Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 170
________________ રક્ષા માટે અહીં રહ્યો છે તે જ કૃષ્ણ હું છું.” આ સાંભળતાંની સાથે આઘાતથી તે મૂછ પામ્યો અને થોડી વારમાં સહેજ ચેતના આવી એટલે કૃષ્ણ પાસે આવ્યો. તેના પગમાંથી બાણ કાઢયું અને પૂછ્યું કે ‘તું અહીં ક્યાંથી ?' ત્યારે કૃષ્ણ દ્વારિકાના દાહથી માંડીને બધો વૃત્તાંત જણાવ્યો. આ સાંભળીને જરાકુમાર હૈયાફાટ રુદન કરે છે, તેને એટલું દુ:ખ થાય છે કે મેં નિરપરાધી ભાઇને માર્યો તેથી આ જ શરીરે મને નરકના દુ:ખ ભોગવવાનો લાગ છે. પૃથ્વી જો માર્ગ આપે તો તેમાં પેસી જઉં, ભાઇનો હત્યારો એવો હું મારું મોટું કઇ રીતે બતાવું. કુણે ‘ભગવાનનું વચન મિથ્યા થતું જ નથી’ વગેરે કહીને જરાકુમારને શાંત પાડ્યા. તેને પોતાનું કૌસ્તુભરત્નનું ચિહ્ન આપીને પાંડવો પાસે જઇને પાંડવોને પોતાનો અપરાધ ખમાવવા કહ્યું અને જલદીથી ઊંધે પગલે ત્યાંથી નાસી જવા કહ્યું. નહિ તો બળદેવ તને જીવતો નહિ રાખે... ઇત્યાદિ કહીને તેને મોકલ્યો અને પોતાનો અંતકાળ જાણીને પોતે તુણનો સંથારો કરી નિર્ધામણા કરવા બેઠા. યાદવકુળમાં જેમણે જેમણે દીક્ષા લીધી તે બધાને યાદ કરીને તેમને ધન્યવાદ આપવા દ્વારા તેમની અનુમોદના કરે છે, અરિહંતાદિ ચારને શરણે જાય છે, સર્વ જીવોને ખમાવે છે. પરંતુ નરકગતિમાં જવાનું નિશ્ચિત હોવાથી અંતે લેશ્યા બદલાઈ, તીવ્ર વેદનામાં દ્વૈપાયન યાદ આવ્યો. તેણે અત્યંત દુઃખ આપ્યું એ યાદ આવ્યું. તે જો હવે મળે તો તેનું પેટ ચીરીને તેમાંથી તેને જે હર્ષોલ્લાસ થયો તે બધો કાઢી નાંખું, આવી રૌદ્રધ્યાનમાં કાળ કરી ત્રીજી નરકે ગયા. આ બાજુ બળદેવ પાણી લઈને પાછા આવ્યા. આવીને જુએ છે તો કૃષ્ણ સૂતા છે – એમ સમજીને ઉઠાડે છે. ઉઠાડવા છતાં ઊઠતાં નથી, તો તે મોહના કારણે કૃષ્ણને મરેલા માનતા જ નથી. ઉપરથી તે રિસાયા છે માટે બોલતા નથી એમ સમજીને મનાવ્યા કરે છે. રાગની ગતિ કેટલી વિચિત્ર છે? રાગના કારણે જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે તેથી જ આપણે પણ ભગવાનની વાત માનતા નથી ને ? આ રીતે પોતાના ભાઇનું મડદું છ મહિના સુધી ખભે ઉપાડીને ફરે છે. મહાપુરુષોનું પુણ્ય ગજબ કોટિનું હોય છે, તેથી ૩૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તેમનું મડદું પણ ગંધાયું નહિ. જે કોઈ કહે છે કે તારો ભાઇ મરી ગયો છે, તેનો પ્રતિકાર કરે છે, તેના સામા થાય છે. આ બાજુ બળદેવનો સિદ્ધાર્થ નામનો સારથિ પ્રતિબોધ પામીને દીક્ષા લેવા તૈયાર થયો અને બળદેવની અનુજ્ઞા લેવા આવેલો ત્યારે બળદેવે કહેલું કે તું દીક્ષા પાળીને દેવલોકમાં જાય તો મને પ્રતિબોધ કરવા આવજે. આ સારથિ છ મહિનાનું સાધુપણું પાળી દેવલોકમાં ગયો અને બળદેવની આ દશા જોઇ અને તેને પ્રતિબોધવા આવ્યો. એક રથ ખાડાટેકરાવાળા રસ્તે બરાબર ચાલતો હતો અને સપાટ ભૂમિમાં આવીને ભાંગી ગયો તેથી તે સારથિ તે રથ સમારવા ત્યાં બેઠો. આ જોઇને બળદેવ કહે છે કે ‘તારો આ રથ સરળ ભૂમિમાં ભાંગી ગયો છે તેનું સમારકામ નહિ થાય.” પેલો કહે છે કે ‘તમારો ભાઇ જીવતો થાય તો મારો રથ પણ સારો થઇ જશે.” આટલું સાંભળવા છતાં પણ તેને ગણકાર્યા વિના તે મડદું લઇને આગળ ચાલ્યા. ફરી પેલો આવીને પથ્થરમાં બીજ વાવવા માટે મહેનત કરે છે તેને જોઇને બળદેવ કહે છે કે “ભાઈ ! આ પથ્થરમાં તે કાંઇ બીજ વવાતું હશે ?” પેલાએ કહ્યું કે ‘તમારો ભાઇ મરેલો છે તે જીવતો થાય તો આ પથ્થરમાં પણ બીજ ઊગશે.” આટલું કહેવા છતાં બળદેવ ગણકારતા નથી. આપણી જેમ ! ભગવાન આપણને કહે છે, મહાપુરુષો આપણને કહે છે કે સંસારમાં સુખ નથી, છતાં આપણે ગણકારતા નથી. ભગવાન કહે છે કે રાગ ન કરો, તોપણ આપણે કાને ધરતા નથી ને ? અંતે પથ્થર ઉપર કમળ ઉગાડવા મહેનત કરી તેથી બળદેવે ફરી કહ્યું કે ‘પથ્થર ઉપર કમળ ન ઊગે.' પેલો કહે છે કે ‘તમારો ભાઇ જે મરેલો હોવા છતાં જીવતો થઇ શકતો હોય તો પથ્થરમાં કમળ કેમ ન ઊગે ?' આવું ત્રણ વાર સાંભળીને બળદેવે પૂછુયું કે ‘તું કોણ છે ?” પેલાએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને પોતાનો વૃત્તાંત જણાવ્યો. તેમ જ જરાકુમારના હાથે કૃષ્ણનું મરણ થયું છે તે પણ જણાવ્યું. આ સાંભળીને તેમનો રાગ ઓસરી ગયો. ત્યાં બાજુમાં બંન્નેએ ભેગા થઇને કૃષ્ણના મડદાનો અગ્નિસંસ્કાર કર્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩૩

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222