________________
રમણભાઈ પાસે આવ્યો. એ જૈન હોવા છતાં માંસાહાર કરતો હતો, એટલું જ નહીં પણ માંસાહારની તરફેણમાં જોરશોરથી દલીલો કરતો હતો. એ રોજ રમણભાઈ પાસે આવતો, ભારે ઝનૂનથી દલીલો કરતો. રમણભાઈ એને શાંતિથી એક પછી એક બાબત સમજાવતા હતા. ચોથે દિવસે આ યુવાન રડી પડ્યો. એણે કહ્યું કે,
હવે મને સમજાય છે કે જીવદયાની દષ્ટિએ અને ધર્મતત્ત્વની દૃષ્ટિએ મારે માંસાહાર છોડવો જોઈએ.’
આફ્રિકા અને બ્રિટનમાં રમણભાઈ અને તારાબહેને જૈનદર્શન ઉપરાંત સમાજ, શિક્ષણ અને સાહિત્ય વિશે પણ પ્રવચનો આપ્યાં હતાં. જૈન સાહિત્ય અને સંશોધનના કાર્ય માટે ૧૯૮૪માં રમણભાઈને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક તથા ૨૦૦૩માં સમદર્શી આચાર્ય હરિભદ્રસુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. એમણે બૌદ્ધધર્મનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. જાપાનની બૌદ્ધધર્મ સભાએ એમને વ્યાખ્યાન આપવા માટે જાપાન આવવાનું નિમંત્રણ આપ્યું હતું અને તેઓ જાપાન ગયા હતા.
રમણભાઈના જીવનમાં રસરૂચિનાં ક્ષેત્રો બદલાતાં રહ્યાં. પહેલાં સર્જનાત્મક સાહિત્યના સર્જનમાં જે રસ હતો તે પાછલાં વર્ષોમાં ધર્મતત્ત્વજ્ઞાનમાં વહેવા લાગ્યો.
ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં તેરથી પણ વધુ પુસ્તકો મળે છે. આ ઉપરાંત જીવનચરિત્ર, રેખાચરિત્ર અને એકાંકીઓ પણ એમણે લખ્યાં છે. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ ઉપરાંત “પ્રબુદ્ધ જીવનના તેઓ તંત્રી હતા અને એ નિમિત્તે લખાયેલા લેખો “જિનતત્ત્વ' (૧થી ૮), ‘વંદનીય હૃદયસ્પર્શ' (૧થી ૩), “પ્રભાવક સ્થવિરો” (૧થી ૧૦) અને “સાંપ્રત સહચિંતન'(૧થી ૧૪)ને નામે પ્રકાશિત થયા. તેઓ પૂજય જંબૂવિજય અને આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાસે વાચના લેવા જતા હતા. ત્રણ કે ચાર દિવસ પૂજ્ય જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરવામાં આવતો. રમણભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ સંશોધક ડૉ. સરયૂબહેન મહેતાએ ‘શ્રીમદ્ભી જીવનસિદ્ધિ' વિશે મહાનિબંધ લખ્યો અને એમના માર્ગદર્શન હેઠળ છેલ્લે તૈયાર થયેલો મહાનિબંધ પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીનો ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' પર છે. આમ, પ્રારંભ અને સમાપન શ્રીમદ્ રાજચંદ્રજીના વિષય પરના સંશોધનથી થયાં. જો કે એ ઉપરાંત વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી, જેમાં ચંદરાજાનો રાસ, ખંડકાવ્ય, સ્વામીનારાયણ સંપ્રદાય કે ભગવદ્ ગીતા વિશે તૈયાર કરાવેલા મહાનિબંધોનો સમાવેશ થાય છે.
(૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org