Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 30
________________ મંત્રીઓના મુખે આવી વાત સાંભળીને રાજકુમારને ઘણો આઘાત લાગ્યો. તેના રોમરોમમાં સિંહશ્રેષ્ઠી પ્રત્યે અપરંપાર અહોભાવ પેદા થયેલો હતો. તે તેમને પોતાનું સર્વસ્વ માનતો હતો. પોતાના પરમોપકારી ગુરુતુલ્ય આ સિંહશ્રેષ્ઠીને બાંધીને આગળ લઈ જવા તેનું મન શી રીતે તૈયાર થાય? તેણે મંત્રીઓને કહ્યું, “આપની વાત મેં સાંભળી. સિંહશ્રેષ્ઠી આગળ પ્રયાણ કરવા તૈયાર ન થાય તો બાંધીને લઈ જવાની વાત છે ને? તમે તેમને આગળ પ્રયાણ કરવાની વાત કરો તો ખરા? તેમણે ના પાડ્યા વિના તમે આવો વિચાર પણ શી રીતે કરી શકો? જો તેઓ હા પાડે અને પ્રયાણ શરૂ થઈ જાય તો કાંઈ જ કરવાની જરૂર નથી. બરોબર ને? તેથી કાલ સુધી રાહ જુઓ.” કુમારની યુક્તિસંગત વાત સાંભળીને મંત્રીઓ પોતાના સ્થાનમાં ગયા. તેમણે માત્ર એક જ દિવસ રાહ જોવાની હતી ને? તેથી તેમને ચિંતા નહોતી. આ બાજુ કુમાર તો ગંભીર વિચારમાં પડી ગયો. કોઈ રસ્તો ન સૂઝતાં તે સિંહશ્રેષ્ઠી પાસે ગયો. મંત્રીઓએ પોતાને કહેલી તમામ વાતો તેણે પોતાના ગુરુતુલ્ય શ્રેષ્ઠીને કહી દીધી. જેમ જેમ આ બધી વાત સંભળાતી ગઈ તેમ તેમ સિંહશ્રેષ્ઠીમાં આ સંસારની અસારતા વધુને વધુ દઢ થતી ગઈ. સંસારની સ્વાર્થમયતા, દગાપ્રચુરતા, વિશ્વાસઘાતિતા વગેરે તેની નજર સમક્ષ તરવરવા લાગી. અંદર પેદા થયેલો વૈરાગ્ય વધુને વધુ દઢ થવા લાગ્યો. મોક્ષમાં પહોંચવાની તાલાવેલી લાગી. ક્ષણ માટે આંખો બંધ કરીને તેમણે એક અકલ્પનીય નિર્ણય લઈ લીધો. સિંહશ્રેષ્ઠીએ કુમારને કહ્યું, “કુમાર ! આ સંસારના સર્વ પ્રકારના કહેવાતા સુખો પ્રત્યે મારું મન અનાસક્ત બન્યું છે. સંસારના મૂળ આ શરીર ઉપર પણ હવે મને રાગ રહ્યો નથી. હવે તો મોક્ષે જલ્દી પહોંચવાની તાલાવેલી છે. તેથી હું હવે ગાઢ જંગલમાં ચાલ્યો જઈશ. પવિત્ર જગ્યા શોધીને ત્યાં કાઉસ્સગ્નધ્યાને ઊભો રહીશ. પાદપોપગમન નામનું અનશન સ્વીકારીશ. પાદપ એટલે વૃક્ષ. વૃક્ષની જેમ નિશ્ચલપણે ઊભો રહીશ. પરમાત્માનું ધ્યાન ધરીશ. જ્યારે મને હવે મારા શરીર પ્રત્યે પણ મમતા નથી ત્યારે ભલેને એ મંત્રીઓ તે વખતે મારા શરીરને બાંધીને ગમે ત્યાં ફેંકી દે! કદાચ મને મારી નાંખે તો પણ શું વાંધો છે? પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં સમાધિપૂર્વક મરણ પામીને મારો પરલોક સુધારવાનો મને તે વખતે ય આનંદ હશે.” આ સાંભળતાં કુમારની આંખો ભીની થઈ. તેના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ. આ શું બની રહ્યું છે? તે જ તેને સમજાતું નથી. શ્રેષ્ઠીએ કુમારને આશ્વાસન જ કાર ર૭ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118