________________
જેને સુખ મળ્યું નથી કે મળવાની શક્યતા નથી તેવાઓ ધર્મ કરે તો બરાબર, પરંતુ જેને પ્રબળ પુણ્યના ઉદયે સુખ મળી ગયું હોય તેઓ સુખ છોડીને ધર્મ શા માટે કરે ?’ આવી શિષ્યની શંકાના નિરાકરણમાં પરીષહનાં દુ:ખો ભોગવવા માટેનું આલંબન આ અધ્યયનમાં જણાવ્યું છે. આ સંસારમાં અમુક વસ્તુઓ એવી દુર્લભ છે કે જે વારંવાર મળતી નથી, તેથી તેને સાધવા માટે સ્વાધીન સુખો છોડીને પરીષહનાં દુઃખો વેઠવાનો ઉપદેશ આપ્યો છે. આમે ય પુણ્યથી મળેલાં સુખનો ત્યાગ કરીને તમે અર્થકામને ભેગા કરવા મહેનત કરો જ છો ને ? સુખ મળી ગયા પછી પણ લોકો ભવિષ્યના સુખનાં સાધનો ભેગાં કરવા માટે સુખ છોડવાનું અને દુ:ખ ભોગવવાનું કામ કરતા જ હોય છે. તેથી સુખ મળ્યા પછી બધા ભોગવે જ છે – એવું નથી, ઉપરથી એનો ભોગવટો છોડીને સુખનાં સાધનો ભેગા કરવામાં જ જિંદગી વિતાવે છે. સુખનાં સાધનો ભેગાં કરવા માટે જેમ પ્રમાદનો ત્યાગ કરાય છે તેમ મોક્ષનાં સાધન ભેગાં કરવા માટે સુખનો – પ્રમાદનો ત્યાગ કરી શકાય ને ? આથી અહીં મોક્ષનાં અંગોની દુર્લભતા વર્ણવી છે. તેમાં આપણે મનુષ્યપણાની દુર્લભતા જોઇ ગયા. સૂક્ષ્મનિગોદમાંથી બાદરમાં આવ્યા. ત્યાંથી પણ પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરમાં ફરી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં ગયા. ત્યાંથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ગયા અને પછી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં આવ્યા, ત્યાંથી નરકાદિમાં જઇને માંડ માંડ મનુષ્યજન્મમાં આવ્યા. હવે ફરી પાછું આ મનુષ્યપણું મળે એવી ખાતરી નથી. તેથી આપણી યોગ્યતાને કામે લગાડવી છે. આજે
સાધુસાધ્વીને પણ પોતાના મનુષ્યપણાની કિંમત નથી. આ સાધુપણું પણ જે મળ્યું છે તે આ મનુષ્યપણાના પ્રભાવે મળ્યું છે. આમ છતાં ગાંડાની જેમ વર્ત્યા કરીએ તે ચાલે ? જીવો અનન્તા, તેમાં દેવો તથા નારકો અસંખ્યાતા અને મનુષ્યો તો માત્ર સંખ્યાતા જ છે. તેમાં ય મનુષ્યના એકસો એક ભેદમાંથી માત્ર પંદર જ કર્મભૂમિમાં ધર્મ મળે. તેમાં પણ અનાર્યકુળમાં જૈનધર્મ ન મળે. આર્યકુળમાં પણ બધાને જૈન ધર્મ નથી મળતો. આજે એટલું નક્કી કરી લો કે મનુષ્યપણું દુર્લભ છે માટે કાલે જ દીક્ષા લેવી
૪૦૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
છે. મનુષ્યપણું ન હોય તો મોક્ષ ન મળે. મનુષ્યપણું મળ્યા પછી જિનવાણીનું શ્રવણ ન મળે તોય મોક્ષ ન મળે. જિનવાણીનું શ્રવણ કર્યા પછી ધર્મ પ્રત્યે, ચારિત્ર ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન જાગે તો ય મોક્ષ ન મળે અને આ શ્રદ્ધા જાગ્યા પછી પણ જો સંયમમાં વીર્ય ન ફોરવે તોપણ મોક્ષ ન જ મળે. માટે આ ચાર મોક્ષનાં અંગ છે : એમ જણાવ્યું. જો મનુષ્યપણું સંયમ માટે જ મળ્યું છે તો હવે આ સુખ પાછળ દોડાદોડ કરવી નથી, સાધુ થઇ જવું છે. જે દુર્લભ સામગ્રી મળી છે, તેનો વેડફાટ કરીને નથી જવું.
સ૦ મોક્ષના, આત્માના અનુભવ વિના લક્ષ્ય નથી બંધાતું.
મોક્ષનો અનુભવ છે તો ખરો, પણ તમારે જોઇતો નથી. સાચું કહો, તમે ઇચ્છાના કારણે સુખી છો કે ઇચ્છા ન હોય ત્યારે સુખી હો છો ? જ્યાં સુધી ઇચ્છા પડી હશે ત્યાં સુધી દુ:ખ છે. ઇચ્છા મૂકી દઇએ તો જે સુખ અનુભવાય છે તે મોક્ષનો અનુભવ છે. ઉઘરાણી ન આપે તો આર્ત્તધ્યાન થાય છે – એવું નથી, ઉઘરાણી જોઇએ છે માટે આર્ત્તધ્યાન થાય છે. ઉઘરાણી જોઇતી નથી - એટલું નક્કી કરો તો આર્તધ્યાન ટળે ને ?
સ૦ બોલવાનું સહેલું છે, આસક્તિ મારવાનો ઉપાય કયો ?
આસક્તિ મારવી છે ખરી ? તમારે આસક્તિ મારવી નથી ને તમે
ઉપાય પૂછો છો - આ એક બનાવટ છે. તમારે આસક્તિ મારવાનો પરિણામ પેદા કરવાની જરૂર છે. એક વાર આસક્તિ મારવી છે - આટલું નક્કી કરીએ તો તે મારવાનો ઉપાય છે. શાસ્ત્રકારોએ આથી જ સંસારનું સ્વરૂપ સમજાવવાનું કામ કર્યું છે. સંસારને ઓળખાવવાનું કામ જ્ઞાનીઓ કરે, ઓળખવાનું કામ આપણે કરવાનું છે. આપણને એમ લાગે છે કે ઘરના લોકોને આપણી પ્રત્યે લાગણી છે. અસલમાં એમને આપણી પ્રત્યે નહિ, આપણા તરફથી જે અનુકૂળતા મળે છે તેની પ્રત્યે રાગ છે. આટલું સમજાય તો ઘરના લોકો પ્રત્યે આસક્તિ રહે ખરી ? તમે જાણતા નથી
કે જાણવા છતાં પણ આંખ આડા કાન કરો છો ? આ મનુષ્યપણું દુર્લભ છે. આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણી સાથે બીજા બે લાખથી નવ લાખ જેટલા જીવો પણ ઉત્પન્ન થયા હતા, તેમાંથી આપણે એકલા માતાની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૪૦૧