________________
વ્યસન સેવવાની તેને રજા છે !! શાસ્ત્રકારો કહે છે કે સમકિતીને અલ્પ બંધ થાય છે તે તેના પરિણામ નિધ્વંસ ન હોવાના કારણે થાય છે. પરિણામે બંધ છે, એ પરિણામ જો નિષ્વસ હોય તો તીવ્ર બંધ થાય. પરિણામ નિધ્વંસ ન હોય તો જ અલ્પબંધ થાય છે. પ્રવૃત્તિ ગમે તે કરવાની રજા નથી. એ પ્રવૃત્તિ ટળે નહિ તોપણ પરિણામ કૂણા રાખવા છે - તે માટે આ બધું સમજવું છે.
સાધુને અતિનો સંભવ પૂરેપૂરો છે. એ વખતે અરતિની ફરિયાદ ન કરવી - એ અરતિને જીતવાનો ઉપાય છે. આ ગામમાં વાતાવરણ સારું છે, બીજા ગામમાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે, ગરમી પણ ઘણી છે... એમ સમજીને વિહાર માંડી ન વાળે તે જણાવવા ‘ગામાનુગામ વિહાર કરતા' એ વિશેષણ આપ્યું. ત્યાર બાદ વિહારનાં ગામોમાં પણ પોતાનાં સ્થાન બનાવી રાખ્યાં હોય તેને કોઇ અતિની સંભાવના ન હોય. તેથી સાધુભગવંતનું બીજું વિશેષણ ‘અણગાર’ આપ્યું છે કે સાધુ કોઇ ઘર રાખે નહિ તેમ જ જેમણે કોઇ પૈસા વગેરે દ્રવ્ય પાસે રાખ્યું ન હોય એવા સાધુને ચારિત્રમોહનીયના ઉદયથી દુઃખ અસહ્ય લાગે ને અતિ થાય તો તે અતિપરીષહને દીન બન્યા વિના સહેવો જોઇએ. જેની પાસે પૈસા હોય, ઘર હોય તેવાને મોટા ભાગે અરિત થવાનું કોઇ કારણ નથી, માટે આટલાં વિશેષણ આપ્યાં છે. દુ:ખની અતિ હોય તો દુઃખ વેઠવાનો અધ્યવસાય પેદા કરાવીને દૂર કરાવી શકાય. પણ જેને સંયમની જ અરિત હોય તેના માટે કોઇ ઉપાય નથી. તમને પણ આજે ધર્મ કરવો પડે છે - એની અતિ છે કે ધર્મ કરતી વખતે દુ:ખ ભોગવવું પડે છે એની અરિત છે ? ધર્મમાં અતિ હોય તો તેને દૂર કરી શકાય, ધર્મની અતિ કઇ રીતે દૂર કરી શકાય ? સાધુભગવંતને સંયમની અતિ નથી - એ જણાવવા માટે સાધુનાં આટલાં વિશેષણો આપીને જણાવ્યું કે સંયમનું પાલન તો તે સારામાં સારું કરે છે. પરંતુ એવો ય સાધુ જો કોઇ ચારિત્રમોહનીયના ઉદયથી દુ:ખ અકારું લાગવાથી આ અતિમાં પેસે તો તેણે તે પરીષહ જીતવો જોઇએ. અહીં ‘સાધુના હૈયામાં અતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૦
પેસે છે' એમ કહેવાના બદલે “અરિતમાં સાધુ પેસે છે’ - એ પ્રમાણે જણાવ્યું છે - એ વ્યવહારભાષા ઉપચારથી છે. જેમ જોડામાં પગ નાંખીએ છીએ છતાં ‘પગમાં જોડા પહેર્યાં' - એવું બોલાય છે, ટોપીમાં માથું નાંખવા છતાં ‘માથા ઉપર ટોપી પહેરી છે’ એમ કહેવાય છે તે જ રીતે સાધુના હૈયામાં અતિ ઉત્પન્ન થતી હોવા છતાં ‘સાધુ અરતિમાં પ્રવેશે તો...' આ પ્રમાણે જણાવ્યું. અહીં પરીષહને સહે' એમ ન કહેતાં તિતિણે કહ્યું છે. તેનું કારણ એ છે કે સહન કરવું અને તિતિક્ષાપૂર્વક સહન કરવું : એ બેમાં ફરક છે. કોઇ પણ જાતની દીનતા ધારણ કર્યા વિના સહેવું તેને તિતિક્ષા કહેવાય છે. આ અતિને જીતવાનો ઉપાય જણાવતાં કહે છે કે અરિતને પીઠ પાછળ કરવી. શાસ્ત્રકારોએ દુઃખને પાછળ કરવાની વાત નથી કરી. દુઃખના કારણે સાધુપણામાં ખામી નથી આવતી, દુઃખમાં અરિત થાય - તેના કારણે સાધુપણામાં ખામી આવે છે. જે આગળ આવતું હોય તેને પાછળ કરી નાંખીએ એટલે તેની નડતર દૂર થઇ જાય. આ અતિને કોણ પીઠ પાછળ કરી શકે તે માટે જણાવે છે કે જે પાપથી વિરામ પામે, આત્માની રક્ષા કરે, ધર્મમાં જ આરામ કરનારા હોય અર્થાર્ રમનારા હોય, આરંભનો પરિત્યાગ કરનારા હોય અને કષાયથી ઉપશાંત હોય તે જ અતિને પાછળ કરીને સાધુપણામાં વિચરી શકે છે. અરતિને આગળ કરનારા સાવઘયોગનો આરંભ કરનારા બને છે, આત્માની રક્ષા કરી શકતા નથી, સંસારમાં રમનારા બને છે, કષાયને આધીન થઇને આર્ત્તધ્યાન કરવા દ્વારા દુર્ગતિનાં ભાજન બને છે.
આચારનું વર્ણન કર્યા પછી પરીષહ અધ્યયન શરૂ કર્યું છે. તેનું કારણ એ છે કે આ જગતમાં જે કાંઇ દુઃખ આવે છે તે ભોગવવાની તૈયારી ન હોય તો મહાવ્રતોનું પાલન કોઇ પણ રીતે શક્ય નથી. નિરવદ્ય એવા પણ સાધુપણાનું નિરતિચારપણે પાલન કરવું હોય તો તેના માટે આ સિવાય બીજો એકે ઉપાય નથી. સાધુભગવંતો વર્તમાનમાં પાપ કરતા નથી પરંતુ ભૂતકાળના પાપના ઉદયે સાધુપણામાં દુઃખ આવે તો તે સહન કર્યા વિના ચાલે એવું નથી. ધર્મ કરવાના કારણે દુ:ખ નથી આવતું, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૧