Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 41
________________ ધાસ્તીવાળો ચારુદત્ત મહાકષ્ટ કુવામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી પણ અથડાતો – કુટાતો - ભુખે - તરસે હેરાન થતો ઘણા સમયે તે મામાના ઘરે પાછો ફર્યો. ધન કમાવા નીકળેલાં તેની કફોડી હાલતની વાત જાણીને બધાને દુઃખ થયું. બધાએ તેને આશ્વાસન આપ્યું. થોડો સમય પસાર થયો. એકવાર મામાના દીકરા રુદ્રદત્તે ચારુદત્તને કહ્યું, “આમને આમ બેસી રહેવાથી શું ચાલે ? ધન કમાયા વિનાના માનવજીવનની શી કિંમત ? ધન વિના જીવન પૂરું થવા આવ્યું અને એક દિવસ પૂરું થઈ પણ જશે. તેના કરતાં ચાલો... આપણે મરતાં પહેલાં પુષ્કળ ધન કમાઈ લઈએ. સહેલાઈથી ધનવાન થવાનો કીમીયો મારી પાસે છે. તું અને હું; આપણે બંને ન્યાલ થઈ જાશું.” ધનનો લાલચુ માણસ ધન મેળવવા ક્યાં ક્યાં ન જાય? શું શું વિડંબણા ન ભોગવે? કયો ત્રાસન અનુભવે? આટ-આટલા કડવા અનુભવો થવા છતાં ય ધનના લોભના પ્રસારથી દબાયેલો ચારુદત્ત ફરી તૈયાર થઈ ગયો. રુદ્રદત્તે બે મોટાં ઘેટાં ઉપર ખાવા-પીવાની સામગ્રીઓ લઈને ચારુદત્ત સાથે સુવર્ણદ્વીપ તરફ પ્રયાણ આદર્યું. સમુદ્ર કિનારે પહોંચીને તેણે ચારુદત્તને કહ્યું, “સાંભળ, હવે આપણે આ ઘેટાંઓની ચામડી ઉતારવાની છે. પછી ચામડીનો લોહીવાળો ભાગ બહાર રાખીને બે મશક બનાવવાની. તેમાં આપણે બંને જણે બેસી જવાનું. ભારંડપક્ષીઓ આવશે. માંસના પીંડ સમજીને આપણને ઉપાડીને સુવર્ણદ્વીપ પહોંચાડશે. સુવર્ણદ્વીપ પહોંચીને ત્યાંથી આપણે અઢળક સોનું લાવીશું. નીચે પડી ન જવાય તેની કાળજી રાખીને, નિર્ભયપણે જવાનું. વચ્ચે હલન ચલન કરવાનું નહિ. સમજી ગયો?” ચાસદને કહ્યું, “તારી બધી વાત સમજી ગયો. પણ આપણાથી આ ઘેટાંનો વધ કેમ થાય?” તે હજુ આગળ બોલે તે પહેલાં જ રુદ્રદત્તે તલવારનો ઘા ઘેટાં ઉપર મારીને કહ્યું, “વેદીયા! જો આ રીતે વધ થાય.”બિચારો ઘેટો તો તરફડીને ત્યાં જ ખલાસ થઈ ગયો. બીજો ઘેટો અને ચારુદત્ત સમજી ગયા કે હવે શું થશે? ચારુદત્તે તો તરત જ બીજા ઘેટાંને નવકાર સંભળાવવા શરૂ કર્યા. અનશન પણ કરાવી દીધું. એટલીવારમાં તો રુદ્રદત્તે તે બીજા ઘેટાંને પણ ખતમ કરી નાંખ્યો. ચામડી જુદી કરી. તેની મશક બનાવીને બે ય અંદર બેઠાં. ભારંડપક્ષીનું ટોળું આવ્યું. બે ય મશકને ઊંચકીને સુવર્ણદ્વીપ તરફ આગળ વધ્યા. થોડે ગયા પછી સામેથી ભારંડપક્ષીનું બીજું એક ટોળું આવ્યું. મશકને માંસ સમજીને, તેને પડાવી લેવા બે ટોળાં વચ્ચે યુદ્ધ આરંભાયું. ચારુદત્તવાળી મશક નીચે વ્રત ધારીયે ગુરુ સાબ-ભાગ-૨ )

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118