Book Title: Vandaniya Hridaysparsh Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ વધારાનું કામ સોંપવામાં આવ્યું. રમણભાઈએ એન.સી.સી.ની સખત તાલીમ લેવા માંડી અને રાયફલ, સ્ટેનગન, મશીનગન, પિસ્તોલ, ગ્રેનેટ, બે ઇંચ મોર્ટાર, બાયોનેટ ફાઇટિંગ જેવાં લશ્કરી સાધનોની પૂરી તાલીમ લીધી. તેઓ આ લશ્કરી સાધનોને આસાનીથી ચલાવી જાણતા હતા. બેલગામના મિલિટરી ટ્રેનિંગ સેન્ટરમાં લશ્કરી તાલીમ લીધા બાદ તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા અને સમય જતાં ફર્સ્ટ લેફટનન્ટ, કૅપ્ટન અને છેવટે મેજર થયા. એક સમયે એમણે બટાલિયન કમાન્ડર અને કૅમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. આ લશ્કરી તાલીમ દરમ્યાન રમણભાઈને સમાજસેવાના પ્રોજેક્ટનું આયોજન સોપવામાં આવતું તેમજ ફીલ્ડમાર્ચનું કામ સોંપવામાં આવતું. એ વખતે એકસાથે, ક્યાંય બેઠા વગર રોજના પચ્ચીસથી ત્રીસ માઇલ સુધી રમણભાઈ ફીલ્ડમાર્ચ કરતા હતા. થોડા મહિના અગાઉ રમણભાઈ સાયલામાં શ્રી રાજસોભાગ સત્સંગ મંડળના કાર્યક્રમ નિમિત્તે મળ્યા. એ સમયે એમના શરીરમાં ખૂબ અશક્તિ હતી અને કોઈનો ટેકો લઈને માંડ માંડ ચાલતા હતા. પણ આવી પરિસ્થિતિને અનોખી સમતાથી એમણે સ્વીકારી હતી. એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે એક સમયે માઈલોના માઈલો સુધી ફીલ્ડમાર્ચ કરતો હતો અને આજે થોડાંકડગલાં ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે, પરંતુ આનાથી વ્યથિત થયા વિના એમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કરનાર શેરપા તેનસિંગને એની પાછળની અવસ્થામાં ધરનો ઉંબરો ઓળંગતાં એવરેસ્ટ-આરોહણ કરતાં પણ વધુ શ્રમ લાગતો હતો. આમ, જીવનની વિદારક પરિસ્થિતિને તેઓ હળવાશથી લઈ શકતા અને એમની વાણીમાં હકીકતના સ્વીકારની સચ્ચાઈનો રણકો સંભળાતો. ૧૯૫૩માં રમણભાઈનાં તારાબહેન શાહ સાથે લગ્ન થયાં. બંને ગુજરાતીના અધ્યાપક તરીકે તો કામગીરી કરતાં હતાં, પરંતુ બંનેએ જૈનદર્શન વિશેનો ઊંડો અભ્યાસ કરી એમનાં પ્રવચનો દ્વારા સમાન જનપ્રિયતા મેળવી. રમણભાઈ અને તારાબહેનનું દામ્પત્ય એ એક આદર્શ દામ્પત્ય હતું. રમણભાઈની એકેએક વાતની ચિંતા તારાબહેન કરતાં હોય અને તારાબહેનની નાનામાં નાની સગવડો સાચવવાનું રમણભાઈ હંમેશાં ધ્યાન રાખતા હોય. સંવાદી દામ્પત્યના તેઓ બંને દૃષ્ટાંતરૂપ ગણાય. અને એથી જ રમણભાઈએ જયારે પીએચ.ડી.ની પદવીનો મહાનિબંધ લખવાનું કામ હાથ પર લીધું ત્યારે એમને માથે અનેક જવાબદારીઓ હતી. રોજ બે કૉલેજોમાં અધ્યાપન માટે જતા; સાંજે એન.સી.સી.ની પરેડ કરાવવાની હોય; વળી એમ.એ.નાં લેક્ટર પણ લેવાના હોય. આખા દિવસની આ કામગીરીમાંથી પીએચ.ડી. માટેનો સમય ક્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 514