Book Title: Uttaradhyayana Sutra Pravachano
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 180
________________ જેવું જોઇએ એવું તો મળ્યું નથી છતાં જે મળ્યું છે તે નભાવીએ છીએ તે સત્ત્વના અભાવે જ ને ? શાલિભદ્રજી પાસે સત્ત્વ હતું તો જેવું જોઇએ તેવું ન મળ્યું તો છોડીને જતા રહ્યા. આપણી પાસે સત્ત્વ નથી માટે જ રહ્યા છીએ ને ? રાગ થાય એવું એકે પાત્ર નથી ને ? તો સત્ત્વ કેળવવું છે ને ? આ બાજુ આ ભદ્રમુનિ શ્રુતના પારગામી બની ગુરુની અનુજ્ઞા લઇને એકાકી વિહાર કરવા લાગ્યા. આ રીતે વિહાર કરતાં કરતાં એક નગરમાં આવ્યા. સમુદાયમાં રહેવાથી અનુકૂળતા ઘણી મળે છે. જ્યારે એકાકીવિહારમાં અનુકૂળતા મળે નહિ અને ઉપરથી ઉપસર્ગોની સંભાવના ઘણી છે. આ નગરમાં તેઓ સમુદાય સાથે આવ્યા હોત તો વાંધો ન આવત, પરંતુ એકલા આવ્યા હોવાથી ત્યાંના રાજાના ગુપ્તચર માણસોએ જાસૂસની શંકાથી તેમને પકડ્યા અને પૂછ્યું કે ‘તું કોની જાસૂસી કરે છે ?’ પેલા તો પ્રતિમાધારી હોવાથી મૌન ધારીને બેઠા છે. આથી આ લોકોએ મહાત્માના શરીર ઉપર ક્ષારદ્રવ્યો લગાવ્યાં. સ૦ ખુલાસો ન કરાય ? ન કરાય અને ખુલાસો કર્યા પછી પેલા માનવાના હતા ખરા ? પ્રતિમાધારી મૌન જ રહે, કોઇ જાતનો ખુલાસો ન કરે. ભગવાને પણ દીક્ષા લીધા પછી ગમે તેટલા ઉપદ્રવો આવ્યા પણ ક્યાંય ખુલાસો કર્યો નથી. આ લોકોએ તો જલદ દ્રવ્યો શરીર પર લગાડ્યાં તેના કારણે શરીર ઉપર કાણાં પડ્યાં અને તેમાં પાછા ઘાસના પૂળા શરીર ઉપર બાંધ્યા કે જેથી પેલા કાણામાં સળીઓ પેસે અને પીડા થાય. આમ છતાં આ મહાત્માએ કોઇ પણ જાતના ક્ષોભને પામ્યા વિના તૃણસ્પર્શપરીષહને સારી રીતે વેઠીને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આ મહાત્માએ જે રીતે પરીષહ વેઠ્યો તે રીતે સર્વ સાધુભગવંતો કે જેમણે મોહરૂપી વૈરીને હણી નાંખ્યા છે તેમણે આ પરીષહ જીતવો જોઇએ. અહીં નાનકડી કથામાં પણ છેલ્લે માર્મિક વાત કરી છે. સાધુપણું કોણ પાળી શકે ? જેણે મોહને હણી નાંખ્યો હોય તે જ ને ? ભગવાનનું વચન માનવા ન દે - તેનું નામ મોહ. આજે આપણને ધર્મ ગમે, ધર્માચાર્ય ગમે પણ ધર્માચાર્યનું વચન ન ગમે ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૫૨ આનું જ નામ મોહ. દીક્ષા લેવા માટે જેમ સત્ત્વની જરૂર છે તેમ દીક્ષા પાળવા માટે મોહને મારવાની જરૂર છે. આપણે ભગવાન સિવાય આખી દુનિયાનું માનીએ ને ? ઘરના લોકોનું કહ્યું માનીએ અથવા ભગવાનનું કહ્યું ન માનીએ એ જ મોહ છે. - સ૦ તમે રોજ પરીષહ વેઠવાની વાત કરો છો, આનંદની કોઇ વાત કેમ નથી કરતા ? પરીષહ વેઠવા એ જ તો પરમ આનંદની વાત છે, કારણ કે આના કારણે જ પરમાનંદ સ્વરૂપ મોક્ષ મળવાનો છે. પાપના ઉદયથી આવતાં દુઃખો સમભાવે ભોગવી લેવાં - એ જ સાધુનું મોટામાં મોટું સુખ છે. કારણ કે તેનાથી કર્મોની નિર્જરા થાય છે. તમે કહો છો ને કે ‘સાધુ સદા સુખિયા, દુ:ખિયા નહિ લવલેશ' એ સુખ કયું છે ? તમે ભોગવો છો તે નહિ ને ? સ૦ સાધુને સુખી માનવા માટે કઇ દષ્ટિ જોઇએ ? સાધુભગવંતને કોઇ જાતની ઇચ્છા નથી - એ જ તેમનું સુખ છે. આથી જ કહ્યું છે કે નિ:સ્પૃહદ્ધં મહામુલમ્ । તમારે ત્યાં પણ જે દુઃખ છે તે ઇચ્છાનું જ છે ને ? ‘નથી’ એના કારણે દુ:ખ છે કે ‘જોઇએ છે’ એના કારણે દુઃખ છે ? ‘જોઇએ છે’ એ જ મોટું દુઃખ છે અને ‘જોઇતું નથી' - એ જ મોટું સુખ છે. સાધુભગવંતો શરીર અને આત્મા બંન્નેને જુદા માનતા હોવાથી જ શરીરનાં દુઃખો આનંદથી વેઠી શકે છે. શરીર અને આત્માને એક માનવા : એ એક પ્રકારનો મોહ છે. શરીરને ગમે તેટલું કષ્ટ પડે તોપણ તેમાં આત્માના એકે ગુણનો ઘાત થતો નથી - એવું માને તે જ આવા પરીષહો વેઠી શકે. (૧૮) જલ્લ(મલ)પરીષહ : તૃણસ્પર્શપરીષહને વેઠનારા સાધુઓને તૃણના સંપર્કથી અથવા તો અન્ય રીતે પણ ધૂળ વગેરેના સંપર્કના કારણે શરીર ઉપર મળ જામી જાય તો સાધુ તે મલને દૂર ન કરે. ઉનાળામાં પરસેવાના કા૨ણે ૨જ વગેરે શરીરને ચોંટી જાય અને પછી સુકાઇ જવાથી મલ જામ થાય તોપણ સાધુ એ મલને દૂર ન કરે. કારણ કે સાધુભગવંતોએ અત્યંતરમલને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૫૩

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222