Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 196
________________ રીતે પાળવા છતાં જો શાસ્ત્રમાં બતાવેલ ધર્મની કલ્યાણકારિતાને સાક્ષાતોૢ ન જાણું તો મારો આ પ્રયાસ નિરર્થક નીવડ્યો - આવો ખેદ સાધુ ધારણ ન કરે. સાધુને આવો ખેદ થાય છે, તેનું કારણ એ છે કે જો અહીંની ૬-૭માની સાધનાથી શ્રેણી માંડીને આઠમે જવા દ્વારા તેરમા ગુણઠાણા સુધી ન પહોંચાય તો કાલે અહીંથી ગયા બાદ ચોથા ગુણઠાણે જવાનો વખત આવે – એ પાલવે એવું નથી. આવી શુભ ભાવના હોવા છતાં પણ ફળની ઉત્સુકતા આર્તધ્યાન સ્વરૂપ હોવાથી જ આવી અરિત કરવાની ના પાડી છે. આ પરીષહની બીજી ગાથાથી જણાવ્યું છે કે આ સાધુએ સાધુપણું પાળ્યું નથી માટે ફળ મળ્યું નથી. આથી જ જણાવે છે કે ‘મેં અધ્યયન માટે તપ પણ કર્યો, યોગોદ્દહન કર્યું, ભિક્ષુની બાર પ્રતિમા પણ ધારણ કરી, આ રીતે સાધુપણામાં વિચરવા છતાં મારું છદ્મસ્થપણું કેમ ટળતું નથી.’ આવી અધીરાઇ સાધુ ધારણ ન કરે. કેવળજ્ઞાન પામવાનો પુરુષાર્થ પૂરેપૂરો કરવા છતાં જ્યાં સુધી કેવળજ્ઞાનની અકૃતિ હશે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે. આથી જ શ્રી ગૌતમસ્વામીજીને પણ ભગવાને અધૃતિ કરવાની ના કહી હતી. આજે આપણને પણ કેવળજ્ઞાનની અકૃતિ નથી, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે અજ્ઞાનપરીષહ જીતી લીધો છે. અસલમાં આપણને કેવળજ્ઞાનની એવી ઇચ્છા કે તાલાવેલી જ નથી માટે આવી અકૃતિ નથી થતી. આ પરીષહનો સંભવ સાધનાની પરાકાષ્ઠામાં છે. આપણે સાધનાની શરૂઆત જ ન કરી હોય તો આ પરીષહ ક્યાંથી સંભવે ? આજે આટલું નક્કી કરવું છે કે છદ્મસ્થપણું દૂર કરવા માટે સાધુ થવા સિવાય બીજો ઉપાય નથી. અહીંથી મોક્ષમાં જવાતું નથી તે વાત સાચી છે. પરંતુ મોક્ષની આરાધના અહીંથી જ શરૂ કરવી છે. સકલકર્મની નિર્જરા વિના મોક્ષ નથી મળવાનો. તેમાંથી આ ભવમાં જેટલી કર્મનિર્જરા સધાય એટલી સાધી લઇએ તો એક-બે ભવમાં આ સાધના પૂરી કરી શકીએ. કુમારપાળમહારાજાએ, અનુપમાદેવીએ આ જ ભવમાં એક ભવના આંતરે મોક્ષ નિશ્ચિત કર્યો ને ? ૩૮૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાધુપણાના ફળ તરીકે કેવળજ્ઞાન મળવું જ જોઇએ એવું જેને લાગે તેને આ પરીષહનો સંભવ છે. જેને ફળની ઇચ્છા જ ન હોય તેને માટે આ પરીષહ વિચારવાનો રહેતો નથી. આપણે ધર્મ ફળની ઇચ્છાથી જ કરીએ છીએ ને ? કે આપણે ફળથી નિરપેક્ષ છીએ. શ્રાવકપણાનો ધર્મ કરવા છતાં સાધુપણું ન મળે તો ચિંતા થાય ? કે આ ભવમાં દીક્ષા નહિ મળે તો આવતા ભવમાં દીક્ષા મળશે - એમ સમાધાન કરી લઇએ ? ધંધો કરીએ તો તેથી આ ભવમાં પૈસા મળવા જોઇએ, અત્યારે જ મળવા જોઇએ કે આવતા ભવે મળે તો ચાલે ? દુનિયાના દરેક વ્યવહારમાં ક્રિયાનું ફળ તરત જ મળવું જોઇએ અને ધર્મનું ફળ આ ભવમાં નથી જોઇતું - ખરું ને ? સાધુપણું પણ કેવળજ્ઞાન માટે જ લીધું છે ને ? જ્યાં સુધી અજ્ઞાનની ભયંકરતા સમજાય નહિ, ત્યાં સુધી જ્ઞાનનું અર્થિપણું જાગવાનું નથી. જેની પાસે જ્ઞાન હોય તે ગમે ત્યાંથી રસ્તો કાઢી નાંખવાના. જેની પાસે જ્ઞાન ન હોય તે રસ્તો હોવા છતાં ચાલી નહિ શકે. જે જ્ઞાનનો અર્થી હોય તે ભણવા બેસે, જે જ્ઞાનનો અર્થી જ ન હોય તે તો ભણવા બેસે જ નહિ. જે જ્ઞાનનો અર્થી છે, નિર્જરાનો અર્થ છે તે જો ફળની ઉત્કંઠાને ધારણ કરે તો તેને આ પરીષહ આવે. આપણે તો આ પરીષહ જીતવાને બદલે આ પરીષહ આવે એવું કરવાની જરૂર છે. પહેલાં પરીષહ આવશે પછી જીતવાનો વખત આવશે. આપણે આ અજ્ઞાનપરીષહ ઉપરની કથા શરૂ કરવી છે. આમાં વાત તો સાધુભગવંતની જ આવવાની. કારણ કે સાધુ જ્ઞાનના અર્થી હોય અને ગૃહસ્થે ધનનો અર્થી હોય : બરાબર ને ? સાધુ જ્ઞાનના અર્થી હોય, ધનના અર્થી નહિ. : સ૦ શાસનનાં કામ માટે પૈસાની જરૂર પડે ને ? શાસનનાં કામ તમારે કરવાનાં કે અમારે ? અમારે તો માત્ર શાસ્ત્રનો ઉપદેશ આપવાનો. આનાથી આગળ વધવાનું નહિ. સાધુને એકે પૈસાનું કામ પડે જ નહિ. પાંચમે પરિગ્રહ એ પાપ ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૮૫

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222