________________
વખત આવે એ જેમ દુર્લભ છે તેમ એક વાર મનુષ્યપણું મળ્યા પછી તે બીજી વાર મળવું દુર્લભ છે.
જેને પોતાના જન્મની કિંમત સમજાઇ નથી તેને ધર્મની કિંમત સમજાય એ વાતમાં માલ નથી. આ સંસારમાં એકેન્દ્રિયાદિ ગતિમાં જીવ અનેક વાર રખડતો જ આવ્યો છે. વિકલેન્દ્રિયમાં પણ પરિભ્રમણ કરીને પંચેન્દ્રિયમાં આપણે ગયા. ત્યાં અનેક વાર અસુરકુમારાદિ દેવલોકમાં પણ ગયા. ત્યાંથી પાછા તિર્યંચમાં આવ્યા. નાના નાના કીડા થયા, તિર્યચપંચેન્દ્રિય થઇને પાછા નરકમાં ગયા. આ રીતે પરિભ્રમણ કરતાં મનુષ્યપણું તો માંડ માંડ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારો કહે છે કે આપણે મનુષ્યપણો કરતાં પણ દેવગતિમાં વધારે જઇ આવ્યા છીએ. આમ છતાં આપણને મનુષ્યજન્મ કરતાં દેવલોકનો જન્મ કીમતી-દુર્લભ લાગે છે ને ? આપણને આપણી જાતનું જ ભાન નથી – એમ કહેવું પડે ને ? કોઇ માણસને જોઇને આનંદ થાય કે કોઇ દેવને જોઇને આનંદ થાય ? એક વાર અમે પાલિતાણા મહારાષ્ટ્ર ભુવનમાં ચાતુર્માસ માટે રહેલા. એક બહેને તપ કરેલો ને તેમને ત્યાં વાસક્ષેપ કર્યો હતો. તેથી આખું પાલિતાણા ત્યાં ઉમટ્યું હતું. એક ભાઇએ આવીને મારા ગુરુમહારાજને કહ્યું કે ચાલો વાસક્ષેપ ઝર્યો છે તે જોવા જઇએ. ત્યારે મારા ગુરુમહારાજે કહ્યું કે એ તો દેવનો ચોથા ગુણઠાણાનો વાસક્ષેપ છે, જ્યારે મારી પાસે તો ગણધરભગવંતોનો સાતમાં ગુણઠાણાનો વાસક્ષેપ છે - તને જોઇએ તો આપું. છતાં કોઇ ગણધરભગવંતનો વાસક્ષેપ લેવા ન આવ્યું, દેવતાનો વાસક્ષેપ લેવા દોડાદોડ કરી. આવાને મનુષ્યજન્મની દુર્લભતા સમજાઈ નથી ને ? આપણને જે વસ્તુની કિંમત સમજાય તેને આપણે કેવી રીતે સાચવીએ ? ભારેમાંની પેન મળી હોય, કીમતી જોડા હોય તો કોઇ લઇ ન જાય, તૂટી-ફૂટી ન જાય તેની કાળજી રાખીએ ને ? એટલી પણ કિંમત આપણને આપણા મનુષ્યજન્મની નથી ને ? દેવલોકના જન્મ કરતાં પણ આ મનુષ્યપણું જ દુર્લભ છે. કારણ કે દેવલોકમાં સુખ મળશે પણ મોક્ષ તો નહિ જ મળે. મનુષ્યપણામાં કદાચ સુખ નહિ મળે, ઓછું મળશે ४०६
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
પણ મોક્ષ મળે એમ છે. આપણે ભોજનના દૃષ્ટાંતથી મનુષ્યજન્મની દુર્લભતા જોઇ. તેમાં બ્રહ્મદત્તચક્રવર્તીની વાત વિચારી હતી. દીર્ઘ રાજા તેને મારી નાંખવા તૈયાર થયા હતા. કારણ કે તેને રાજય ન મળે અને પોતાને મળે – એવી ઇચ્છા હતી. પોતાના સગાને પણ સુખ ભોગવવા ન દે એવા આપણા સગા હોય ને ? બ્રહ્મદત્તચક્રવર્તી એટલે ભાગતા ફરતા હતા. પોતાના પ્રાણની રક્ષા માટે છુપાઇને ફરતા હતા. તેમાં એકવાર તે ભૂખ્યા-તરસ્યા થયેલા ત્યારે એક બ્રાહ્મણે તેમને જમાડયા. તે વખતે ચક્રવર્તીએ કહેલું કે - જ્યારે ‘બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા' એવું સાંભળવા મળે ત્યારે મારી પાસે આવજે. સ0 ચક્રવર્તીને રસ્તે રખડવું પડે ?
સંસારનું સુખ પણ દુઃખ ભોગવ્યા વિના મળતું નથી, તો મોક્ષનું ક્યાંથી મળે ? આ સંસારનું એકે સુખ પાપ કર્યા વિના, બીજાને દુઃખ આપ્યા વિના ભોગવાતું નથી. આપણું પુણ્ય પાપના પડછાયાથી ઘેરાયેલું છે ને ? અઢાર પ્રકારનાં પાપ ભેગાં થાય ત્યારે માંડ માંડ એક પુણ્યપ્રકૃતિ ભોગવવા મળે છે. આવા પુણ્યમાં રાચવા જેવું કાંઇ છે ? આપણે તો એ વિચારવું છે કે બ્રહ્મદત્ત રસ્તે રખડતા હતા ત્યારે તેમને કોઇ જમાડનાર મળી ગયો. આપણે આ રીતે જમાડીએ ખરા ? સ0 દુ:ખીને જોઇને દયા તો આવે છે.
આ દયા પણ પાપના ભયથી નથી, સુખની લાલચથી છે. આપણે દયા પાળીએ તો નીરોગી શરીર મળે, સુખી થઈએ, માટે દયા પાળવી છે ને ? ત્યારે શાસ્ત્રકારો કહે છે કે કોઈને દુઃખ આપીએ તો પાપ બંધાય અને તેથી સંસારમાં રખડવું પડે છે – માટે દયા પાળવી છે. તમારી દયા બીજાને બચાવવા પૂરતી છે. જ્યારે શાસ્ત્રકારોએ કોઇને દુ:ખે ન આપવું, મારવું નહિ તેને દયા કહી છે. જીવદયા અને અભયદાનમાં ફરક છે ને ? કોઇનું દુઃખ દૂર કરવું તે જીવદયા છે અને કોઈને દુ:ખ ન આપવું એ અભયદાન છે. બ્રહ્મદત્તે તો પોતાના ઉપકારનો બદલો ચક્રવર્તી થઇને વાળ્યો પણ ખરો. આપણે આપણા મા-બાપના ભાઇના ઉપકારને માનીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૭