Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 25
________________ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ત્રસ કે સ્થાવર જીવોની હિંસા કરતો જ જાય છે. ગૃહસ્થો સદા આરંભ - સમારંભમાં તત્પર હોઈ, તે જ્યાં જાય ત્યાં ખાતાં - પીતાં - બેસતાં - ઊઠતાં - કાંઈ કામકાજ કે વ્યાપાર કરતાં તપાવેલા લોઢાના ગોળાની જેમ તેના દ્વારા કોઈને કોઈ જીવોની હિંસા થયા કરે. તેથી ગૃહસ્થોને દિશાનું પરિમાણ કરવું જરૂરી છે. તે માટે આ દિશાપરિમાણ વ્રત બતાવાયું છે. પણ સાધુ ભગવંતો તપાવેલા લોખંડના ગોળા જેવા નથી. તેમનામાં આરંભ - સમારંભની બુદ્ધિ નથી. તેઓ સતત જાગ્રત હોય છે. અપ્રમત્તપણે સાધુજીવનની સાધના કરે છે. અષ્ટપ્રવચન - માતાનું પાલન કરે છે. તેથી તેમને પૂર્વનો દોષ લાગતો નથી. વળી તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ધર્મારાધના વધારવાનું કાર્ય કરે છે. શાસન પ્રભાવના કર્યા કરે છે. માટે તેઓ રોષકાળમાં ઠેર ઠેર વિહાર કરી શકે છે. તેમને આ વ્રત લેવાનું હોતું નથી. આ વ્રતમાં ચારે દિશામાં અમુક કિલોમીટરથી વધારે દૂર નહિ જાઉં, તેમ નક્કી કરવાનું છે. મારા ગામની બહાર નહિ જાઉં, રાજયની બહાર નહિ જાઉં, હિન્દુસ્તાનની બહાર નહિ જાઉં, એવું પણ નક્કી કરી શકાય. જો પરદેશ જવું પડતું હોય કે જવાની ઈચ્છા હોય તો અમુક દેશો સિવાય બીજા દેશોમાં જવું નહિ, તે રીતે વ્રત લઈ શકાય. જો એન્ટવર્પ વગેરે સ્થળે વારંવાર ધંધા માટે જવું પડતું હોય તો વર્ષમાં અમુક વખતથી વધારે વાર પરદેશ જવું નહિ તે રીતે પણ આ વ્રત લઈ શકાય. વળી ઉપર અને નીચે જવાની મર્યાદા પણ નક્કી કરવાની છે. ઘણા માળનું મકાન હોય ત્યાં ૨૫ - ૩૦મા માળે પણ ક્યારેક સગાવહાલાને મળવા જવાના પ્રસંગો આવે. તેથી અમુક માળથી વધારે ઊપર જવું નહિ તેવો નિયમ કરી શકાય. વળી જેમણે પરદેશ જવું પડતું હોય, તેમનું વિમાન આકાશમાં ઘણું ઊંચે ઊડતું હોવાથી તેમણે તે ઊંચાઈને નજરમાં લઈને ઉપરની દિશાની મર્યાદા નક્કી કરવી જોઈએ. તે જ રીતે નીચેની દિશાની મર્યાદા પણ નક્કી કરવી જોઈએ. ક્યારેક મકાનના ભોંયરામાં જવાનું થાય છે. ક્યારેક કુવામાં ઉતરીને કાંઈ કાઢવાનો અવસર આવે છે. મરજીવા વગેરેને દરિયામાં ડૂબકી લગાવાની આવે છે. તો જે જે રીતે જમીનથી નીચેના ભાગમાં જવાનું થવાની શક્યતા હોય તે વિચારીને, તેની મર્યાદા નક્કી કરવી જોઈએ. પ્રતિજ્ઞા : હું પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં, ઉત્તરમાં, ઉપર, નીચે. કિલોમીટરથી વધારે દૂર જઈશ નહિ. અથવા હું મારા _ ગામ/જીલ્લા/રાજ્ય દેશની બહાર નહિ જાઉં, પરદેશમાં વખતથી વધારે વાર નહિ જાઉં. – દેશો સિવાય અન્ય દેશોમાં જઈશ નહિ. ૨૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118