Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 39
________________ સહારે કેટલાક દિવસે કિનારે પહોંચ્યો. રઝળતો રઝળતો મામાના ઘરે પહોંચ્યો. શરીર નંખાઈ ગયું હતું. થાક ભયાનક હતો. અનેક ઉપચારો પછી સાજા થઈને, મામા પાસેથી થોડું ધન મેળવીને વેપાર કરવા તે આગળ વધ્યો. પણ, નસીબ બે ડગલાં આગળ હતું. રસ્તામાં લુંટારાઓ મળ્યા. તેમણે તેને પકડ્યો. ભયાનક માર માર્યો. તેની પાસેથી બધું ધન લૂંટી લીધું. રસ્તે રઝળતો ભિખારી બનાવી દીધો. ભિખારી બનેલો તે રીબાતો ને પીડાતો આમ તેમ આથડી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને આશ્વાસન રૂપ એક યોગી મળ્યો. યોગિપુરુષને મળતાં જ ચારુદત્તના આનંદનો પાર ન રહ્યો. હાશ! હવે મને કાંઈક શાંતિ મળશે. સુખના દર્શન થશે. તેવી આશાએ તે યોગીના ચરણોમાં ઝુકી ગયો. પોતાની વીતકકથા કહી. યોગીની બરોબર સેવા કરવા લાગ્યો. તેને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરવા લાગ્યો. પોતાને સુખી કરવાની વિનંતિ કરવા લાગ્યો. યોગીએ કહ્યું, “મારી પાસે તો કાંઈ નથી. પણ સાહસથી બધી સફળતા મળે છે. બોલ, તું સાહસ કરીશ? જો દૂર દૂર પેલો ડુંગર દેખાય છે ને? તેની પાછળ એક કુવો છે. તે કુવામાં સુવર્ણરસ ઝર્યા કરે છે. તું ઈચ્છે તો હું તને માંચીમાં બેસાડીને કુવામાં ઉતારું. કુવામાં ઉતરેલાં તારે આ કૂપિકા સુવર્ણરસથી ભરી દેવાની. સુવર્ણરસની તે કૂપિકામાંથી અડધો રસ તારે લેવાનો. તેનાથી તારું દારિદ્રય દૂર થઈ જશે. બાકીના અડધા રસમાંથી હું પરોપકારના કાર્યો કરીશ.' પણ સાંભળ! આ કાર્ય તું માને તેટલું સહેલું નથી. અહીંથી પેલા ડુંગર પાસે જવાનો માર્ગ ખૂબ વિકટ છે. પગમાં ઘણા કાંટા ભોંકાશે. ઉઝરડા પડશે. લોહી નીકળશે. ત્યાં પહોંચ્યા પછી પણ ડુંગરો ચઢીને પેલે પાર પહોંચવું તો ઘણું જ કઠીન છે. કદાચ આપણે બંને ત્યાં પહોંચી પણ જઈએ તો ય કૂવામાં ઉતરવું બહુ ત્રાસદાયક છે. સતત ભયભીત અવસ્થા અનુભવવી પડે. અંદર ઉતર્યા પછી ય નિર્ભયપણે રસ ભરવો ખૂબ મુશ્કેલ છે. આ બધું ય કર્યા પછી, તે રસને સાચવીને કુવામાંથી બહાર આવવું સૌથી મુશ્કેલ કાર્ય છે. શું તું આ કાર્ય કરી શકીશ? તારી બધી ઈચ્છા પૂર્ણ કરવાનો મને તો આ જ રસ્તો જણાય છે.” ધનના લોભમાં પાગલ બનેલો માનવ કયા કયા કાર્યો કરવા તૈયાર નથી થતો? ગમે તેટલો ભોગ આપવા તૈયાર થયેલા તે ચારુદત્તે હા પાડતાંની સાથે યોગિએ તેની સાથે પ્રયાણ આદર્યું. ઘણી મુશ્કેલીઓ વટાવીને તેઓ ત્યાં પહોંચ્યા. સાવધાનીપૂર્વક ચારુદત્ત વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118