________________
ને ? ભગવાન છે, હતા, હશે - આ વાત પરમસત્ય છે - એવું માને તે જ સાધુપણું મજેથી પાળી શકે.
આ દર્શનપરીષહમાં અષાઢાભૂતિ આચાર્યનું કથાનક પ્રસિદ્ધ છે. તેમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે કાળ કરીને દેવલોકમાં જાઓ તો દર્શન આપજો. બે-ત્રણ શિષ્ય કાળ કરીને ગયા છતાં એકે આવ્યો નહિ. તેથી તેમને શંકા પડી કે દેવલોક નહિ હોય. સાધુભગવંતો મોક્ષમાં ન જાય તો કાળ કરીને નિયમા દેવલોકમાં જાય : આવું ગણધરભગવંતોનું વચન હોવા છતાં તેમાં શંકા પડી. પરંતુ પોતાના સાધુ દેવલોકમાં નહિ ગયા હોય – એવી શંકા ન પડી : આ પણ એક પ્રકારની અજ્ઞાન મોહદશા છે ને ? આ રીતે વિચારીને શ્રદ્ધાથી ભ્રષ્ટ થઇને સાધુપણું છોડવા તૈયાર થયા. સાધુના વેશમાં જ નીકળ્યા. ત્યાં પેલા છેલ્લા કાળ પામીને દેવ થયેલા શિષ્ય ઉપયોગ મૂકીને જોયું તો ગુરુને શ્રદ્ધાભ્રષ્ટ થયેલા જોયા. આથી તેમને પ્રતિબોધવા દેવમાયાથી નાટક રચ્યું. આ નાટક છ મહિના ચાલ્યું. સાધુએ ઊભાં ઊભાં જોયું. ત્યાંથી આગળ ગયો. ભૂખ લાગી હતી. ખાવા માટે પૈસા જોઇએ ને? એટલામાં ત્યાં એક નાનો છોકરો અલંકારથી સજજ આવ્યો. આચાર્યું તેનું નામ પૂછ્યું. પેલાએ કહ્યું “મારું નામ પૃથ્વીકાય', આવું સાંભળવા છતાં પણ આષાઢાચાર્યે તે છોકરાને હણીને તેના અલંકાર પોતાના પાત્રોમાં નાંખ્યા. આ રીતે દેવે છયે કાયના નામના છોકરા વિકુવ્ય છતાં શ્રદ્ધાભ્રષ્ટ થવાથી નિર્ધ્વસ પરિણામવાળા આચાર્યું તેમને હણીને અલંકાર લઇ લીધો. આ લઇને અલંકાર વેચવાની ઇચ્છાથી આગળ જતા હતા ત્યાં પેલા દેવ સામેથી રાજાનું રૂપ કરી આવ્યો. એ જો ઈ આ આચાર્ય ગભરાઈને આડે માર્ગે ગયા તો રાજા પણ આડે રસ્તે થઇને સામે આવ્યો અને ઘણા દિવસે સાધુનાં દર્શન થયાં એમ કહીને ગોચરી વહોરવાનો આગ્રહ કર્યો. પાત્રામાં દાગીના હતા તો વહોરે કઇ રીતે ? આથી આચાર્યું ના પાડી. આ રકઝકમાં પાસું પડી ગયું. આથી રાજાએ કહ્યું કે “આ તો મારા દીકરીના દાગીના છે, તમે એમને મારી નાંખ્યાં ?” આ સાંભળીને લજજાથી આચાર્યભગવંત નીચું મોઢું રાખી ૩૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
મૌનપણે ઊભા રહ્યા. દેવે જોયું કે હજુ લાયકાત પડી છે. તેથી પોતાનું સ્વરૂપે પ્રગટ કરીને જણાવ્યું કે “હું આપનો શિષ્ય દેવ થયો છું, પણ આપે આ શું કર્યું ? અમે તો દેવો મહાપ્રમાદી છીએ. મારા પ્રમાદના યોગે આપની આ હાલત થઇ. આપે હમણાં જે નાટક જોયું તે છ મહિના સુધી ચાલ્યું, છતાં એટલો કાળ ક્યાં પસાર થયો તે ખ્યાલ ન આવ્યો ને ? તેમ અમારે દેવલોકમાં પણ ચાર-ચાર હજાર વરસ સુધી નાટકો ચાલતાં હોય છે તેથી અમે આવવાનું ધારીએ તોય આવી શકતા નથી. તેથી મારા આ પ્રમાદની ક્ષમા કરો...' ઇત્યાદિ કહેવા દ્વારા આચાર્યભગવંતને પ્રતિબોધ્યા. આચાર્યભગવંત પણ પોતાના દુષ્કતની આલોચના કરીને અપૂર્વ શ્રદ્ધાસહિત સંયમમાં સ્થિર થયા. અહીં જેમ આષાઢાચાર્યે પહેલાં દર્શનપરીષહ ન જીત્યો પણ પાછળથી જીત્યો તેમ દરેક સાધુઓએ આ પરીષહ જીતવો જોઇએ. આપણે આ પરીષહ પહેલાં જીતવો છે કે પાછળથી ? સાધુભગવંતોને સાધુપણામાં પંદર કલાક સ્વાધ્યાય કરવાનો કહ્યો છે તેનું કારણ જ આ છે કે સમ્યજ્ઞાનથી શ્રદ્ધા મજબૂત થાય છે અને ચારિત્ર અખંડિત રહે છે. અનંતા તીર્થંકરો થઇ ગયા છે અને તેઓ જે કહી ગયા છે તે પરમસત્ય છે. આમાં કોઇ પણ જાતનો અવિશ્વાસ રાખવા જેવું નથી. પરલોક છે, આત્મા છે, સ્વર્ગનરક છે, મોક્ષ છે, આ બધા જ પદાર્થો સતુ છે, મિથ્યા નથી. માનવું કે ન માનવું એ આપણી મરજીની વાત છે, જો કે માનવું મરજિયાત નથી, ફરજિયાત છે. કારણ કે ન માનવામાં એકાંતે આપણને નુકસાન છે. માનીએ તો પાપ કરતાં આંચકો લાગશે, પાપથી અટકાશે, પાપથી પાછા ફરાશે. સંસારનો - પાપનો અંત લાવવા માટે સમ્યગ્દર્શન મજબૂત કરવું જ પડશે. એ માટે કાયમ માગનુસારી વિચારણા કરતા રહેવું. ઉન્માર્ગનું પોષણ કરનારી ભાવના અને વિચારણાઓથી આઘા રહેવું. આ રીતે બાવીસ પરીષહની વાત પૂર્ણ કરી અંતે ભગવાને બતાવેલા આ બાવીસ પરીષદોને સહન કરવાની હિતશિક્ષા આપી છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૯૫