Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 197
________________ સ0 અમને એ કેમ સમજાતું નથી ? તમારે સમજવું નથી માટે. પાંચમે પરિગ્રહ પાપ એ બીજાનો ને? આપણે ત્યાં લક્ષ્મી તો પુણ્યના ઉદયથી આવે ને ? પરિગ્રહ પુણ્યથી મળે કે પાપથી ? પરિગ્રહ પાપ છે – એ સમજવાનું બાકી છે. અહીં જણાવે છે કે ગંગા નદીના કિનારા પર બે સગા ભાઇઓ રહેતા હતા. તેમણે એક ગુરુભગવંતની પાસે ધર્મ સાંભળ્યો તેથી સંવેગની પ્રાપ્તિ થઇ અને તેમણે દીક્ષા લીધી. ધર્મ સાંભળવાનું ફળ શું ? માત્ર જ્ઞાન મેળવવું તે કે સંવેગ-મોક્ષાભિલાષ પ્રગટે અને દીક્ષા મળે – એ ? આ બંન્નેએ દીક્ષા લીધી તેમાંથી નાનો ભાઇ બહુશ્રુત થયો. ક્ષયોપશમ સારો હોવાથી તે અલ્પકાળમાં ભણીને જ્ઞાની થયો અને આચાર્યપદને ધરનારો પણ થયો. એ વખતનો કાળ સારો હતો કે કોઇએ વાંધો ન ઉઠાવ્યો કે મોટા ભાઇને મૂકીને નાના ભાઇને પદવી કેમ આપી ? લોકો માનતા હતા કે યોગ્યને પદવી અપાય એ જ બરાબર છે. આ આચાર્ય થયા એટલે લોકો તેને શાસ્ત્રાર્થ પૂછવા આવવા લાગ્યા. રાત્રે પણ શાંતિથી સૂવા નથી મળતું. જ્યારે મોટો ભાઇ મજેથી ખાઈ-પીને સૂવાનું કામ કરે છે. એને જોઇને નાના ભાઇને વિચાર આવે છે કે મોટા ભાઇ કેવા સુખી છે, કોઇ ચિંતા નથી. હું ભયો તેથી મારે આ તકલીફ છે કે શાંતિથી સૂવા પણ પામતો નથી. સુખનું અર્થીપણું ખૂબ જ ભયંકર છે, ભલભલા જ્ઞાનીને પણ પછાડે – એવું છે. જ્ઞાનીને આરામ કરવાનું મન થાય તો જ્ઞાનનું અર્થીપણું નાશ પામવા માંડે. આ બાજુ આ આચાર્ય વિચારે છે કે અજ્ઞાનીપણામાં આઠ ગુણો છે : (૧) નિશ્ચિતતા – ચિંતા વિનાનું જીવન. (૨) ઘણું ભોજન કરવા મળે. (૩) નિર્લજજતા - લજજા વિનાનું મન. (૪) રાત-દિવસ ઊંઘવા મળે. (૫) કાર્યાકાર્યની વિચારણામાં મંદતા ને બધિરતા. શું કરવા જેવું છે કે કરવાજેવું નથી તે માટે બુદ્ધિ ન હોય એટલે કોઇ કશું કહે જ નહિ – એ એક મોટું સુખ. (૬) માન-અપમાનમાં સમભાવ, (૭) રોગરહિત શરીર મળે. કારણ કે કોઇ જાતની ચિંતા નહિ. અને મોટા ભાગના રોગો ચિંતામાંથી જન્મે છે. (૮) પુષ્ટ શરીર. આ રીતે અજ્ઞાનમાં ૩૮૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સુખ છે - આવી ખરાબ વિચારણાના કારણે ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામી દેવલોકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને એક ગોવાળને ત્યાં જન્મ્યા કે જયાં કુદરતી જ મંદ બુદ્ધિ મળે. ગોવાળ એટલે ભરવાડ, જેનું શરીર પુષ્ટ હોય અને અક્કલ બિલકુલ ન હોય. આ ગોવાળ એક ગોવાળણી સાથે પરણ્યો. તેને એક રૂપવતી દીકરી જન્મી. આ દીકરી મોટી થઇ એટલે ગાડું હાંકવાનું કામ કરતી. તેના પિતા ગાડામાં દૂધ-દહીં લઇને જતા. તે વખતે બીજા ગોવાળો ગાડું લઇને પાછળ ચાલતા હોવા છતાં પેલી કન્યાનું રૂપ જોવા માટે ગાડું ઓળંગીને આગળ લઇ જવા માટે મહેનત કરવા લાગ્યા તેથી તેમનાં ગાડાં ઉન્માર્ગે જવાથી ભાંગી ગયાં. આથી લોકોએ એ કન્યાનું નામ અશકટા પાડ્યું. શકટ એટલે ગાડું. જેણીના કારણે ગોવાળો શકટ વગરના થયા તેને અશકટા કહેવા લાગ્યા અને તેણીના પિતાની ‘અશકટપિતા' કહીને મશ્કરી કરવા લાગ્યા. આ મશ્કરીથી વૈરાગ્ય પામીને તે ગોવાળે દીકરીને યોગ્ય સાથે પરણાવીને દીક્ષા અંગીકાર કરી, ભૂતકાળમાં સાધુપણું પાળ્યું હતું તો ભવાંતરમાં પાછું મળ્યું ને ? દીક્ષા લઇને ભણવા લાગ્યા અને આ ઉત્તરાધ્યયનસૂત્રના ત્રણ અધ્યયન સુધી ભણ્યા. ગોવાળનો દીકરો પણ સાધુ થઇને ભણે ને ? બીજી વાર બોલું ? સ0 ના. એટલે આપને એમ કહેવું છે કે વાણિયાના દીકરા ભણતા નથી. ભણતા તો નથી અને ભણવાનું મન પણ નથી ને ? ભણ્યા વિના સાધુપણું પાળી શકાવાનું નથી. આ સાધુએ ચોથા અધ્યયનની શરૂઆત કરી. પહેલું આયંબિલ કરીને ઉદ્દેશની ક્રિયા કરી. બીજા આયંબિલથી સમુદ્રદેશની ક્રિયા કરી પણ તેમાં અધ્યયનની ગાથા કંઠસ્થ કરીને પછી આગળની ક્રિયા કરવાની હતી. પરંતુ તેમને એ ગાથા કંઠસ્થ થઇ જ નહિ. ગુરુએ કહ્યું કે આપણે આગળની ક્રિયા કરીએ ત્યારે તે સાધુએ મૂળ વિધિ પૂયો. તો ગુરુએ કહ્યું કે જ્યાં સુધી આ ગાથાઓ કંઠસ્થ ન થાય ત્યાં સુધી આયંબિલ ચાલુ રાખવાં પડે. આથી તે સાધુભગવંતે બાર વરસ સુધી આયંબિલ ચાલુ રાખ્યાં અને ન આવડવા છતાં ગોખતા રહ્યા. બાર વર્ષના અંતે શ્રુતજ્ઞાનાવરણીયની સાથે કેવળજ્ઞાનાવરણીય કર્મ પણ તૂટી ગયું અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૮૭

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222