Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 210
________________ શિષ્યોને પોતાનો સંથારો જલદીથી કરવા કહ્યું. શિષ્યોએ તરત સંથારો કરવા લીધો. માત્ર ઉત્તરપટ્ટો પાથરવાનો બાકી હતો, પાથરવા લીધો જ હતો એટલામાં માંદગીથી અકળાયેલા જમાલિએ પૂછ્યું કે ‘સંથારો થઇ ગયો ?” શિષ્યોએ સંથારો પથરાવા જ આવ્યો હતો તેથી કહ્યું કે પથરાઇ ગયો છે. એટલે જમાલિ તરત સૂવા માટે આવ્યા, પરંતુ ઉત્તરપટ્ટો પથરાતો હોવાથી તેમને બે-પાંચ ક્ષણ માટે ઊભા રહેવું પડ્યું. ત્યારે તેમણે વિચાર્યું કે - ભગવાન મહાવીરનો વિમા તમ્ (ા માને - જે કરાઇ રહ્યું છે તે કરેલું કહેવાય છે) આ ન્યાય ખોટો છે. તખેવ તમ્ (જે કરેલું છે તે જ કર્યું કહેવાય) આ ન્યાય સાચો છે. આ પ્રમાણે વિચારીને જયારે માંદગીમાંથી સાજા થયા ત્યારે તેમણે પોતાનો મત લોકોને સમજાવવાનું શરૂ કર્યું. લોકોને પણ નવી વાત સાંભળવા મળે તો રસ પડે ને ? તેથી તેનો અનુયાયીવર્ગ પણ વધવા માંડ્યો. તેની પત્ની - સાધ્વી પ્રિયદર્શના પણ તેમના મતમાં પોતાની હજાર સાધ્વી સાથે ભળી. પિતા સર્વજ્ઞ હોવા છતાં તેમના મતને છોડીને પતિના મતમાં ગઇ.. સ0 જે કરેલું હોય તે જ કર્યું કહેવાય ને ? તમે વળી જમાલિના વંશજ ક્યાંથી બની ગયા ? કોઇ માણસને ઉપરથી પડતો જુઓ તો ‘પડી રહ્યો છે' એમ બોલો કે “પડ્યો’ કહો ? કોઇ અહીંથી ભાવનગર થઇ પાલિતાણા જવા નીકળ્યું હોય, હજુ એરપોર્ટ સુધી પહોંચ્યું પણ ન હોય અને કોઇ પૂછે કે ભાઇ ક્યાં ગયા ? તો શું કહો ? ‘પાલિતાણા ગયા” એમ કહો કે “પાલિતાણા જઇ રહ્યા છે” એમ કહો ? જમાલિના મતે તો પાલિતાણા પહોંચ્યા પછી જ ‘પાલિતાણા ગયા'નો પ્રયોગ થાય. તેથી વ્યવહારમાં જે બોલાય છે તેનો અમલાપ ન કરવો. ભગવાનનો સિદ્ધાંત તો સર્વ દોષથી રહિત છે – એમાં શંકાને અવકાશ જ નથી. આપણને ન સમજાય તો સમજવા પ્રયત્ન કરવો પરંતુ ભગવાનની વાત ખોટી છે - એવું તો ભૂલેચૂકે ન માનવું, ન બોલવું. ધર્મ કરતી વખતે કોઇ પણ જાતનું કષ્ટ આવી જાય તો તે વખતે આપણાં કમોંના એ ઉદયને શાંતિથી વેઠી લઇને કર્મ દૂર કરવાને બદલે ૪૧૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આપણે ધર્મને દૂર કરવા મહેનત કરતા હોઈએ તો તેમાં આપણી શ્રદ્ધાનો અભાવ જ કામ કરે છે. જેની શ્રદ્ધા હોય તેનું આચરણ કરતાં જો કોઇ અટકાવતું હોય તો તે દુ:ખનો કાલ્પનિક ભય જ છે. ખુદ ભગવાનના હાથે જેમણે દીક્ષા લીધી છે તેમને પણ એક દુ:ખ અસહ્ય લાગવાથી ભગવાનનો સિદ્ધાંત ખોટો લાગી જતો હોય તો શ્રદ્ધાને ટકાવવાનું કામ કેટલું કપરું છે - એ સમજી શકાય છે. દુઃખ ભોગવીને ધર્મ કરવાની તૈયારી હોય તે જ સાધુપણા સુધી પહોંચી શકે છે. આજે આપણે જેટલું સમજ્યા છીએ એટલું માનીએ છીએ ખરા ? મોક્ષને આપણે જોયો નથી તેથી તેની પ્રત્યે શ્રદ્ધા ન જાગતી હોય તો તે માની લઇએ પણ સંસાર તો નજરે દેખાય છે ને ? જાતે અનુભવાય છે ને ? તો એ સંસારનો અંત લાવવાનો વિચાર તો આવવો જ જોઇએ ને ? આપણી દશા અત્યારે એવી છે કે આપણે જેટલું જાણીએ છીએ એટલું માનતા નથી અને જેટલું માનીએ છીએ એટલું કરતા નથી. આપણે મોક્ષમાર્ગે ચાલવાની શરૂઆત કરીએ તો મિથ્યાત્વાદિ દોષો અવરોધ કરવાના જ. તેવા વખતે શ્રદ્ધાને ટકાવી લેવી જરૂરી છે. દુ:ખ ન ભોગવવાની અને સુખ ભોગવવાની વૃત્તિ આપણી શ્રદ્ધાનું દેવાળું કાઢવાનું કામ કરે છે. આથી શ્રદ્ધાને ટકાવવા માટે પણ સુખ ઉપરથી નજર ખસેડ્યા વિના અને દુઃખની સહનશીલતા કેળવ્યા વિના નહિ ચાલે. આથી જ નિશ્ચયનયની શ્રદ્ધા સાતમા ગુણઠાણે બતાવેલી છે. કારણ કે જેટલું જાણીએ તેટલું માનીએ અને માનીએ એટલું આચરીએ એ જ સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા પામવાનું સાધન પણ જ્ઞાન છે. અને શ્રદ્ધાને ટકાવનારું પણ જ્ઞાન છે. ભગવાને આપણે આ અનંતદુ:ખમય સંસારમાં રખડી ન પડીએ તે માટે સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાનું કામ કર્યું છે. ભગવાને જે સંસારની ભયંકરતા સમજાવી તેને જણાવવા ગણધરભગવંતોએ શાસ્ત્રોની રચના કરેલી. આ શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો શ્રદ્ધા પ્રગટે. પ્રગટેલી એ શ્રદ્ધા જ સાધુપણા સુધી પહોંચાડે છે અને સાધુપણામાં પંદર કલાક સ્વાધ્યાય કરવાનું જણાવ્યું છે. તેનું કારણ એ છે કે શાસ્ત્રના અભ્યાસથી સંસારની ભયંકરતાનું જ્ઞાન ટકી રહે અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૧૩

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222