત (કાચું - જીવવાળું) ૨હેવાનો સંભવ છે. પૂ. વીરવિમલજી મ.સાહેબ કૃત સચિત્ત - અચિત્તની સજ્ઝાયમાં કહ્યું છે કે, "અચિત્ત - લવણ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત; માસ દિવસ ઉન્હાલામાંહિ, આઘો રહે સચિત્ત તે હોહિ." તવી - તાવડીમાં શેકીને અચિત કરેલા મીઠાનો કાળ આ સજઝાયમાં જણાવ્યો લાગે છે; તે અનુસાર ચોમાસામાં સાત દિવસ, શિયાળામાં ૧૫ દિવસ અને ઉનાળામાં એક મહીના સુધી તે અચિત્ત રહેતું સમજાય છે. ત્યારપછી તે સચિત્ત ગણાય. શ્રાવક - શ્રાવિકાઓએ કાચા મીઠાનો તો અવશ્ય ત્યાગ કરી જ દેવો જોઈએ. બને ત્યાં સુધી દાળ – શાક વગેરેમાં પાછળથી ઉપર મીઠું લેવું જ નહિ. છતાં ય લેવું પડે તેમ હોય તો બલવણ (પાકું મીઠું) લેવું. પણ સીધે સીધુ કાચુ મીઠુ ભોજનમાં કે મુખમાં લેવું જોઈએ નહિ. (૧૪) રાત્રિભોજન : સૂર્યના પ્રકાશની ગેરહાજરીમાં પુષ્કળ પ્રમાણમાં સૂક્ષ્મજીવો પેદા થાય છે જે લાઈટના પ્રકાશમાં પણ આપણી આંખથી જોઈ શકાતા નથી. લાઈટનો પ્રકાશ તો બીજા ઘણા નવા જીવોને પણ પેદા કરવામાં સહાયક બને છે. ૪૬ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118