________________
શક્તિ પણ સારી છે તો તું જવાનો વિચાર માંડી વાળ.' એટલે શ્રી આર્યરક્ષિતસૂરિ પાછા ભણવામાં લાગી ગયા. આ બાજુ માતા-પિતા અકળાયા એટલે પોતાના બીજા દીકરા ફલ્યુરક્ષિતને મોકલ્યો. તેણે આવીને જણાવ્યું કે - “અમે સૌ પ્રવ્રજ્યાના અર્થી છીએ તો અમને પ્રતિબોધવા પધારો.” શ્રી આર્યરક્ષિતસૂરિએ કહ્યું કે – “જો દીક્ષાનો અર્થી તું હોય તો અહીં જ દીક્ષા લઇ લે.ફલ્યુરક્ષિતે તો ત્યાં દીક્ષા લઇ લીધી. આ સમાચાર સાંભળીને માતા-પિતા વિચારે છે કે “આ તો લેવા ગયેલો ય ત્યાં રહી ગયો.”
બાવીસ પ્રકારના પરીષહો વેઠવાની વાત આપણે એટલા માટે શરૂ કરી છે કે આજે નહિ તો કાલે આપણે અહીં સુધી પહોંચવું છે. આજે ઘણાના મનમાં એવી શંકા છે કે – “આ પરીષહો આ કાળમાં આપણે પાળી શકવાના નથી તેમ જ બીજા કોઇ પાળી શકે – એવું ય લાગતું નથી, તો આવી વાતો કરવાનો અર્થ શું ? વાતો ઊંચી કરવી અને કરવું કશું નહિ, આનો કોઈ અર્થ નથી. ઉપરથી આના કારણે લોકો સાધુ પ્રત્યે દુર્ભાવ ધારણ કરતા થઇ જાય કે આજના સાધુઓ તો શિથિલ છે...' આવી શંકાના નિરાકરણમાં આટલી સ્પષ્ટતા યાદ રાખવી કે – આ વર્ણન તો એટલા માટે છે કે અમને ‘અમે બહુ સારું ચારિત્રા પાળીએ છીએ” - એવો અહં જે ટકરાયા કરે છે તે ન નડે. બાકી આવું ચારિત્ર પાળવાનું આજે આપણા માટે શક્ય ન બની શકે એ સુસંભવિત છે છતાં અમારા આ જેવાતેવા સાધુપણાનું પણ જે અભિમાન છે તે ઓગળી જાય, અમે અભિમાનનાં પૂતળાં ન બનીએ અને આજ્ઞાના અર્થી બની રહીએ એ માટેનું આ વર્ણન છે. આપણને માનકષાય નડે નહિ અને આપણે આશાના ખપી બનીએ એના માટેનો આ પ્રયત્ન છે. આમાં કોઇને ખરાબ ચીતરવાનો કે કોઇની નિંદા કરવાનો ઇરાદો નથી. આમે ય જીવનો અનાદિનો સ્વભાવ છે કે જે કઠિન હોય તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો. આપણી પાસે દુ:ખ વેઠવાનો અધ્યવસાય નથી, આગળ વધીને દુ:ખ વેઠવાના પણ નથી એમાં ય બે મત નથી. છતાં આટલી વાત એટલા ૨૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
માટે છે કે એક વાર આપણો અહં ઓગળે તો ભગવાનનો માર્ગ આપણા માટે મોકળો બની જાય. જે સાધુપણું ભગવાને બતાવ્યું છે તે તો હજુ આપણે શરૂ પણ કર્યું નથી. આપણે ક્યાં સુધી પહોંચવાનું છે – તે નજર સામે લાવવા માટે આ વાત છે. એક વાર અહીં સુધી પહોંચવાનો સંકલ્પ મજબૂત કરી લઇએ તો કામ થઇ જાય. આ બધી ગાથાઓ કંઠસ્થ હોય, એનો સ્વાધ્યાય કરીએ, એના અર્થમાં રમીએ તો પાપનો અધ્યવસાય જાગે નહિ, અનુકૂળતા મેળવવાનું મન ન થાય અને પ્રતિકૂળતા વેઠવા માટે મન તૈયાર થઇ જાય. સ0 અનુકૂળતા મળે તો ભોગવવી કે નહિ ?
મળે ને જરૂર હોય તો ભોગવી લઇએ એ બને, પરંતુ એ અનુકૂળતા ગમે નહિ તેની કાળજી રાખવી. પરીષહો વેઠવાનું અશક્ય નથી, આપણે ત્યાં સુધી પહોંચવા તૈયારી કરવી છે. કોઇ આપણા ચારિત્રનાં વખાણ કરે તો કહી દેવું કે ‘ભાઇ ! અંદર ઘણો કચરો ભર્યો છે એ કાઢવા માટે પ્રયત્ન કરું છું પરંતુ મરણાંત કષ્ટ આવે છતાં સ્વસ્થતા હણાય નહિ તે અવસ્થા સુધી મારે પહોંચવાનું છે.’ પરીષહ વેઠવા જેવા છે – આટલું લાગે તો આપણું કામ થઇ જાય. આપણે દુ:ખ વેઠી ન શકીએ અને દુ:ખનો પ્રતિકાર કરીએ એ બને પણ દુ:ખ વેઠવાયોગ્ય નથી ને પ્રતિકાર કરવા યોગ્ય છે - એવો તો અમે ય વિચાર કરવો નથી. આચારમાં શિથિલ બનીએ તોય માન્યતા કે પ્રરૂપણામાં શિથિલ બનવું નથી.
આપણે કથામાં જોઇ ગયા કે ફલ્યુરક્ષિત જયારે બોલાવવા આવ્યા ત્યારે શ્રી આર્યરક્ષિતસૂરિની હિંમત ચાલતી નથી તેથી શ્રી વજસ્વામીજીને પૂછતા નથી. કારણ કે શ્રી વજસ્વામીજીએ તો તેને કહ્યું કે – ‘તું તો પ્રતિભાસંપન્ન છે થોડી વારમાં આટલું ભણી જઇશ.” છતાં શ્રી આર્યરક્ષિતસૂરિજીએ પૂછયું કે “મારે હજુ કેટલું ભણવાનું બાકી છે ?” આચાર્યભગવંતે કહ્યું કે – વિન્માત્ર ત્વથડથીતમ્, મિત્રત શિષ્ય દસમાં પૂર્વનું બિંદુ જેટલું તું ભણ્યો છે જ્યારે સમુદ્ર જેટલું તો બાકી છે. ત્યારે શ્રી આર્યરક્ષિતસૂરિજીએ કહ્યું કે “ભગવનું ! હું અધ્યયનથી કંટાળી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૫૫