________________
ગયો છું.” શ્રી આર્યરક્ષિતસૂરિજીએ સરળતાથી કબૂલાત કરી. આપણને તો કંટાળો હોવા છતાં, સમય નથી મળતો, ચઢતું નથી... આવાં બહાનાં કાઢીએ ને ? સરળ બનીએ તો માર્ગ નીકળે. શ્રી વજસ્વામીજીએ ઉપયોગ મૂકીને જોયું તો ખ્યાલ આવ્યો કે દશમું પૂર્વ આપીને જવાનું નથી, લઇને જ જવાનું છે. તેથી શ્રી આર્યરક્ષિતસૂરિજીને રજા આપી. શ્રી આર્યરક્ષિતસૂરિજીએ પોતાના કુટુંબને પ્રતિબોધ્યું. બધા પ્રતિબોધ પામ્યા. પરંતુ તેમના પિતા બ્રાહ્મણપણાના સંસ્કારને લઇને દીક્ષા માટે તૈયાર થતા ન હતા તેથી પિતાશ્રીને પૂછ્યું કે “તમે દીક્ષા માટે કેમ તૈયાર થતા નથી ?' ત્યારે તેમણે હકીકત જણાવી કે “અત્યાર સુધી માથે છત્ર રાખ્યું છે, કાનમાં યજ્ઞોપવીત પહેરેલી છે, પગમાં પાદુકા પહેરેલી છે. (ઈંડિલભૂમિએ પાણી વધુ જોઇએ, તરપણી નું ફાવે, કમંડલું જોઇએ) એના વગર મને નહિ ફાવે અને આ ચોળપટ્ટો કેટલો ઊંચો પહેરવાનો છે – સગાસંબંધી આગળ આમ ફરતા મને શરમ આવે છે. ત્યારે શ્રી આર્યરક્ષિતસૂરિજીએ તેમને એ બધું રાખવાની રજા આપી અને દીક્ષા આપી દીધી. છતાં આ બધું કઈ રીતે છોડાવવું તેની પેરવીમાં જ હતા. તેમણે નાના છોકરાઓને બોલાવીને કહ્યું કે તમારે બધાને વંદન કરવું, પણ આ સાધુને ન કરવું. મોટાને ન કહ્યું. કારણ કે મોટાઓ દલીલ કરે. જ્યારે નાનાઓ ચીંધ્યું કામ કરે. છોકરાઓએ કીધા પ્રમાણે કર્યું એટલે પિતામુનિએ સહેજ રોષથી પૂછ્યું કે “મને વંદન કેમ નથી કરતા ?” છોકરાઓએ શીખવ્યા પ્રમાણે કહ્યું કે ‘તમે માથે છત્ર રાખો છો, જનોઇ રાખો છો, પાદુકા કમંડલુ રાખો છો. એવાને વંદન ન થાય.” આથી તેમણે કમંડલુ, પાદુકા, છત્ર, જનોઇ વગેરે કાઢી નાંખ્યું. છતાં છોકરાઓ કહે છે કે “હજુ ચોળપટ્ટો નથી પહેર્યો, ધોતિયાવાળાને વંદન ન કરાય.' ત્યારે પિતામુનિએ કહ્યું કે “આ ધોતિયું તો નહિ નીકળે, વંદન કરવું હોય તો કરો, નહિ તો કંઇ નહિ.” શ્રી આર્યરક્ષિતસૂરિએ વિચાર્યું કે આટલું તો નીકળી ગયું, હવે ચોળપટ્ટો પહેરતા કરવાનું બાકી છે - એ માટે તક જતા હતા. એવામાં એક સાધુમહાત્મા કાળધર્મ પામ્યા. એ વખતે સાધુના દેહનો અગ્નિસંસ્કાર
કરાતો ન હતો. એક સાધુ તેમના દેહને લઇને જંગલમાં પરઠવી આવે. આથી શ્રી આર્યરક્ષિતસૂરિએ કહ્યું કે “આ સાધુને જે પરઠવા જશે તેને ઘણી નિર્જરા થશે.' આથી એક-બે સાધુ કહેવા લાગ્યા કે “મને લાભ આપો.' ત્યારે સૂરિજીએ કહ્યું કે “અમારા સંસારી સંબંધી છે, તેમને પણ નિર્જરાનો લાભ આપવો જોઇએ.’ આથી તેમના પિતામુનિએ તરત કહ્યું કે “મને લાભ આપો.' સૂરિજીએ કહ્યું કે “પરંતુ તેમને ઉપાડ્યા પછી ગમે તેવી આપત્તિ આવે તોય નીચે નહિ મુકાય.’ તેમણે કબૂલ કર્યું. માર્ગેથી ભરબજારમાંથી જતા હતા ત્યારે પૂર્વે શીખવ્યા પ્રમાણે છોકરાઓએ ધોતિયું ખેંચી નાંખ્યું. બે છોકરાઓ ચોળપટ્ટો લઇને પાછળ જ ચાલતા હતા તેમણે કહ્યું કે “તમે કહેતા હો તો આ પહેરાવીએ.” પેલા શું કરે ? છોકરાઓએ ચોળપટ્ટો પહેરાવ્યો અને ઉપર કંદોરો બાંધ્યો. ત્યારથી ચોળપટ્ટા ઉપર કંદોરો બાંધવાનું શરૂ થયું. પાછા વળ્યા બાદ સૂરિજીએ પૂછ્યું કે “ધોતિયું પહેરવું છે ?' ત્યારે તેમણે કહ્યું કે “જે થવાનું હતું તે થઇ ગયું. હવે આ ચોળપટ્ટો ભલે રહ્યો.’ રીતે પોતે જે છૂટ આપી હતી તે પાછી લઇને તેમને મૂળમાર્ગે લાવ્યા. આ મહાત્માએ જે રીતે અચેલપરીષહ પહેલાં ન જીત્યો, પણ પાછળથી જીત્યો તે રીતે સર્વ સાધુઓએ આ પરીષહ જીતવો જોઇએ. શ્રી આર્યરક્ષિતસૂરિજીના પિતામુનિ ગોચરી જતાં પણ લજજા પામતા હતા ત્યારે પણ એ રીતે કુનેહપૂર્વક તેમને ગોચરી લાવતા કર્યા હતા. મહાપુરુષોને મમત્વનો સંબંધ માર્ગગામી બનાવવામાં આડો ન આવે. તેમણે સંબંધને આગળ ન કરતાં સાધુપણાને આગળ કર્યું. તે તે જીવોને માર્ગમાં સ્થાપિત કરવા માટે મહાપુરુષો જે પ્રયત્ન કરે છે તેના ઉપરથી તેમની માર્ગ પ્રત્યેની પ્રીતિ તેમ જ આચરણા પ્રત્યેનો આદરભાવ જણાયા વિના ન રહે. સાધુપણામાં કામ કરવું પડે – એવો વિકલ્પ રાખવાની જરૂર નથી. કારણ કે સાધુપણાનાં દરેક કાર્યમાં નિર્જરા જ થાય. સ0 મોભો જોવો પડે ને ? આચાર્ય ગોચરીએ ન જાય ને ?
અમારે બીજો મોભો નથી જોવાનો, અમે આજ્ઞા મુજબ આરાધના કરીને નિર્જરા કરીએ એ જ અમારો મોભો, દુર્ભિક્ષનો કાળ હોય કે તેવા પ્રકારના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૭
૨૫૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર