________________
સાધુમહાત્મા પરીષહ કે ઉપસર્ગ ન વેઠે તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. અઢાર પરીષહ પછી ઓગણીસમો પરીષહ સત્કાર-પુરસ્કારને ન ઇચ્છવું તે કહ્યો. આજે આપણે ધર્મ કર્યા પછી આપણી કદર થવી જોઇએ એવી ઇચ્છા તો કાયમ માટે પડી જ હોય ને ? આ પરીષહ માટે આપણે શ્રી શાલિભદ્રજીની કથા શરૂ કરી છે. શ્રી શાલિભદ્રજી પોતાની માતાના હાથે પારણું થશે - એવું ભગવાને કીધા પછી ભદ્રામાતાને ત્યાં ગોચરીએ ગયા પણ જ્યારે એમનો સત્કાર કે પુરસ્કાર ન થયો તો એમને એમ પાછા આવ્યા પણ મનમાં અરિત ન કરી. આમ જોઇએ તો આ પરીષહમાં કાંઇ માલ નથી. આમ જોઇએ તો ઘણો માલ છે. વહોરવા ગયા પછી કોઇ ‘પધારો’ ન કહે તો અમને લાગે કે સાધુમહાત્મા પ્રત્યે ભાવ નથી, પધારો પણ નથી કહેતા. જે બીજાના ભાવને જુએ એ ભવને તરી ન શકે. આપણે તરવા માટે નીકળ્યા છીએ. ભગવાનની આજ્ઞાનો ભાવ રાખીને જીવવું છે. કોઇ આમંત્રણ-નિમંત્રણ આપે કે ન આપે એ નથી જોવું. વસ્તુની કે માન-સન્માનની અપેક્ષા જાગે તો સાધના નહિ થાય. જેનાથી મોક્ષ મેળવવાનો છે એનાથી માન-સન્માનની અપેક્ષા રાખીએ તો સાધના રફેદફે થઈ જશે. કોઇ માન આપે કે ન આપે, ભગવાન પ્રત્યે આપણને માન થઇ જશે તો મોક્ષ નિશ્ચિત છે. કેવળજ્ઞાનનું અર્થિપણું જેને જાગે એને માનનું અર્થિપણું ન જાગે. લોકો ગમે તેટલું માન આપશે પણ કેવળજ્ઞાન નહિ આપી શકે. કેવળજ્ઞાન જોઇએ એને માનની જરૂર ન પડે.
કોઇ આવે એટલે ‘આવો, આવો' કહેવું એ અભિવાદન : આવે એટલે તરત ઊભા થવું : એ અભ્યુત્થાન. બેસવા માટે આસનાદિ આપવા એ નિમંત્રણ : આ ત્રણની ઇચ્છા ન રાખવી એ આ પરીષહ જીત્યો કહેવાય. માનપાનના અર્થિપણાથી શાસનની ઘોર ખોદવાનું કામ થાય. લોકોની ઇચ્છાને જોઇને વ્યાખ્યાન કરે એ માનનો જ પ્રભાવ છે ને ? ભગવાનની આજ્ઞાને જોઇને વ્યાખ્યાન આપે તો સમજવું કે માન-પાનનું અર્થિપણું નથી. બીજાને માન-પાન સારાં મળતાં હોય ત્યારે એ જોઇને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૦
પોતાને એવું માન-પાન મળે તો સારું - એમ સાધુમહાત્મા મનમાં પણ ન ઇચ્છે. માન-પાનની ઇચ્છાથી પોતાના હૈયાને દૂષિત ન કરે. સ૦ ચેલાની ઇચ્છા પણ નહિ રાખવાની ?
દીક્ષા લેતી વખતે ‘અજ્ઞહિયઢયાએ વિહરામિ' આવી પ્રતિજ્ઞા લીધી હતી. પોતાના હિત માટે દીક્ષા લીધી છે તો પોતાનું હિત જ કરવાનું. અહિત નહિ જ કરવાનું. ચેલાની ઇચ્છા જાગે એટલે અહિતની શરૂઆત થઇ જ જશે. શરીરસંબંધી દુ:ખો વેઠ્યા પછી મનસંબંધી આસક્તિ જો ટાળવામાં નહિ આવે તો પહેલાના વેઠેલા અઢાર પરીષહ નકામા જશે. માન-સન્માન માટે કષ્ટ વેઠવું હોય તો વેઠાય પણ ભગવાનની આજ્ઞા ખાતર ન વેઠાય. તપ સારામાં સારો કરે પણ માન ન મળે તો માથું ફરી જાય. કોઇની અઠ્ઠાઇ સારી રીતે ઊજવાય અને પોતાની સો ઓળીની ઉજવણી ન થાય તો મનમાં અતિ થાય. એમ લાગે કે - તપની કિંમત નથી. આટલું કષ્ટ વેઠ્યા પછી પણ માન-પાનના અર્થિપણાએ એને નકામું બનાવી દીધું. દીક્ષા લીધેલા માટે પણ આવી હિતશિક્ષા હોય તો તમારે કેટલું સાવધ રહેવું પડે ? અભિવાદન, અભ્યુત્થાન, નિયંત્રણ અને મનમાં માનની ઇચ્છા : આ ચારને સાધુમહાત્મા ન ઇચ્છે તો આપણે કઇ રીતે ઇચ્છાય - એવું તમને થાય ખરું ? કામ નહિ કરું એ ચાલશે પણ માન માટે કામ કરું : એ નહિ ચાલે. કરીને જો હારવાનું જ હોય તો કરવાની જરૂર નથી. શ્રી દશાર્ણભદ્રજીને માન આવ્યું કે ‘ભગવાનનું સામૈયું કોઇએ નથી કર્યું એવું કરવું છે' તો ઇન્દ્રમહારાજાએ એમનું માન ઉતાર્યું ને ? દૈવી હાથીની સૂંઢ પર કમળ ગોઠવ્યું અને એની ઉપર નાચ કરતી દેવાંગના બતાવી તો તેમને પોતાનું સામૈયું ફિક્કું લાગ્યું. બીજા માન ઉતારે એ સારું કે આપણે જાતે જ કાઢી નાખીએ તો સારું ?
જે લોકો સત્કારપરીષહને જીતે તે કેવા હોય અર્થાત્ તેઓનું સ્વરૂપ કેવું હોય તે આગળની ‘અણુક્કસાઇ...’ ગાથાથી બતાવે છે. જેને માનની ઇચ્છા ન હોય તે કષાય વગરના હોય. માનની ઇચ્છા હોય અને ન મળે એટલે ગુસ્સો આવે. માન ન જોઇતું હોય એને ગુસ્સો ન આવે. તમારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬૧