________________
સુખનાં વખાણ કરવાં હોત તો તમારા બદલે ટાટા-બિરલાનાં વખાણ કરત. એમના બદલે તમને પુણ્યશાળી કહીએ છીએ તેનો અર્થ જ એ છે કે ધર્મસામગ્રી આપે એ જ પુણ્ય વખાણાય. સ0 અમને સંસારમાં સુખની અનુભૂતિ થાય છે - એનું શું ?
મદિરા પીધેલો માણસ માતાને પત્ની કહે અને પત્નીને માતા કહે એનું શું? એને અનુભૂતિ કહેવાય ? ગટરમાં પડ્યો હોય તોય તેને આનંદ છે. તેની જેમ અહીં પણ મિથ્યાત્વમોહના કારણે સંસારમાં દુ:ખ હોવા છતાં સુખત્વની બુદ્ધિ થાય છે. આ મોહ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આવી અનુભૂતિ થયા જ કરવાની. એક વાર આ મોહ દૂર કરીએ તો પછી ભગવાનની આજ્ઞા મુજબ જીવવાનું સુકર બને. પછી તો એ વચનનું પાલન એ રીતે થાય કે ફળની પણ અપેક્ષા ન રહે. આજે આપણી દશા એ છે કે ફળ બધું જોઇએ છે પણ પ્રવૃત્તિ એકે કરવી નથી. શાસ્ત્રકારો કહે છે કે પ્રવૃત્તિ છે પરિપૂર્ણ કરીએ તો ફળ એની મેળે મળી જાય, તેની અપેક્ષા રાખવી ન પડે. સ) અમે પાંચ ઇન્દ્રિયોથી મળતી અનુકૂળતાને સુખનું લેબલ આપીએ,
આપ શું કહો ?
અમે એને દુઃખ કહીએ. કારણ કે આ કમેં આપેલી અનુકૂળતા છે, આત્માની નથી અને ‘કર્મજનિત સુખ તે દુ:ખરૂપ, સુખ તે આતમઝાંખ.’ કર્મથી મળનારું સુખ આપણું છે જ નહિ તો તેના પાછળ દોડાદોડ શી કરવાની ? સુખ કર્મથી મળે છે માટે જ જોઇતું નથી. ઘરમાં કુતરું આવે તો હડ કરીને કાઢો ને ? તેમ આપણને મળેલું સુખ પણ કર્મયોગે મળ્યું હોવાથી કાઢી નાંખવું છે. કૂતરું કદાચ કરડે કે ન કરડે પણ કર્મ તો કરડ્યા વિના નહિ રહે. તેથી આઘા રહેવું. સ0 સુખના દ્વેષી બનવાનું ?
હવે બરાબર સમજયા. આપણે દુ:ખના દ્વેષી તો અનાદિકાળથી છીએ, હવે સુખના ઢષી બનીએ તો ધર્મ કરવાની લાયકાત આવશે. કોઈ ખાવાપીવા વગેરેની અનુકૂળતા આપે તોપણ આપણે ભોગવવી નથી. ૨૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 સુખ મળે તો સમાધિ થાય, પણ દુઃખમાં આર્તધ્યાન કેમ થાય છે ?
દુઃખ ભોગવવાનો અધ્યવસાય નથી માટે આર્તધ્યાન થાય છે, દુઃખ આવવાના કારણે નહિ. તમને દુઃખમાં આર્તધ્યાન તો ખબર છે, પણ સુખમાં સમાધિ રહેવી – એ પણ એક આર્તધ્યાન છે : એની ખબર નથી લાગતી. આર્તધ્યાન ચાર પ્રકારનાં છે. અનિષ્ટનો યોગ એ જ આર્તધ્યાન છે એવું નથી, ઇષ્ટમાં રતિ થાય તે પણ આર્તધ્યાન છે અને સુખનું નિયાણું કરવું એ પણ આર્તધ્યાન છે. તમે સુખ મળવું અને દુ:ખ ટળવું એને સમાધિ કહો છો, શાસ્ત્રકારો કહે છે – સુખ માંગવું નહિ અને દુઃખ જાય - એવી પ્રાર્થના ન કરવી તેનું નામ સમાધિ.
આપણે વિહારચય પરીષહની વાત શરૂ કરી હતી. તેમાં સંગમાચાર્યની કથા આવી છે. અહીં કથામાં આચાર્યભગવંતનાં વિશેષણ તરીકે કરુણાભંડાર, વાત્સલ્યનિધિ, મહાપ્રભાવક વગેરે નથી જણાવ્યાં. અહીં જણાવે છે કે સમસ્ત જગતના પદાર્થોને જણાવવા માટે સૂર્યસમાન તેજસ્વી જ્ઞાન જેમનું હતું તેવા તે આચાર્ય હતા અને સાથે જ્ઞાપાલનમાં તત્પર હતા. કર્મયોગે તેમનું જંઘાબળ ક્ષીણ થયું હોવાથી તેઓ એક સ્થાને રહી ગયા અને પોતાના સિંહ નામના શિષ્યને સમસ્ત ગણને લઇ નવકલ્પી વિહાર માટે અન્યત્ર મોકલી આપ્યા. પોતે મકાનના નવ ભાગ કલ્પીને એક મકાનમાં પણ યથાશક્તિ નવકલ્પી વિહારની આજ્ઞાનું પાલન કરતા હતા અને અંતમાં ભિક્ષાથી નિર્વાહ કરતા હતા. તેમના આજ્ઞા પ્રત્યેના બહુમાનથી અને આજ્ઞાપાલનના અનુરાગથી શાસનની અધિષ્ઠાયક દેવી પ્રસન્ન થઇ તેમના સાન્નિધ્યમાં રહેતી હતી. ભક્તવર્ગ અનુકૂળ હોવા છતાં આહારાદિની અનુકૂળતા ભોગવવાનું કામ તેઓ કરતા ન હતા. એક વાર સિંહ આચાર્યે પોતાના દત્ત નામના શિષ્યને આચાર્યભગવંતની શાતા પૂછવા મોકલ્યા. પેલા દત્તસાધુ આવ્યા પણ આચાર્યને એ જ મકાનમાં જો અને તેમને શિથિલાચારી માની તેમની સાથે ન ઊતર્યા અને બાજુના ઝૂંપડામાં ઊતર્યા. ગોચરી વખતે આચાર્ય ભગવંત અંતકાંત આહારવાળાં ઘરોમાં લઇ ગયા, પણ પેલો તો કશું વહોરતો નથી. આથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૮૫