________________
હૈયામાં સમ્યકત્વને નિશ્ચલ રાખી માત્ર વચનથી રાજસભામાં તેના કાવ્યની રચનાને સારી કહી. આથી રાજાએ તેને લાખ સુવર્ણમુદ્રાનું દાન આપ્યું. પરંતુ હવે તો આ રોજનો કાર્યક્રમ થયો. રોજ વરરુચિ નવા કાવ્ય બનાવી રાજા પાસેથી દાન લેવા માંડ્યો. આથી શકડાલમંત્રીએ વિચાર્યું કે રાજા આ રીતે ભંડાર ખાલી કરી દેશે. તેથી વરસચિનાં બનાવેલાં કાવ્યો જૂનાં છે - એમ જણાવવા માટે રાજસભામાં પડદા પાછળ પોતાની સાત પુત્રીઓને હાજર કરી કે જે એક વાર સાંભળીને યાદ રહે, બે વાર સાંભળીને યાદ રહે એમ કરતાં ક્રમસર સાતમી પુત્રીને સાત વાર સાંભળીને કંઠસ્થ થઇ જાય - એવી મતિને ધરનારી હતી. વરરુચિ જે કાવ્ય બોલ્યો તે એક વાર સાંભળતાં જ પહેલી યક્ષા નામની પુત્રીને યાદ રહ્યું એટલે તે પણ બોલી ગઇ, તેથી તેની બીજી પુત્રીને પણ યાદ રહ્યું આ રીતે કરતા સાતે પુત્રીઓ કાવ્ય બોલી તેથી રાજાએ વરરુચિને દાન આપવાનું બંધ કર્યું. સારા માણસોને પણ ખોટાં કામ કરવાં પડે તેને રાજકારભાર કહેવાય. ત્યાર બાદ વરરુચિ લોકોમાં ખ્યાતિ પામવા ગંગાનદીમાં એક યંત્રની રચના કરવા દ્વારા તેમાંથી રોજ સો સોનામહોરની કોથળી જાણે ગંગાદેવી આપતી હોય એવું બતાવવા લાગ્યો. આ વાત રાજાને કાને પહોંચી. રાજાએ મંત્રીશ્વરને પૂછ્યું. મંત્રીશ્વરે કહ્યું “આજે તપાસ કરી જોઇએ પછી કાલે જોવા જઇએ.' મંત્રીશ્વરે તે યંત્ર પકડી પાડ્યું અને કાઢી નાંખ્યું. બીજા દિવસે રાજા પધાર્યા. વરરુચિએ નદીદેવીને પ્રાર્થના કરી, પગેથી યંકા દબાવે છે પણ યંત્ર ન હોવાથી કશું નીકળતું નથી. આ રીતે લોકો વચ્ચે તેનું અપમાન થવાથી વરરુચિ શકડાલમંત્રી પ્રત્યે દ્વેષ ધારણ કરી તેનાં છિદ્રો જોવા લાગ્યો. એવામાં મંત્રીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી રાજાને ભેટશું ધરવા માટે છૂપી રીતે શસ્ત્રો બનાવાય છે તે તેણે જાણ્યું. આ તક ઝડપીને વરરુચિએ રાજાની કાનભંભેરણી કરવા નાના છોકરાઓને મિઠાઇ વગેરે આપીને સંસ્કૃત શ્લોક બોલવા માટે શીખવ્યો કે - “આ મંત્રી રાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજ્ય ઉપર બેસાડવાનો છે.” રાજાના કાને આ વાત ગઇ તેથી ગુપ્તચરો પાસે તપાસ કરાવી તો શસ્ત્રો
બનાવવાનું કાર્ય ચાલુ છે તે જાણીને એ વાતની ખાતરી થઇ. બીજા દિવસે રાજસભામાં મંત્રી ગયા ને રાજાને પ્રણામ કર્યો તો રાજાએ મોઢું ફેરવી દીધું. શકપાલમંત્રી સમજી ગયા કે રાજા નારાજ થયા છે. હવે પોતાના આખા કુટુંબનો નાશ ન કરે તે માટે પોતે બીજા દિવસે રાજસભામાં જઇ રાજાને પ્રણામ કરી તાલપુટ વિષે મુખમાં નાંખ્યું અને શ્રીયકને પહેલેથી કહી રાખ્યું હતું કે – “કાલે રાજસભામાં હું આવું ત્યારે રાજા મોઢું ફેરવી દેશે તે વખતે તારે મારું માથું તારી તલવારથી કાપી નાંખવું અને રાજા પૂછે તો કહેવું કે – આપે મોઢું ફેરવ્યું, તેથી નક્કી છે કે પિતાએ રાજદ્રોહ કર્યો છે અને જે રાજદ્રોહ કરે તે મૃત્યુને યોગ્ય છે માટે મેં આમ કર્યું... આ રીતે કરવાથી આપણા આખા કુટુંબની રક્ષા થશે, નહિ તો વીફરેલો રાજા અકાળે બધાનો સત્યાનાશ લાવશે. હું જાતે વિષ ખાવાનો જ છું એટલે તને પિતૃહત્યાનું પાપ નહિ લાગે.” શ્રીયકે ન છૂટકે દુ:ખતા હૃદયે પિતાની આજ્ઞાથી તે પ્રમાણે કર્યું ત્યારે રાજસભામાં હાહાકાર મચી ગયો. રાજાએ શ્રીયકની વફાદારી જોઇને તેને પૂછ્યું ત્યારે તેણે સર્વ હકીકત કહી. રાજાના પશ્ચાત્તાપનો પાર નથી, પરંતુ મંત્રીશ્વર તો ગુમાવ્યા જ. હવે રાજા શ્રીયકને મંત્રી મુદ્રા લેવાનું જણાવે છે.
આ સંસારમાં રહેલા જીવને સ્ત્રી એ વિશ્વાસનું પાત્ર લાગતું હોય છે. સંસારનાં દરેક કાર્યમાં આશ્વાસનું ધામ લાગે એવી સ્ત્રીને કર્મબંધનું કારણ માનવાનું કામ કપરું છે. આ અનુકૂળ પરીષહે છે, આવે તો જ વેઠવાનો છે, ઊભો કરીને વેઠવાનો નથી. રોગ માટેની દવા હોય તો તેનો અર્થ એ જ છે કે રોગ આવે ત્યારે એ દવાનો ઉપયોગ કરવાનો. રોગ ઊભો કરીને દવા કરવાની વાત નથી. એ જ રીતે અહીં સ્ત્રીપરીષહ માટે વિચારવું. સ્ત્રી ગમે તેટલી અનુકૂળ લાગે તોપણ તે પરીષહરૂપ છે, કર્મબંધનું મુખ્ય કારણ છે. આ સ્ત્રીના સંગને કાદવના લેપની ઉપમા આપી છે. લેપ અને વિલેપનમાં ફરક છે. ચંદનનું વિલેપન હોય અને વિષ્ટા કે કાદવનો લેપ કહેવાય. જે આપણે ચાહીને લગાડીએ તેને વિલેપન કહેવાય. જે અનિચ્છાએ લાગી જાય તેનું નામ લેપ. શાસ્ત્રકારો સ્ત્રીઓને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૫
૨૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર