________________
ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસથી એમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ કહેતા કે યુવાનીમાં એમના સ્વભાવમાં થોડી ઉગ્રતા હતી. ક્યાંક ખટપટ કે અન્યાય જુએ તો મનમાં થઈ આવતું કે આનો પ્રબળ વિરોધ કરીને એને ખુલ્લો પાડી દઉં ? પરંતુ ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસથી રમણભાઈમાં એક એવી શ્રદ્ધા જાગી હતી કે જે ખોટું કરે, તેને ચૂકવવાનું હોય જ છે, તો પછી એ અંગે ગુસ્સે થઈને કે ક્રોધ કરીને આપણે આપણા મનના ભાવ શું કામ બગાડવા? આર્તધ્યાન શા માટે કરવું? આમ રમણભાઈની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. દ્વેષ, ઈર્ષ્યા કે વેરભાવ ઓછાં થતાં ગયાં અને શાંત, સ્થિર જળ સમો સમતાભાવ જાગ્યો અને એ દ્વારા એમને માણસમાં શ્રદ્ધા જાગી. સાથોસાથ ભૌતિક આકાંક્ષાઓ પણ ઓછી થતી ગઈ. એકાદ મહિના પૂર્વે એમને મળવા ગયો, ત્યારે એ સહુને એમનાં પુસ્તકો ભેટ આપતા હતા. ૨મણભાઈનું કોઈ પણ પુસ્તક પ્રગટ થાય એટલે તેઓ તેની નકલો અમુક લેખકોને મોકલી આપતા.
એમના જીવનમાં બીજી એક વિશેષતા એ હતી કે ખટપટ કરીને કે યાચના કરીને કશું પ્રાપ્ત કરવું નહીં. સહજ મળે તેનો આનંદ માણવો. એમનામાં એવો પરમ સંતોષ હતો કે એમણે પોતાનાં પુસ્તકોના કૉપીરાઇટ પણ રાખ્યા નહીં. ગુજરાતના કદાચ આ પ્રથમ સર્જક હશે કે જેમનાં પુસ્તકોમાં ‘નો કૉપીરાઇટ’ એમ લખ્યું હોય. એથીય વિશેષ, પુસ્તકની પ્રથમ આવૃત્તિ માટે પણ કૉપીરાઇટ આપ્યા હોય તો તેનું પણ એમણે વિસર્જન કર્યું હતું. તેઓ વારેવાર કહેતા પણ ખરા કે પં. સુખલાલજી, શ્રી બચુભાઈ રાવત, પરમાનંદ કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ વગેરેના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું.
રમણભાઈ સાથેનો પ્રથમ મેળાપ મુંબઈમાં મુંબઈ જૈન યુવકસંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થયો. એમણે વ્યાખ્યાનમાળામાં આવવાનું નિમંત્રણ આપ્યું અને જીવનમાં એક નવો અનુભવ આપ્યો. શ્રોતાઓની હાજરી, એની શિસ્ત અને એનું આયોજન આદર્શરૂપ લાગ્યાં. વળી રમણભાઈ વક્તાના વક્તવ્યને અંતે સંક્ષિપ્ત પણ માર્મિક સમાલોચના આપતા. એમની આ સમાલોચનામાં એમના ચિંતનનો નિચોડ મળતો. એમણે ૧૯૮૧ના વર્ષમાં મને પ્રવચન માટે બોલાવ્યો. વળી પ્રવચન પૂરું થાય અને બહાર નીકળીએ ત્યારે આયોજન એવું કે હાથમાં એની કૅસેટ પણ મળી જાય. હકીકતમાં મારા પ્રવચનની કૅસેટ સાંભળીને શ્રી કપૂરભાઈ ચંદરયાને મારા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. એમણે રમણભાઈને પૂછ્યું અને પછી શ્રી કપૂરભાઈ ચંદરયા સાથે મેળાપ થતાં એમણે મને લંડનના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું. મારા આંતરરાષ્ટ્રીય
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org