Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 185
________________ ધનની ભૂખ જેમ પૂરી નથી થતી તેમ અમારી માનની ભૂખ પૂરી નથી થતી. સાધુમહાત્મા કષાય વગરના હોય સાથે સાથે ઇચ્છા વગરના હોય એ ‘અપ્રિચ્છે’ પદથી જણાવે છે. મોક્ષની ઇચ્છા સિવાયની એક પણ ઇચ્છા તેમને નથી હોતી. વર્તમાનમાં આપણી હાલત ઊંધી છે ને ? મોક્ષની ઇચ્છા સિવાય બીજી બધી ઇચ્છા પડી છે. આજે નહિ તો કાલે એ બધી ઇચ્છાને છોડીને મોક્ષની ઇચ્છા પ્રગટાવવી પડશે. સાધુમહાત્માને પરીષહ વહ્યા પછી જે સિદ્ધિ મળવાની છે તેનાથી આત્માનું એકાંતે કલ્યાણ થવાનું છે – એવું જાણવાના કારણે તેમને માનની ઇચ્છા રહેતી નથી. પુણ્યના ઉદયથી ગમે તેટલાં માનપાનાદિ મળે પરંતુ સાધુમહાત્મા કર્મના ઉદયને ઇચ્છતા ન હોવાથી મળ્યા પછી પણ તેમાં લેવાતા નથી. લોકો નિંદા કરે અને સાધુમહાત્મા મોક્ષમાં પહોંચી ગયા હોય. લોકો માનસન્માન આપે અને સાધુમહાત્મા દુર્ગતિમાં હોય : આ બેમાં કઈ અવસ્થા સારી છે એ આપણે ન સમજી શકીએ એવું નથી. માન-પાને મળ્યા પછી આપણે એમાં લેપાઈ જ જતા હોઇએ તો ધર્મ એવી રીતે કરવો છે કે – લોકો આપણી પ્રશંસા કરે નહિ. દાન પણ ગુપ્તપણે આપવું છે કે જેથી લોકોને ખબર જ ન પડે. જો સાધુભગવંતો આવી સાધના કર્યા પછી પણ માનને આધીન થતા નથી તો ગૃહસ્થ માનને આધીન થઇને ધર્મ કરે એ કઇ રીતે ચાલે ? આજે તો ‘માન નથી જોઇતું’ એવો અધ્યવસાય જ આવ્યો નથી. આપણને તો માન જો ઇતું જ નથી અને બીજાને પણ માન આપતી વખતે જેઓ માનના અર્થી હોય તેમને આપવું નથી, જેઓ માનના અર્થી ન હોય તેઓને માન આપવું છે. જેઓ માનના અર્થી છે તેઓ પરીષહને વેઠી નહિ શકે, જેઓ માનના અર્થી નથી તેઓ જ પરીષહ વેઠી શકશે. માનકષાયને બાજુ પર મૂકીશું તો કષાય વગરના થઇશું. મનુષ્યોને મોટેભાગે માન જ વધારે નડતું હોય છે. દાન પણ પૈસાની મૂર્છા ઉતારવા માટે આપવાનું છે - એમાં માન શા માટે આવે ? તમારા રસોડાનો ખર્ચો તમે કરો છો ને ? ક્યાંય રસોડામાં પાટિયું માર્યું છે ખરું? જ્યારે અહીંયાં પાટિયા પર નામ આવે માટે દાન ૩૬૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આપે ! આપણો ધર્મ એળે જતો હોય તો આ એક જ કારણસર. થોડું સારું કામ કર્યું એટલે છાપામાં આપે, મેગેઝિનમાં આપે, ગામેગામ જણાવે... આ બધું સારું નથી. સાધુ ભગવંતો અલ્પકષાયી હોવાથી કોઇ એમને પ્રણામ કરે કે ન કરે : એની ઉપર ગુસ્સો કરતા નથી. આજે તો એકાદ શ્રાવક કે સાધુ વંદન ન કરે તો તેની ફરિયાદ કરવા બેસી જાય. સાધુ તો કોઇ વંદન કરે તો યે મનમાં હર્ષિત ન થાય. અમારે ત્યાં જો કોઇ નેતા વંદન કરવા આવે તો છાપામાં છપાવે ! અલ્પકષાયના કારણે એટલો ફાયદો થાય કે કોઇ વંદન ન કરે તો ગુસ્સો ન કરે અને કોઇ વંદન કરે તો અહંકાર ન કરે. વંદન પણ “આ અમારા છે માટે કરવાનું, અમારા નથી માટે નહિ કરવાનું આવું ન હોવું જોઇએ. જેમાં ગુણ હોય એમને વંદન કર્યા વગર નથી રહેવું અને ગુણ ન હોય તો વંદન કરવું નથી. લોકો માન આપે માટે આતાપના વગેરે લે : એવું સાધુમહાત્મા ન કરે. શ્રાવકો આવે એટલે ભણવા બેસી જાય અને જાય એટલે ચોપડી બાજુ પર મૂકી દે: આવું પણ ન કરે. માન-સન્માન મેળવવા માટે તપ પણ ન કરે. કોઇ વંદન કરે કે ન કરે તો તેમાં અહંકાર કે ગુસ્સો ન કરે. માન માટે કષ્ટ ન વેઠે અને માન માટે તપ વગેરે ન કરે : આનું નામ અલ્પકષાયી સાધુ. શરૂઆતના અઢાર પરીષહ કરતાં આ ઓગણીસમો પરીષહ જીતવાનું કામ ઘણું જ અઘરું છે. સાધના કરવી સહેલી છે, પરંતુ એ સાધના પચાવવાનું કામ કપરું છે. અત્યંત કષ્ટથી સાધ્ય એવી સાધના કર્યા પછી પણ સિદ્ધિને પચાવવાનું કામ સહેલું નથી. માનસન્માન મેળવવાની ઇચ્છા જાગી જાય તો મળેલી સિદ્ધિ રફેદફે થયા વિના ન રહે. રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ ઉદારતા ઘણી બતાવે, સામાન્ય પણ માણસને મોટી મદદ કરે, પરંતુ એની પાછળ એમનું નેતૃત્વનું માન કામ કરે છે. રસ્તે રખડતા માણસને હારો આપી દે એવી ઉદારતા તો આજે ધર્માત્મામાં પણ જોવા ન મળે ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬૩

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222