Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 38
________________ તે દીકરાના આઘાતમાં જ બાપ માંદો પડ્યો. મરણપથારીએ સુતો. પોતાની અંતિમ સ્થિતિના સમાચાર પહોંચાડીને દીકરાને બોલાવ્યો. હવે તો આવ્યા વિના ચાલે તેમ નહોતું, તેથી આવ્યો. પિતાએ કહ્યું, “બેટા!તારો કોઈ જ વાંક નથી, મારા હાથના ક્ય મને વાગ્યા છે. હવે પસ્તાવાથી શું થાય? પાછલા બાર વર્ષોમાં તો તું સાવ બદલાઈ ગયો છે. મેં બોલાવ્યો તો ય આવ્યો નથી. મારું કહ્યું કાંઈ માન્યું નથી. છતાં આજે તને આખરી એક જ શિખામણ આપવી છે કે, તને જ્યારે પણ સંકટ પડે ત્યારે તું નવકારમંત્રનું સ્મરણ કરજે. નવકારને કદી પણ ભૂલીશ નહિ. જીવતાં – જીવતાં તો તને સંસ્કારી બનાવવામાં હું ઊણો ઉતર્યો છું, પણ મરતાં મરતાં તને સંસ્કારી બનાવવા માટેની બાપની આ છેલ્લી શીખ છે. આ શીખને ભૂલતો નહિ. મારી પાસે જે કાંઈ મિલ્કત હતી, તે તારી માંગણી પ્રમાણે વારંવાર મોક્લવામાં વપરાઈ ગઈ છે. હવે મારી પાસે તને આપવા જેવું કાંઈ બચ્યું નથી, તેથી તને આ વચનાત્મક શીખ આપું છું. તેને તું સદા ધ્યાનમાં રાખજે. વગેરે કહેતાં શેઠ અવસાન પામ્યા. થોડા સમય પછી શેઠાણી પણ અવસાન પામ્યા. ચારુદત્તની પત્ની પોતાના પિયર ચાલી ગઈ. આમ, ચારુદત્તનું ઘર બંધ થયું. હવે ત્યાંથી વેશ્યાના ત્યાં ધન આવતું બંધ થઈ ગયું. વેશ્યા તો ધનની સગી છે. તેને વળી પ્રેમ-લાગણી થોડી હોય? ધન આવતું બંધ થતાં તેણે તો અપમાન કરીને ચારુદત્તને મહેલમાંથી બહાર કઢાવી મૂક્યો. બિચારો ચારુદત્ત ! હવે શું કરે? સંસાર કેવો સ્વાર્થનો સગો છે? તે તેને હવે સમજાયું. ગમે તેવા કાલાવાલા કરવા છતાં તેને વેશ્યાના ત્યાં હવે ફરી પ્રવેશ મળે તેમ નથી, તેનું ભાન થતાં તે પોતાના સાસરે ગયો. સસરા પાસેથી થોડું ધન મેળવીને પરદેશમાં વેપાર કરવા આગળ વધ્યો. ધનની ઈચ્છા જેને પેદા થાય, તે વ્યક્તિ ધન મેળવવા શું શું ન કરે? ચારુદત્ત પણ ધન મેળવવા હવે પાગલ બન્યો. તે માટે વહાણ માર્ગે દરિયામાં આગળ વધ્યો. પણ તેના નસીબ હજુ ય અવળચંડા હતા. પાપોના પોટલા બાંધનાર એમ તો સુખ શી રીતે પામે? બાવળીયાના બી વાવનારાને કેરીના રસ ચાખવા થોડા મળે? તેણે તો બાવળના કાંટાના દુઃખ સત્યે જ છૂટકો. દરિયામાં તોફાન જાગ્યું. વહાણ તુટ્યું. બચવા માટે તે વલખાં મારવા લાગ્યો. હજુ ઘણું હેરાન થવાનું બાકી હશે તેથી મોત ન આવ્યું. હાથમાં પાટીયું આવી ગયું. તેના રી છે. ૩૫ કે વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ : 'કયા કલાક.. હાળા , , , ,Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118