________________
સ, આવું કહીએ તો લોકો વાયડા કહે, જેમ ચાલે છે તેમ ચાલવા દો.
જેમ ચાલે છે તેમ ચાલવા દઇએ તો આ ગાડી ખીણમાં જઇને પડવાની, એવા વખતે ગાડીને કાબૂમાં ન રાખવી પડે ? આજે આપણે તો સારા સંસ્કાર પાડવાના નામે પણ રાગને જ પુષ્ટ કરવાનું કામ કર્યું છે. એના બદલે હવે આપણે મનથી અળગા થવા માંડવું છે.
અહીં જણાવે છે કે સાધુ પોતે પોતાના ક્ષમાધર્મનું ચિંતન તો કરે જ, સાથે એમ પણ વિચારે કે – જે મારા ઉપર આક્રોશ કરીને મને મારે છે, તે મારા નિમિત્તે ગુસ્સો કરીને કર્મ બાંધે છે તે પણ મારો વાંક છે. મેં ભૂતકાળમાં એવું કર્મ બાંધ્યું તેથી જ હું પણ આમાં નિમિત્ત બન્યો છું... આવું વિચારીને પોતાના ક્ષમાધર્મને પુષ્ટ કરે.
સુખની લાલચથી બાંધેલાં પાપો દુ:ખ ભોગવ્યા વિના દૂર કરી શકાય એવાં નથી. આપણે સહનશીલતાને ધર્મ કહીએ છીએ. શાસ્ત્રકારો સહનશીલતા-તિતિક્ષાને ધર્મનું પરમકોટિનું સાધન છે - એમ સમજાવે છે. સામર્થ્ય હોવા છતાં પ્રતિકાર ન કરવો તેનું નામ તિતિક્ષા. શક્તિ કે સામર્થ્ય હોવા છતાં પણ દુ:ખનો પ્રતિકાર કરવો જ નથી અને પ્રસન્નતાપૂર્વક તે સહન કરી લેવું તે જ ક્ષમાધર્મ છે. કોઇ આપણને હણી નાખવા જેટલું દુ:ખ આપે છતાં આપણે તેની ઉપર સંજવલનનો પણ કષાય નથી કરવાનો : આ ભગવાનનું શાસન છે. આપણને સુખ ગમે છે પણ ભગવાન સુખ ભોગવવાની ના પાડે છે. આપણને દુ:ખ નથી ગમતું, છતાં ભગવાન દુ:ખ મજેથી ભોગવવાનું કહે છે. ભગવાને બાવીસ પરીષહ વેઠવાની હા પાડી છે, પણ ત્રેવીસ વિષયો ભોગવવાની ના પાડી છે. સાધુભગવંત પણ તમને ગમે એવો ઉપદેશ ન આપે, તમને ન ગમે એવી પણ ભગવાનની વાત જ કરે. સ0 શરૂઆતમાં તો પ્રેમથી બોલાવે ને ?
શરૂઆત તો તમને ઘરે મા-બાપે જ કરાવી દીધી છે ત્યારે તો તમે ધર્મસ્થાનમાં આવતા થયા. હવે તમને પ્રેમ આપવાની જરૂર છે કે અનુશાસન કરવાની જરૂર છે? દુ:ખ વેઠવાના સંસ્કાર તો મા-બાપ જન્મથી ૩૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આપે ને ? અમારે ત્યાં ધોયેલાં કપડાં સુકાયાં ન હોય તોપણ નવાં કપડાં પહેરવાની રજા મળતી ન હતી. એ વખતે કહેતા કે “હવાયાં વસ્ત્રો પહેરી લો થોડી વારમાં સુકાઇ જશે. સંયુક્ત કુટુંબમાં રહેવાથી કુદરતી દુ:ખ ભોગવવાના સંસ્કાર પડે જ. જે બનાવ્યું હોય તે ખાઇ લેવું પડે. આ તો બે જણ કે ચાર જણ રહેતા હોય, ઇચ્છા મુજબ જીવ્યા કરે ને જલસા કર્યા કરે તો દુ:ખ ભોગવવાના સંસ્કાર ક્યાંથી પડે ? આપણને સુખ ગમે તેટલું ગમતું હોય તોપણ ભગવાન ભોગવવાની ના પાડે છે અને દુઃખ ગમે તેટલું અણગમતું હોય તોપણ ભગવાન કહે છે માટે પ્રેમથી ભોગવી લેવું છે. સ0 દુ:ખ ભોગવવામાં સમતાં નથી રહેતી.
ભલે ન રહે, પણ સુખ ભોગવવાની મજા નથી માણવી. સ0 દુ:ખ ભોગવવાથી કયો દોષ જાય ને કયો ગુણ મળે ?
દુ:ખ ભોગવવાથી સુખનો રાગ મરી જાય છે, દુ:ખનો દ્વેષ ઘટી જાય છે અને વૈરાગ્ય તથા સમતાગુણ પ્રગટે છે. આટલું જાણવા છતાં દુ:ખ ભોગવવું નથી ને ? જો ભગવાનનું માનવું ન હોય તો અહીં શા માટે આવો છો ? સ0 અમને પણ ખબર નથી પડતી કે કેમ આવીએ છીએ.
પાપ કર્યા પછી એ પાપ નડે નહિ એટલા માટે થોડોઘણો ધર્મ કરી લેવા માટે જ લગભગ તમે આવો છો – એમ માનવું પડે. તમારો ધર્મ પાપને કાઢવા માટેનો નથી, પાપને ઢાંકવા - દુઃખને કાઢવા માટેનો છે. આથી જ તમને પાપ સાથેનો ધર્મ કરવો ફાવે છે. આમ છઠ્ઠ કરે અને પાછો છાપાં વાંચતા બેસે. આમ માસક્ષમણ કરે, પારણા પછી રાત્રે ખાવા બેસી જાય. કોઇને પણ લાગ્યા પછી પણ મિચ્છામિ દુક્કડું આપે તો પેલો ગુસ્સે ન થાય માટે આપે, પોતે ભૂલ કરી છે – માટે નહિ. એકે પ્રવૃત્તિમાં સારો આશય દેખાતો જ નથી ને ?
વધપરીષહની બીજી ગાથામાં જણાવે છે કે જે શ્રમણ છે, સંયત છે, દાન્ત છે તેને કોઇ હણી નાંખે તોપણ તેઓ એ પ્રમાણે વિચારે કે મારા શરીરનો કે પ્રાણનો નાશ થવા છતાં જીવનો – આત્માનો નાશ ક્યારે ય થતો નથી. અહીં સાધુનું પહેલું વિશેષણ શ્રમણ આપ્યું છે. જે રાતદિવસ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૦૯