Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 13
________________ લક્ષ્મીની રેલમછેલ મળી તો આપણે સુપાત્રદાન, સાતક્ષેત્રમાં વ્યય વગેરે કરવા દ્વારા તેનો સદુપયોગ કરી લીધો. હવે ગરીબી આવે તો આપણે તપશ્ચર્યાનો માર્ગ લેવાનો. દાન જો ધર્મ છે, તો તપ તો મહાધર્મ છે. તેને સાધવાનો અવસર આવી રહ્યો છે, ત્યારે આપ આમ રાંક અને દીન કેમ બનો છો? ઉલ્લસિત બનો. આવેલ પરિસ્થિતિને વધાવવા તૈયાર રહો. અને... લક્ષ્મી હજુ તો આપણી પાસે જ છે ને ! તે તો દસમા દિવસે જવાની છે ને? તે જાય તે પહેલાં આપણે જ તેને માનભરી વિદાય કેમ ન આપીએ? હજુ નવ દિવસ તે આપણા ઘરમાં જ રહેવાની છે તો તે નવે દિવસ આપણે જ તે સંપત્તિને સાતક્ષેત્રમાં છુટા હાથે વાપરીએ. ત્યારપછી ભગવાને બતાડેલ પરિગ્રહ પરિમાણ વ્રત લઈને સામેથી લક્ષ્મીદેવીને પ્રેમે વિદાય આપીએ. બરોબર ને?” પત્નીની સમજણભરી સચોટ વાત એક ધ્યાને સાંભળીને વિદ્યાપતિને ખૂબ આનંદ થયો. આવી મહાન ધર્મપત્ની પામ્યાનો તેને સંતોષ થયો. તેણે કહ્યું, “તારી વાત એકદમ બરોબર છે. મને તારી વાત બરોબર જચી ગઈ છે. બસ ! સવારથી જ આપણે દાન દેવાનું શરૂ કરી દઈએ. લક્ષ્મીજીને પ્રેમભરી વિદાય આપીએ.” અને... સવાર પડતાં જ શેઠ શેઠાણીએ મન મૂકીને દાન દેવાનું શરૂ કર્યું. બધું જ લુંટાવી દીધું. આવતીકાલની પણ ચિંતા નથી. પછી વિદ્યાપતિએ પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકાર્યું. તે આ પ્રમાણે : ““એક પત્ની શૃંગારસુંદરી, એક શય્યા, બે વસ્ત્ર, એક પાત્ર, એક દિવસ ચાલે એટલું જ ભોજન અને બીજી ઉપયોગી વસ્તુઓ પણ અલ્પમૂલ્યની એક કે બે સંખ્યામાં રાખીશ. જિનેશ્વર ભગવંતની પૂજા સેવા તથા ધર્મકાર્યોમાં ઉપયોગી અનેક વસ્તુઓ રાખીશ.” અઢળક સંપત્તિઓનો સ્વામી વિદ્યાપતિ સાવ સામાન્ય માનવ બનવા તૈયાર થઈ ગયો. તે ધારત તો વધારે મોટું પરિમાણ પણ કરી શકત. પણ ના, તેના હૃદયમાં વૈરાગ્યની ધુણી ધખવા લાગી હતી. પરમાત્માનો માર્ગ તેને સમજાઈ ગયો હતો. ધન, સંપત્તિ અને સાંસારિક સામગ્રીઓ ઉપરનો મોહ ઓછો થઈ ગયો હતો. પરિગ્રહ પરિમાણ વ્રત લીધા પછી તેણે પોતાની પત્નીને કહ્યું, “સવાર પડશે. વાચકો આપણી પાસે દાન મેળવવા આવશે. પણ આપણી પાસે તો હવે કાંઈ જ નથી. તેમને આપ્યા વિના તેમના દીન મુખને જોઈને આપણે શી રીતે જીવી શકીશું? તેના કરતાં મને લાગે છે કે આજે મધ્યરાત્રીએ જ આપણે આ ગામ છોડીને બીજે જતા રહીએ. આપણા વ્રતનું બરોબર પાલન કરવાપૂર્વક સમાધિમય જીવન જીવીએ.” * પત્નીએ સંમતિ આપી. બંને જણ નવકારમંત્રનું ધ્યાન ધરતાં નિદ્રાધીન થયા. ૧૦ % વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118