Book Title: Vandaniya Hridaysparsh Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ નિવેદન ઈ.સ. ૧૯૮૩થી ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદે આવ્યો ત્યારથી આજ પર્યત, સમય સમય પર કોઈક વડીલ લેખક, કોઈક સામાજિક કાર્યકર કે તત્ત્વચિંતક વગેરેના અંગત પરિચયમાં આવવાનું બન્યું એવા કોઈ પણ મહાનુભાવ દિવંગત થાય ત્યારે પ્રબુદ્ધ જીવનમાં એમના વિશે સંસ્મરણાત્મક શ્રદ્ધાંજલિ-લેખ લખવાનું પ્રાપ્ત થયું છે. તદુપરાંત વર્તમાન સમયની તેજસ્વી કે પવિત્ર વ્યક્તિનો પરિચય આપવા નિમિત્તે પણ લેખો લખવાનો અવસર મળ્યો છે. આમ લગભગ તેવીસ વર્ષના ગાળામાં ઘણી વ્યક્તિઓ વિશે લખવાનું પ્રાપ્ત થયું છે. જે વ્યક્તિઓ મારી વડીલ હોય તેમના વિશે શ્રદ્ધાંજલિ કે પરિચય-લેખ લખાયા હોય તેવા લેખો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. જેઓ મારા સમકાલીન હોય કે મારાથી વયમાં નાના હોય એવી ઘણી વ્યક્તિઓ વિશે પણ પ્રબુદ્ધ જીવનમાં લખ્યું છે, પરંતુ એવા લેખોનો સમાવેશ આ ગ્રંથમાં કર્યો નથી. આ સંગ્રહમાં ભાતીગળ ચરિત્રો છે. આમાંનાં કેટલાંક ચરિત્ર પુસ્તકરૂપે અગાઉ પ્રગટ થયાં છે. આ ગ્રંથમાં ઘણાં નવાં ચરિત્રો પણ સામેલ કરવામાં આવ્યાં છે. વળી પૂર્વેના કેટલાક ચરિત્રલેખોમાં યથાવકાશ ફેરફાર પણ કર્યા છે. અત્યંત ટૂંકા સમયમાં આ ગ્રંથ તૈયાર કરાવી આપવા બદલ મારા સ્નેહીજન સમા ગિરીશ જેસલપુરાનો આભારી છું. આ ગ્રંથમાં સહુ સુજ્ઞ વાચકોને રસ પડશે એવી શ્રદ્ધા છે. રમણલાલ ચી. શાહ મુલુંડ – મુંબઈ દશેરા - ૨૦૬ ૧ ૧૨ ઑક્ટોબર, ૨૦૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 514