Book Title: Vandaniya Hridaysparsh Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 8
________________ નિશાળના અભ્યાસકાળ દરમ્યાન આઠમા ધોરણના વર્ગશિક્ષક ઈન્દ્રજિત મોગલ પાસેથી ચાર વિશિષ્ટ સંસ્કાર મળ્યા. એમની પાસેથી પહેલા સંસ્કાર સારા અક્ષર કાઢવાના મળ્યા. બીજી બાબત એ હતી કે ઈન્દ્રજિત મોગલ સ્વચ્છતા પર ખૂબ ભાર આપતા હતા અને કપડાં, બૂટ, નખ વગેરે ડાઘ વગરનાં, એકદમ ચોખ્ખાં હોવાં જોઈએ તેવો આગ્રહ રાખતા. ખિસ્સામાં રૂમાલ અને પેન્સિલ તો હોવાં જ જોઈએ. એમનો સારી ટેવો માટેનો આગ્રહ વર્ગના બીજા વિદ્યાર્થીઓ જેમ વિદ્યાર્થી રમણભાઈને અસર કરી ગયો. એ જ રીતે ઇન્દ્રજિત મોગલની ભાષા અને શબ્દો માટેની ચોકસાઈ પણ રમણભાઈને સ્પર્શી ગઈ. જે કાંઈ લખીએ કે વાંચીએ એમાં પૂરેપૂરી ચોકસાઈ હોવી જોઈએ. નિશાળના અભ્યાસકાળ દરમ્યાન રમણભાઈને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ધણા સારા ગુણ આવતા હતા, તેમ છતાં એમની ઇચ્છા ચિત્રકાર થવાની હતી. સ્કૂલ-આર્ટિસ્ટ થવું એ એમનું સ્વપ્ન હતું, આથી ચિત્રકલા માટેના ખાસ વર્ગોમાં જઈને વિશેષ નિપુણતા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ દસમા ધોરણ પછી અભ્યાસક્રમમાં ચિત્રકલાનો વિષય નહોતો તેમજ એમાં પ્રોત્સાહન આપનાર શિક્ષક રાહલકર પણ અવસાન પામ્યા. આથી આ ક્ષેત્રમાં એમને પ્રેરણા કે માર્ગદર્શન આપનાર કોઈ રહ્યું નહીં, વળી એ સમયે મેટ્રિકના વર્ગમાં અભ્યાસ કરતા રમણભાઈએ “વગડાનું ફૂલ” એ વિશે સુંદર નિબંધ લખ્યો હતો, તે વાંચીને અમીદાસ કાણકિયાએ નિબંધ નીચે નોંધ લખી કે, “જો તમે સાહિત્યમાં રસ લેશો તો સારા લેખક બની શકશો.” આ નાનકડી નોંધે રમણભાઈના અભ્યાસમાં દિશાપરિવર્તન આવ્યું અને વિજ્ઞાન વિદ્યાશાખામાં જવાને બદલે વિનયન વિદ્યાશાખામાં અભ્યાસાર્થે જોડાયા. એ સમયે મુંબઈમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશન સમયે સ્વયંસેવક તરીકે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, “સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન અને શ્રી રાજેન્દ્રબાબુની નજીક મંચ પર સ્વયંસેવક તરીકે રહ્યા અને આ ઘટનાએ યુવાન રમણભાઈમાં રાષ્ટ્રીયતાની ઊંડી છાપ પાડી. મહાવીર જૈન વિદ્યાલયમાં હતા ત્યારે નાટક, રમતગમત અને વસ્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને ઈન્ટર આર્ટ્સમાં અભ્યાસ કરતા હતા, ત્યારે “શ્યામ રંગ સમીપે” અને “સ્વપ્નાંનો સુમેળ જેવી નાટિકાની રચના કરી. આમ રમણભાઈના સર્જનનો પ્રારંભ નાટિકાથી થયો. પ્રારંભમાં પત્રકાર તરીકે કામગીરી શરૂ કરી. એ પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરતી વખતે એમને એન.સી.સી નું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 514