Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 26
________________ સમયમર્યાદા : આજીવન ૫ વર્ષ. દંડ : જયણા : (૧) રાજા વગેરે પાંચના અત્યંત દબાણ કે જીવન – કટોકટીના કારણે જયણા. (૨) ધર્મપ્રચાર માટે જવું પડે તો જયણા. (૩) માંદગીના કારણે, ભૂલા પડવાના કારણે, ફસાઈ જવાના કારણે કે અન્ય કોઈ અસમાધિના કારણે જવું પડે તો જયણા. – (૪) રેડીયોના સમાચાર સાંભળવાની, ટી. વી., દ્વારા દેશ - પરદેશ જોવાની, જણાવેલ મર્યાદા કરતાં બહાર માણસ મોકલવાની, તાર – ટેલીફોન – ફેક્ષ - વાયરલેશ કરવાની, બહારના છાપા વાંચવા – સાંભળવાની જયણા એટલે કે આ બધું કરવા છતાં પણ મારું વ્રત ભાંગશે નહિ. વસંતપુર નામના નગરમાં અનેક ગુણયુક્ત કીર્તિપાળ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને અનેક કળાઓમાં પ્રવીણ, રાજ્યકારભારમાં કુશળ એવો ભીમ નામનો પુત્ર હતો. તે જ નગરમાં ત્રણ લોકના નાથ દેવાધિદેવ જિનેશ્વર ભગવંતના અનન્ય ઉપાસક સિંહ શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ હૃદયના સરળ હતા. ગુરુદેવોના સેવક હતા. સત્સંગના રાગી હતા. દોષોના દુશ્મન હતા. તેમના ગુણોના કારણે રાજાકીર્તિપાળ તેમની તરફ અત્યંત આકર્ષાયો હતો. વારંવાર રાજા તેમને રાજસભામાં બોલાવતો અને સલાહ લેતો હતો. એકવાર રાજ્યસભામાં કીર્તિપાળરાજા તથા સિંહશ્રેષ્ઠી અલકમલકની વાતો કરતાં બેઠા હતા ત્યારે પરદેશી એક દૂત રજા લઈને અંદર પ્રવેશ્યો. નમસ્કાર કરીને તેણે મધૂરવાણીમાં રાજાને કહ્યું, ‘‘હે રાજેશ્વર ! હું નાગપુર નગરથી આવ્યો છું. મહા પ્રતાપી, શીલવંત, તેજસ્વી નાગચંદ્ર નામના રાજા ત્યાં રાજ્ય કરે છે. તેમને રત્નમંજરી નામની રાણીથી ગુણમાલા નામની પુત્રી થઈ છે, જે ૬૪ કળામાં નિપુણ છે. રૂપમાં તો જે અપ્સરાને પણ શરમાવે તેવી છે. અનેક પ્રકારના ગુણો તેણે આત્મસાત્ કર્યાં છે. યૌવનવયને પામેલી તે રાજકન્યાને યોગ્ય વરની તપાસ રાજાએ ચારેબાજુ કરી; પણ ક્યાં ય તેમને સંતોષ ન થયો. છેવટે આપના ગુણવાન પુત્ર ભીમદેવ ઉપર તેમની નજર ઠરી છે. આપનો પુત્ર અનેક કળામાં નિપુણ છે - શૌર્યવાન છે. અમારી રાજકન્યાને માટે અત્યંત સુયોગ્ય છે. અમને લાગે છે કે અમારી રાજકન્યા પણ સર્વરીતે ભીમદેવ સાથે શોભે તેમ છે. તેથી મહારાજા નાગચંદ્રે મને આપની પાસે દૂત તરીકે મોકલેલ છે. ૨૩. વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118