________________
કેવળજ્ઞાન પામ્યા. અહીં આ સાધુએ જે રીતે અજ્ઞાનપરીષહ જીત્યો તે રીતે દરેક સાધુએ અજ્ઞાનપરીષહ જીતવો જોઇએ.
અજ્ઞાનનો ખેદ નથી કરવાનો તેમ જ્ઞાન મળ્યા પછી ગંભીરતા રાખવાની. જેટલું જાણતા હોઇએ એટલું બોલવું નહિ કે બતાવવું નહિ. તો આ પરીષહ જીત્યો કહેવાય. અજ્ઞાનમાં ફલની ઉત્સુકતા ન રાખવી અને જ્ઞાનને પચાવી જાણવું - એ અજ્ઞાનપરીષહ જીતવાનો ઉપાય છે. આમાં શ્રી સ્થૂલભદ્રમહારાજનું દૃષ્ટાંત આપ્યું છે. ચૌદપૂર્વધર એવા શ્રી સ્થૂલભદ્રમહારાજા એક વાર શ્રાવસ્તીનગરીમાં પોતાના મિત્ર ધનદેવને ત્યાં પધાર્યા હતા. ધનદેવની પત્ની ધનેશ્વરી ઘરમાં હતી. આ ધનદેવ અને ધનેશ્વરી નામથી જ ધનવાન હતા, બાકી તો દરિદ્ર હતા. શ્રી
સ્થૂલભદ્રમહારાજે મિત્રની પત્નીને પૂછ્યું કે “ધનદેવ ક્યાં ગયા ?” ત્યારે તેણે કહ્યું કે “ધન કમાવા માટે પરદેશ ગયા છે. તે વખતે શ્રી સ્થૂલભદ્રમહારાજ તેના ઘરમાં રહેલા થાંભલા સામે વારંવાર જોતાં એમ બોલ્યા કે “ઘરમાં લક્ષ્મી હોવા છતાં લોકો પરદેશમાં જાય છે. આજે તમારી પણ આ જ દશા છે ને ? લક્ષ્મી પરદેશમાં જ વસે છે ને ? શ્રી સ્થૂલભદ્રમહારાજના કથનનો તો સામાન્યથી એવો જ અર્થ થાય ને કે – ‘સુખ પોતાની પાસે હોવા છતાં લોકો બહાર જ શોધ્યા કરે છે.” પરંતુ આ કથન પાછળ ગૂઢાર્થ રહેલો હતો. જ્યારે ધનદેવ પરદેશથી પાછો આવ્યો ત્યારે ભાગ્યયોગે ધન મળ્યું ન હતું. તેની પત્નીએ મિત્રમહારાજ પધાર્યાની વાત કરી. ત્યારે મિત્રે પૂછ્યું કે તેઓ શું કહીને ગયા ?” ત્યારે પત્નીએ પેલું કથન કહ્યું કે “ઘરમાં લક્ષ્મી હોવા છતાં લોકો પરદેશ જાય છે.” આ પ્રમાણે કહીને ગયા. તેથી મિત્ર સમજી ગયો કે મારા ઘરમાં જ લક્ષ્મી હોવી જોઇએ. તેણે પૂછ્યું કે – “આ સિવાય બીજું કશું કહ્યું?” ત્યારે પત્નીએ કહ્યું કે - ‘તેઓ વારંવાર આ થાંભલા સામે જોતા હતા.” તેથી મિત્રને ખાતરી થઇ ગઇ કે - આ થાંભલા નીચે ધન હોવું જોઇએ. તેથી તેણે થાંભલો ખોદાવ્યો અને તેની નીચેથી ધન નીકળ્યું. અહીં જણાવે છે કે અહીં શ્રી સ્થૂલભદ્રમહારાજે જેમ જ્ઞાનપરીષહ ન જીત્યો તેવું ન કરવું. જાણવા છતાં સાધુ સીધી કે આડકતરી રીતે આ પ્રમાણે બતાવે નહિ. ૩૮૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
(૨૨) દર્શનપરીષહ : સમ્યગ્દર્શનગુણના આધારે જ ધર્મની શરૂઆત થતી હોય છે અને ધર્મમાંથી પતન થતું હોય તો આ ગુણના અભાવે જ થાય છે. બાવીસ પરીષહમાં સૌથી છેલ્લો પરીષહ શ્રદ્ધાપરીષહ જણાવ્યો છે. આવેલા સમ્યકત્વને જવા ન દેવું તેનું નામ દર્શનપરીષહ જીતવો તે. જે શ્રદ્ધાથી સંસારનો ત્યાગ કરીને નીકળ્યા હોઇએ એ શ્રદ્ધાને જ ટકાવી રાખવાનો ઉપદેશ શ્રી દશવૈકાલિકસૂત્ર તથા શ્રી આચારાંગસૂત્રમાં પણ આપ્યો છે. કારણ કે ચારિત્રની પ્રાપ્તિ, ચારિત્રનું પાલન, ચારિત્રની વૃદ્ધિ કે ચારિત્રની પૂર્ણતા : આ શ્રદ્ધાને જ આભારી છે. આજે આપણે ખોટી ફરિયાદ કરીએ છીએ કે – શક્તિ નથી માટે ચારિત્ર પળાતું નથી, અસલમાં શ્રદ્ધા ડગી ગઇ છે. માટે જ ચારિત્રનું પાલન થતું નથી. સવ શરીર કામ ન આપતું હોય એવું ય બને ને ?
શરીર કામ ન આપે તોપણ ચારિત્રના પરિણામમાં ખામી આવવાનું કોઇ કારણ જ નથી. ચારિત્રનું પાલન શ્રદ્ધા અને સત્ત્વના બળે જ થાય છે. આગના કારણે બળી મરાય છે આવી શ્રદ્ધા પાકી હોવાથી આગ લાગ્યા પછી સાતમે માળેથી નીચે ઝંપલાવવાનું સામર્થ્ય આવે છે ને ? શ્રદ્ધા હોય તો શક્તિ તો એની મેળે પ્રગટ થશે. આથી જ સાધુસાધ્વીને હિતશિક્ષા આપતી વખતે જણાવેલું છે કે “નાઇ સતાપ નિવવની તવા મનુપાને જ્ઞા' (જે શ્રદ્ધાથી નીકળ્યો છે તેનું જ સારી રીતે પાલન કરજે.) આમ જોવા જઇએ તો શ્રદ્ધાને ડગવા ન દેવાની વાત તો સૌથી પહેલાં કરવી જોઇએ, જ્યારે અહીં સૌથી છેલ્લે આ પરીષહ જણાવ્યો છે, તેનું કારણ એક જ છે કે જયારે દીક્ષા લીધી ત્યારે તો શ્રદ્ધાના યોગે જ આગળ વધ્યા હતા તેથી ત્યારે તો આ પરીષહનો સંભવ જ ન હોય. આથી આ પરીષહ છેલ્લે બતાવ્યો. કારણ કે એકવીસ પ્રકારનાં દુ:ખ વેઠી લીધા પછી મનમાં પાછી જો સુખની ઇચ્છા જાગી જાય તો અવિરતિ તરફ ઢળવાનું થાય, એના કારણે શ્રદ્ધા ડગવા માંડે. એક વાર સુખની ઇચ્છા જાગે એટલે સુખને ઉપાદેય માની તેનાં સાધન ભેગાં કરવાની પ્રવૃત્તિ થવાની. આથી આવા વખતે શ્રદ્ધાપરીષહ જીતવાનું જણાવ્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૮૯