________________
સ૦ પુણ્યાનુબંધી પુણ્યની !
જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય ન હોય તે મોક્ષે ન જાય ને ? કે જાય ? રંકને દીક્ષા મળી, કઠિયારાને પણ દીક્ષા મળી. સ્કંધકાચાર્યના પાંચસો શિષ્ય ઘાણીમાં પિલાતા મોક્ષે ગયા, મેતારજમુનિ, બંધકમુનિ આ બધા પુણ્યાનુબંધી પુણ્ય વિના મોક્ષમાં ગયા ને ? સ૦ પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે એનો અર્થ એ કે - “એ હોય તો વાંધો નહિ.'
જે હોય તો ય ચાલે અને ન હોય તો ય ચાલે તેને કારણ ન કહેવાય, અન્યથાસિદ્ધ કહેવાય. જરૂર તો કારણની હોય. ઘડો બનાવવા માટે માટીની જરૂર પડે, વસ્ત્ર બનાવવા દોરાની જરૂર પડે. પણ ઘડાની માટી લાવવા માટે ગધેડો જોઇએ જ એવું નહિ, આપણે જાતે પણ લાવીને ઘડો કરી શકીએ. ગધેડાની અપેક્ષા રાખીને બેસે તેને ગધેડો ન હોય ત્યારે રોવાનો વખત આવે. પરપદાર્થની જરૂર પડે ત્યારે આપણે ગુલામીમાં જ હોઇશું. આપણે એવી ગુલામી નથી વહોરવી. ગધેડો હોય તો કામ કરાવી લઇએ પણ ગધેડો ન હોય તો માટી લઇ આવવાને બદલે ગધેડાની શોધમાં નીકળે તે કુંભાર ગધેડા જેવો કહેવાય ને ? સ૦ અષ્ટકપ્રકરણમાં પુણ્યાનુબંધી પુણ્યને કર્તવ્ય કહ્યું છે ને ?
તેનો અર્થ એ છે કે પુણ્યાનુબંધી પુણ્યના કારણભૂત સદનુષ્ઠાન કર્ત્તવ્ય છે. એનો અર્થ એ નથી કે પુણ્ય બાંધવા માટે ધર્મ કરવો. પંચવસ્તુમાં હરિભદ્રસૂરિ મહારાજે કહેલું છે કે સાધો: પુછ્યવન્ધો નેધ્યતે । સાધુભગવંત ગોચરી તમારા ઘરેથી જ લાવે છે. તમે પણ વહોરાવતી વખતે બીજાના ઘરની વહોરેલી વસ્તુ પાત્રમાં જુઓ છો છતાં વાપરતી વખતે તમારા દેખતા નહિ વાપરવાનું - એનું કારણ શું : એવો પ્રશ્ન ક્યારેય થયો હતો ? એના નિરાકરણમાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે ગૃહસ્થના દેખતાં ગોચરી વાપરે અને તે વખતે કોઇ દીન, કૃપણ અમારી પાસે યાચના કરે ત્યારે તેને ન આપીએ તો અમારા પરિણામ નિધ્વંસ થાય અને તેને આહાર આપીએ તો અનુકંપાદાનથી અમને પુછ્યબંધ થાય. એ પુણ્યાનુબંધી પુણ્યનો પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬
બંધ સાધુને ઇષ્ટ ન હોવાથી સાધુને એકાંતમાં આહાર કરવાનું જણાવ્યું છે. જેની ઇચ્છા ન કરાય તે કર્તવ્ય ન હોય ને ?
સ૦ શ્રાવકો માટે કર્ત્તવ્ય છે, તમે તો હેય કહો છો.
શ્રાવક તો દીક્ષાનો અર્થી હોય. દીક્ષા લેવા માટે તેને પુણ્યાનુબંધી પુણ્યની જરૂર હોય તો ખુશીથી માંગે. પણ તમને જો સુખ ભોગવવા માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઇતું હોય તો ઘસીને ના જ પાડવી પડે ને ? હેય એટલે છોડવાયોગ્ય. પુણ્યાનુબંધી પુણ્ય છોડવાયોગ્ય છે, ભોગવવાયોગ્ય નથી માટે હેય છે. દીક્ષા માટે જે પુણ્યાનુબંધી પુણ્ય જોઇએ છે, તે તો મળી ગયું છે, હવે કયું પુણ્ય જોઇએ છે ?! તમે પુણ્યશાળી છો માટે જ તો તમને શ્રાવક ન કહેતાં સુશ્રાવક કહીએ છીએ. કારણ કે શ્રાવક તો બજારમાં ય ફરતો હોય જ્યારે સુશ્રાવક તો લગભગ ઉપાશ્રયમાં જ હોય. જે જૈનેતર હોય, મનુષ્ય ન થયા હોય તેને માટે કર્ત્તવ્ય છે. જેને મનુષ્યજન્મ, જૈન ધર્મ, દેરાસર, સાધુસાધ્વીનો યોગ : આ બધું જ મળી ગયું હોય તેણે પુણ્યાનુબંધી પુણ્યની અપેક્ષા રાખવાની જરૂર નથી. મળ્યા પછી અપેક્ષા રાખવાની કે ઉપયોગ કરવાનો ? જે મળેલાનો ઉપયોગ ન કરે અને બીજું માંગ્યા કરે તેની માંગણીમાં પોલ છે - એવું માનવું પડે ને ? સ૦ પુણ્યાનુબંધી પુણ્ય તો કઠેડો છે ને ?
ન
કઠેડો ચડતાંને પકડવા કામ લાગે, પડતાંને ન બચાવે ને ? આવેલા ગુણો પણ જતા રહેતા હોય છે તો પુણ્યના અનુબંધ ટકી જ રહેશે એની ખાતરી ખરી ? પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી શાલિભદ્રજીને નવ્વાણું પેટી મળી, પણ દીક્ષા એ પુણ્ય છોડ્યું ત્યારે મળી. જે પુણ્યાનુબંધી પુણ્ય દીક્ષા લેવામાં અંતરાય કરે તે શું કામનું ?
સ૦ પુણ્યાનુબંધી પુણ્ય એની મેળે જતું રહે ને ?
એની મેળે નથી જતું એને કાઢવાનો પુરુષાર્થ કરવો પડે છે. ભગવાને પણ માતાપિતાના ગયા બાદ ભાઇને, પત્નીને સમજાવ્યા. બે વરસ સુધી જે જે ત્યાગ કર્યા તે પુણ્ય પૂરું થયું હતું માટે કર્યા કે પુણ્ય ભોગવ્યા વગર ખપે એવું હતું માટે તેને છોડવાનો પુરુષાર્થ કર્યો ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૭