Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ કાઢવો? આ સમયે ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ ફાધર ડિ કુઝે એમને કૉલેજમાં બેસીને કામ કરવાની સગવડ કરી આપી. રાતના આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી કૉલેજના સ્ટાફ રૂમમાં થીસિસનું લેખન કરે. એ સમયે ઝેરોક્સ થતી નહીં. આથી પેન્સિલથી નીચે કાર્બન પેપરો રાખીને ચાર કૉપી તૈયાર કરવી પડે. આથી ખૂબભાર દઈને લખવું પડે. તેઓ ઘેર આવે ત્યારે તારાબહેને આંગળાં બોળવા માટે ગરમ પાણી તૈયાર રાખ્યું હોય ! સતત ભારપૂર્વકના લેખનને કારણે રમણભાઈનાં આંગળાં એટલાં દુ:ખતાં કે ગરમ પાણીમાં થોડી વાર બોળી રાખવાથી રાહત થતી. - રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવતા હતા અને મુંબઈના અધ્યાપકોમાં આગવો આદર પામ્યા હતા. ત્રણેક વખત એ અધ્યાપક સંઘની સભામાં વક્તવ્ય આપવાનું બન્યું ત્યારે રમણભાઈ પ્રત્યેક અધ્યાપકને અને એના પરિવારને ઓળખતા હોય તેવા આત્મીયજન લાગ્યા. આવા અધ્યાપક પૂજાનાં કપડાં પહેરીને દેરાસરમાં પૂજા કરવા જાય તે કેટલાકને ગમતું નહીં, પરંતુ રમણભાઈને માતા-પિતા પાસેથી ધર્મના સંસ્કારો મળ્યા હતા. આથી સામાયિક અને સેવાપૂજા રોજ કરતા. અમદાવાદમાં મારે ત્યાં આવ્યા હોય ત્યારે પણ પૂજાનાં વસ્ત્રો પહેરીને નજીકના દેરાસરમાં પૂજા કરવા જતા. મુંબઈના વ્યસ્ત જીવનમાં શાંતિ મેળવવી મુશ્કેલ હોય, પરંતુ રમણભાઈ સામાયિકની ક્રિયા દરમ્યાન આવી શાંતિ મેળવી લેતા અને આ સામાયિક દરમ્યાન એમણે અનેક પુસ્તકોનું વાચન અને મનન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના “જ્ઞાનસાર' અને “અધ્યાત્મસાર' ગ્રંથનું ભાષાંતર અને ભાવાર્થ લખવાનું કાર્ય સાયલાના શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ દ્વારા સોંપવામાં આવ્યું. આ માટે રમણભાઈ ઘણીવાર દસ કે પંદર દિવસ સુધી સાયલા જઈને આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં ઉપલબ્ધ સગવડો વચ્ચે પોતાનું કાર્ય કરતા હતા. રમણભાઈનો નિયમ એવો કે સાયલાના આશ્રમમાં હોય, ત્યારે એણે સોંપલું જ કામ કરવું. બીજું કોઈ કામ અહીં ન થાય. સાયલાના આશ્રમના પ્રેરક શ્રી લાડકચંદભાઈ વોરા (પૂ. બાપુજી) અંમને કહે પણ ખરા કે અહીં રહીને તમે અન્ય કાર્ય કરો તો એમાં કશું ખોટું નથી. તમારું કાર્ય જનહિત કરનારું જ હોય છે. આમ છતાં રમણભાઈએ ક્યારેય આશ્રમમાં આશ્રમે સોંપ્યા સિવાયનું કામ નહીં કરવાનો પોતાનો દઢ નિશ્ચય જાળવી રાખ્યો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ‘જ્ઞાનસાર’ અને ‘અધ્યાત્મસાર' જેવા ગ્રંથોના ભાષાંતરની સાથોસાથ એના ભાવાર્થની વિસ્તૃત છણાવટ કરીને આ ગહન ગ્રંથો અધ્યાત્મરસિકો માટે સુલભ કરી આપ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 514