Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 188
________________ બીજી ધર્મસામગ્રી મેળવવા માટે પુણ્યને ઇછ્યા કરે એ તો બનાવટી માણસો છે. જે પૈસો મળ્યો છે તે સુપાત્રદાનમાં આપવો નથી ને ? મળેલું પુણ્ય । છોડવા માટે તો સુપાત્રદાન ને સાધર્મિકભક્તિ છે. તમે જો આ આચાર ચાલુ રાખ્યા હોત તો સાધુસાધ્વીને નિર્દોષ ભિક્ષા મળી રહેત. પૂરતા પ્રમાણમાં વસ્તુ બની હોય તો તેમાંથી સાધુ થોડું વહોરી જાય તો ય ખબર ન પડે. પણ તમે બેની રસોઇ બનાવી હોય તો સાધુ કઇ રીતે વહોરે ? અને વહોરે તો તે અજ્ઞાતોંછ નહિ કહેવાય. શ્રાવકના ઘરમાં બે-ચારની રસોઇ વધારે થાય જ. કારણ કે તેને સાધર્મિક વિના ચેન ન પડે. સાધુસાધ્વી માટે બનાવવું ન પડે. લાભ લેવા માટે નથી બનાવવું, હશે તો લાભ મળશે - એ ભાવથી બનાવવું છે. તમારા ઘરમાં એક છોકરો કે છોકરી વધારે હોત તો ટીપ કરવા ન જાત ને ? તો એવું સમજીને થોડું વધુ રાંધતા થવું છે. કશું બગડવાનું નથી. કોઇ વહોરવા ન આવે કે જમવા ન આવે તો ય નોકર વગેરેને આપી દઇશું પણ સાધર્મિકભક્તિ વિના નથી રહેવું. સાધુ અજ્ઞાતોછી હોવા સાથે અલોલુપ હોય. જેની પાસે લોલુપતા હોય તે નિર્દોષ આહાર લાવી ન શકે. જે લોલુપ હોય તે સારામાં સારા આહા૨પાણીને ઇચ્છનારા હોય. સાધુ અલોલુપ હોવાથી સારા આહારની ઇચ્છા ન રાખે. તેમ જ છયે પ્રકારના રસમાં (વિગઇમાં) ગૃદ્ધ હોય તે પણ સાધુપણું પાળી ન શકે. સાધુ રસમાં વૃદ્ધ ન હોવાથી જ ખાવા માટે પાપ નથી કરતા. જે પેટ માટે પાપ ન કરે તે માન-સન્માન માટે પાપ કરે ખરા ? સાધુભગવંતને માન-સન્માન ન મળે, સારામાં સારા આહાર વજ્રપાત્રાદિ દ્વારા સત્કાર કોઇ ન કરે, એની કોઇ જ અસર તેમને થાય નહિ તે જણાવવા નાબુતવ્યેન્દ્ર પાવં કહ્યું. આવા સંયોગોમાં જે પ્રજ્ઞાવાન હોય તે કોઇ પણ જાતના અનુતાપને કરે નહિ, પશ્ચાત્તાપને ન કરે, ખેદને ન કરે. લોકો ગમે તેટલા સારામાં સારા આહારાદિથી સત્કાર કરે તોપણ સાધુભગવંત હર્ષને ન પામે અને કોઇ જેવોતેવો આહાર તિરસ્કારથી વહોરાવે અથવા ન વહોરાવે તોપણ વિષાદને ન પામે. સાધુભગવંત પ્રજ્ઞાવાન હોવાથી જ આ પરીષહને જીતી શકે છે. તેઓ જાણે છે કે ‘મારું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬૮ મારી પાસે જ છે, બીજાની સહાયથી મોક્ષ મળવાનો નથી. જો બીજાની સહાયથી મોક્ષ મળતો હોત તો આપણા ભગવાન કે આપણા મહાપુરુષો આપણને મૂકીને મોક્ષમાં ન જાત.' આવી પ્રજ્ઞાથી સંપન્ન હોવાથી તેમને સાધુપણામાં આવશ્યક એવા આહારાદિ ન મળે તોપણ વિષાદને ધારણ કરતા નથી અને મળી ગયા પછી હર્ષને ધારણ ન કરે. મથુરાનગરીમાં ઇંદ્રજિત નામનો એક પુરોહિત રહેતો હતો. પોતાના મહેલના ઝરુખામાંથી જોયું તો નીચેથી સાધુમહાત્મા પસાર થતા હતા. પેલા પુરોહિતને સાધુ પ્રત્યે દ્વેષ હોવાથી સાધુના માથે પગ મૂકવાનું મન થયું. તે વખતે સીધો તો પગ મુકાય એવું હતું નહિ. તેથી ઝરુખાના પોલાણમાંથી પોતાનો પગ નીચે લટકતો રાખ્યો. એ પગ સાધુમહાત્મા ત્યાંથી પસાર થતા હતા તેમના માથે જાણે મૂકતો હોય એવી કલ્પના કરી. આ દૃશ્ય એક શ્રાવકે જોયું અને તેનું લોહી ઊકળી ગયું. આપણે કદાચ આવું દૃશ્ય જોઇએ તો આપણું લોહી ઊકળે ખરું ? કે જાતે સમાધાન કરી લઇએ કે - ‘એ તો પગ મૂકવાની કલ્પના જ માત્ર કરી હતી, બાકી માથે પગ મૂક્યો નથી !?’ આ શ્રાવકને એમ થયું કે આ રીતે સાધુનું અપમાન કરનાર આ શાસનના પ્રત્યેનીકને શિક્ષા કરવી જોઇએ. એમ વિચારીને તેણે એ પુરોહિતનો પગ કાપી નાંખવાની પ્રતિજ્ઞા લીધી. પરંતુ આ રીતે રાજમાન્ય પુરોહિતનો પગ કાપવાનું કામ સહેલું ન હોવાથી પ્રતિજ્ઞા કઇ રીતે પૂરી કરવી તેનો વિચાર તે કરતો હતો. એવામાં એક આચાર્યભગવંત મથુરાનગરીમાં પધાર્યા. પેલા શ્રાવકે આચાર્યભગવંતને એ વાત જણાવી અને શાસનના પ્રત્યેનીકને શિક્ષા કરવા માટે જે પ્રતિજ્ઞા લીધી હતી તે પૂરી કરવાનો ઉપાય પૂછ્યો. ધર્માત્માને વિશિષ્ટ કોટિનાં સુખ જોઇતાં નથી હોતાં પરંતુ માનની અપેક્ષા મોટે ભાગે પડેલી હોય છે. તેથી આ પરીષહને જીતવાનું કામ કપરું છે. શરીરનાં દુઃખો હસતે મોઢે વેઠનારાને પણ માન-સન્માનનું અર્થીપણું જતું નથી. આપણે ધર્મ કરીએ અને આપણી કોઇ કદર ન કરે તો જાણે આપણા ધર્મમાં કોઇ માલ નથી - એવું લાગ્યા કરે. ગમે તેટલી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર – ૩૬૯

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222