________________
ન કહેવાય. જે સાધુતાના આચાર પાળતા જ નથી તે સાધુ જ નથી, તેમની ટીકા કરવાનો કોઇ અર્થ જ નથી. આજે તમે લોકો સાધુની ટીકા કરો છો તે વ્યાજબી નથી. જે સાધુ છે તેની ટીકા કરવાની નથી, જેઓ માત્ર વેખધારી છે, સાધુ છે જ નહિ તેની પણ ટીકા કરવાની જરૂર નથી. યાચના પરીષહ જીતવા માટે ગોચરીએ જવું જ પડશે. મકાનમાં આહાર મંગાવે - એ ન ચાલે. જેઓ બિનજરૂરી દોષિત આહાર વહોરાવે તેને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવને આશ્રયીને આધાકર્માદિ દોષથી દૂષિત આહાર વહોરાવે તોપણ તેમાં નિર્જરા થાય છે. દ્રવ્યથી કોઇ સાધુને વૈઘે દહીં જ વાપરવાનું કહ્યું હોય ને તે નિર્દોષ ન મળે તો દોષિત લે તેમાં સાધુને પણ દોષ ન લાગે અને વહોરાવનારને પણ દોષ ન લાગે. ક્ષેત્રથી વિહારનાં ક્ષેત્રમાં શ્રાવકનાં ઘરો ન હોય ત્યારે સામેથી આહાર લઇને વહોરાવે તોય દોષ ન લાગે. કાળથી દુર્ભિક્ષ કાળ હોય, પૂર આવ્યું હોય, વરસાદ પુષ્કળ પડતો હોય અને સાધુસાધ્વી ગોચરી માટે જઇ શકે એવું ન હોય તેમ જ તેઓ ઉપવાસ કરવા સમર્થ ન હોય
ત્યારે તમે દોષિત આહાર વહોરાવો તોપણ તમને દોષ ન લાગે અને ભાવથી રોગાદિના કારણે વિશિષ્ટ વસ્તુની જરૂર પડે તો દોષિત વહોરાવો છતાં તમને નિર્જરા થાય, દોષ ન લાગે. પરંતુ જ્યાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી કોઇ કારણ ઉપસ્થિત થયું ન હોય છતાં તમે દોષિત આહાર વહોરાવો તો તમને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ પડે.
યાચનાપરીષહમાં બળદેવની કથામાં આપણે જોયું કે કૃષ્ણમહારાજે જ્યારે છૈપાયનને નિયાણું વારવાનું કહ્યું ત્યારે તેણે માત્ર બળદેવ-વાસુદેવને છોડવાની વાત કરી. ત્યારે બળદેવે કૃષ્ણવાસુદેવને કહ્યું કે હવે આને કાલાવાલા કરવાનો કોઇ અર્થ નથી. એમ કહીને તેઓ ત્યાંથી નીકળી ગયા. કૃષ્ણે વિનંતિ કરતાં કહ્યું હતું કે તપસ્વીઓને નિયાણું કરવું શોભે નહિ, છતાં દ્વૈપાયન માન્યો નહિ, તેથી ત્યાંથી પાછા ફર્યા. ભગવાન પાસે આવીને પૂછ્યું કે આ દ્વારિકાને ક્યારે બાળશે ? ભગવાને કહ્યું કે બાર વરસે બાળશે. તેથી કૃષ્ણમહારાજાએ નગરમાં પડહ વગાડીને કહેવડાવ્યું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૮
કે બધાએ ધર્મધ્યાનમાં રહેવું, આયંબિલ વગેરે તપમાં પરાયણ રહેવું. કૃષ્ણમહારાજાએ મરણથી બચવા માટે ધર્મધ્યાનમાં રહેવાની વાત નથી કરી, સમાધિપૂર્વક મરણ થાય માટે ધર્મધ્યાનમાં રહેવાની વાત કરેલી. આજે અમારા મહાત્માઓ જણાવે છે કે - ‘ભગવાને દ્વારિકાને બળતી અટકાવવા માટે આયંબિલ કરવાનું કહ્યું હતું.' આ વાત વ્યાજબી નથી. કથાગ્રંથો વાંચતાં પણ શીખવાની જરૂર છે. આપણને ફાવતો અર્થ કાઢવા માટે કથાગ્રંથો નથી. દુઃખ દૂર કરવાનો ઉપાય ભગવાન ન બતાવે. લોકો પણ કેવા હોય ? દુ:ખ આવે ત્યારે તપ-જપ કરે, થોડું દુ:ખ હળવું થાય એટલે ધર્મ છોડી દે ને ? લોકોએ પણ ધર્મધ્યાન કરવાનું માંડી વાળ્યું.
બાર વરસ પૂરાં થયાં. દ્વૈપાયને પણ દેવમાયાથી પશુઓને સ્તંભિત કરીને બાળવા માંડ્યા. જે માણસો દોડાદોડ કરે છે તેમને પણ પકડી-પકડીને અગ્નિમાં નાંખવા માંડ્યો. કૃષ્ણ અને બળદેવ ચોધાર આંસુએ અસહાયપણે આ બધું જોઇ રહ્યા છે. લોકો દીનતાથી ‘હા ! કેશવ (કૃષ્ણ) ! હા ! રામ (બળદેવ) !' કહીને પોતાને બચાવવાનું કહે છે, પરંતુ દ્વૈપાયન આગળ એમનું કશું ચાલતું નથી. આ બાજુ વાસુદેવ, દેવકી (કૃષ્ણની માતા), રોહિણી (બળદેવની માતા) આ ત્રણને રથમાં બેસાડીને નગરની બહાર લઇ જવા માટે કૃષ્ણબળદેવ ઘોડા-બળદને લેવા ગયા પણ દેવમાયાથી બધા પશુઓ સ્તંભિત થઇ ગયેલા. આથી છેવટે બે ભાઇઓ પોતે રથ ખેંચીને નગર બહાર નીકળવા માંડ્યા. નગરનો દરવાજો પગેથી
આઘો કરીને બહાર નીકળવા મહેનત કરતા હતા એટલામાં તેમનાં માતાપિતાએ કહ્યું કે આ દ્વૈપાયન અમને છોડશે નહિ માટે તમે બે જતા રહો. છેવટે માતા-પિતાને પણ આમ નજર સામે મરતા કૃષ્ણ-બળદેવ જોઇ રહ્યા છે ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે. ગમે તેટલી કઠિન છાતી હોય તોપણ
તે સહી ન શકે - એવો કરુણ એ પ્રસંગ હતો. આ રીતે છ દિવસ સુધી
લોકોના હાહારવ સાંભળતાં દ્વારિકાનગરીને બળતી જોઇ સાતમે દિવસે બધું શાંત થયું. દ્વારિકા બળી ગઇ એટલે કૃષ્ણ-બળદેવ ત્યાંથી નીકળ્યા. કૃષ્ણ બળદેવને પૂછે છે કે ‘હવે આપણે ક્યાં જઇએ ?' ત્યારે બળદેવે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩૨૯