Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 208
________________ છીએ ખરા ? મા-બાપના ઉપકારને યાદ કરીને તેમને દુ:ખ નથી આપવું, ભાઇના ઉપકારને યાદ કરીને ભાઇ પાસે ભાગ નથી માંગવો – એટલું નક્કી કરવું છે ? પેલા બ્રાહ્મણે નિષ્ફશ્યક હોવાથી પત્નીની સલાહથી ભોજનનો વારો બાંધી આપવાનું અને એક એક સોનામહોર દાનમાં આપવાનું કહ્યું – અહીં જેમ ચક્રવર્તીના ઘરે જમ્યા પછી ફરી પાછા તે ઘરે જમવાનું દુર્લભ છે, તેમ મનુષ્યપણું દુર્લભ છે. એ જ રીતે ચૂર્ણનું દૃષ્ટાંત જણાવ્યું છે. કોઇ દેવ પોતાની શક્તિનો ક્યાસ કાઢવા માટે માણક્યના સ્તંભના ચૂરેચૂરા કરીને મેરુપર્વત ઉપર જઇને એક નળીમાં તેનું ચૂર્ણ ભરી જોરથી ફૂંક મારે ને તેના કણ કણ ચારે દિશામાં ફેલાઇ જાય. હવે એ ચૂર્ણમાંથી ફરી સ્તંભ બનાવવાનું જે રીતે દુર્લભ છે તે રીતે મનુષ્યજન્મ ફરી મળવો દુર્લભ છે. જે મનુષ્યજન્મથી મોક્ષ મેળવવાનો હતો એ મનુષ્યજન્મથી આપણે દેવલોક પામીએ એ સારું કર્યું કહેવાય કે ખોટું કર્યું કહેવાય ? અહીં જણાવે છે કે દેવ-નરક-તિર્યંચ ગતિમાં ઘણું પરિભ્રમણ કર્યા પછી જીવ થોડી શુદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે તે માંડ માંડ મનુષ્યપણામાં આવે છે. આ મનુષ્યપણામાં આવ્યા પછી ક્ષમાપૂર્વકના અહિંસાધર્મની શ્રુતિશ્રવણ અત્યંત દુર્લભ છે. અહિંસાધર્મનું વિશેષણ આપ્યું છે કે ક્ષમાપૂર્વકનો અહિંસા ધર્મ એ જ ખરો ધર્મ છે. આપણી પાસે પ્રતિકારની શક્તિ ન હોય તો આપણે હિંસા ન કરીએ અને અહિંસા પાળીએ જ છીએ, એ ધર્મની કોટિમાં ન આવે. આપણી પાસે શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરીએ, દુ:ખ સહન કરી લઇએ પરંતુ બીજાને દુ:ખ ન જ આપીએ એ જ ક્ષમાપૂર્વકનો અહિંસાધર્મ છે. આવા ધર્મનું શ્રવણ દુર્લભ છે, કારણ કે લોકો સુખશીલ છે અને દુઃખભીરુ છે અને તેથી જે ધર્મમાં દુઃખ દૂર કરવાની વાત આવે અને સુખે સુખે ધર્મ કરવાની વાત આવે – એવા બૌદ્ધાદિ ધર્મને સાંભળીને એમાં જ રુચિ થાય. કુતીર્થિકોના ધર્મને સાંભળવાનું વારંવાર બને પણ તારક એવા અહિંસાધર્મનું શ્રવણ અતિદુર્લભ છે. આજે આપણે ત્યાં પણ લોકોને ગમે એવો ધર્મ સંભળાવનારો વર્ગ વધ્યો છે. સાધુપણામાં ધર્મ છે, એ જણાવવાના બદલે ગૃહસ્થપણામાં રહીને પણ ધર્મ કરી શકાય છે – એવું સમજાવનારા મહાત્માઓ મળી આવે છે. તેઓ માત્ર ધર્મ કરનારાની સંખ્યા વધે – એવા આશયવાળા છે, ધર્મનું ફળ પામે છે કે નહિ – તેની તરફ નજર જ કરતા નથી. આ રીતે માત્ર સંખ્યા વધારવાના આશયથી ધર્મની દેશના આપનારાનો ભેટો થાય તો સાધુધર્મનું શ્રવણ દુર્લભ જ માનવું પડે ને ? ધર્મના શ્રવણ પછી “મારે આ ધર્મ કરવો જોઇએ' - એવી જે રુચિ પ્રગટે તેને શ્રદ્ધા કહેવાય છે. આ શ્રદ્ધાની દુર્લભતા આગળની ગાથાથી વર્ણવી છે. ધર્મની આરાધના કયા આલંબનથી કરવાની છે તે જણાવવા માટે આ ત્રીજું અધ્યયન છે. આપણને મળેલી સામગ્રીનો ઉપયોગ એકમાત્ર ધર્મ આરાધવા માટે જ કરવાનો છે – એવું સમજાયું નથી માટે આપણે એ સામગ્રી વેડફી રહ્યા છીએ. મનુષ્યપણાની દુર્લભતા દશ દૃષ્ટાંતે જણાવી છે. આપણે એક દૃષ્ટાંતથી પણ દુર્લભતા સમજી લઇએ તો બીજું દૃષ્ટાંત વિચારવાનો વખત ન આવે. મનુષ્યજન્મ દુર્લભ હોવા છતાં તે મળ્યા પછી ધર્મનું શ્રવણ દુર્લભ છે અને કદાચ ધર્મ સાંભળવા મળી જાય તો શ્રદ્ધા થવાનું અતિ દુર્લભ છે. કારણ કે આપણું મિથ્યાત્વ જોર કરે ત્યાં સુધી ભગવાનની વાતને સાચી માનવાનું શક્ય જ નથી. બધા ભગવાનના નામે વાત કરે એટલે એ વાત સાચી ન બની જાય. આવા વખતે સાચું સમજવા માટે ભણવું પડે. ભણ્યા વિના આપણને જે બરાબર લાગે તે સાચું અને આપણી વાતમાં હા પાડે તે આપણા ગુરુ : ખરું ને ? કે જે ભગવાનની વાત સમજાવે તે આપણા ગુરુ ? ધર્મનું શ્રવણ કર્યા પછી પણ જિજ્ઞાસાભાવે સમજવાનો પ્રયત્ન કરીએ જ નહિ તો મિથ્યાત્વ ખસે ક્યાંથી ? આ તો એકાદ વાર પ્રશ્ન પૂછુયા પછી કદાચ જ્ઞાની ગુરુ અકળાઇને જવાબ આપે તો બીજી વાર પૂછવાનું માંડી વાળે ! તમે ઘરમાં તમારી અનુકૂળતા સાચવનારનો ગુસ્સો ખમો છો ને ? બજારમાં પૈસા આપનારનો પણ ગુસ્સો ખમો છો ને ? તો જ્ઞાન આપનારનો ગુસ્સો ન ખમાય ? પૈસાની કે અનુકૂળતાની જેટલી જરૂર છે એટલી જ્ઞાનની નથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૦૯ ૪૦૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222