________________
ખૂબ જ સાવધાની રાખવી. જેથી પૂજ્ય વ્યક્તિની આશાતના ન થાય. પહેલાના કાળમાં તો પતિ પત્નીનું કે પત્ની પતિનું નામ પણ લેતા ન હતા. પત્ની આર્યપુત્ર તરીકે સંબોધન કરે, પતિ દેવી તરીકે સંબોધન કરે. આ બધી ભાષામાં પણ હૈયાના ભાવ ભરેલા છે. આ રીતે સંબોધન કરે તો ગુસ્સો કરવાનું ન બને, કદાચ ગુસ્સો આવે તોપણ શબ્દમાં-ભાષામાં ફરક પડે. નામ દઇએ તો તુંકારે બોલવાનું થાય અને જેમતેમ બોલવાનું થાય. જ્યારે ‘દેવી’ કહે તો કદાચ કહેવું પડે ત્યારે ‘દેવી ! આ શું કરો છો ?’ એમ કહે તો પારો ઓછો થાય ને ? આપણા કુળના સંસ્કાર પણ એવા હતા કે વિનયના આચાર એમાં વણાયેલા હતા. જ્યારે આજે તો વિદ્યા ભણતી વખતે પણ વિનયના આચાર લુપ્ત થતા ચાલ્યા છે. આપણે વિનય ન કરી શકીએ તેવું આ જગતનું વાતાવરણ છે. વિનય એ વિદ્યાનું મૂળ છે, તેને જ આપણે વિદાય આપી છે ને ? ભણાવનાર ઊભા ઊભા ભણાવે અને ભણનાર બેંચ ઉપર બેસીને ભણે, ક્યાંથી વિદ્યા ચડે ? કદાચ ચડે તોય પરિણામ તો ન જ પામે.
અહીં ગુરુનો વિનય કરતી વખતે પ્રતિકૂળ વર્તન કરવાની ના પાડી છે. અનુકૂળ વર્તન ન કરી શકીએ - એ બને પણ પ્રતિકૂળ વર્તન તો નથી જ કરવું. અનુકૂળ વર્ઝન પ્રયત્નસાધ્ય છે. પ્રતિકૂળવર્તન ટાળવા માટે પ્રયત્નની જરૂર જ નથી. ન્યાયની ભાષામાં કહીએ તો પ્રવૃત્તિ પ્રયત્નથી સાધ્ય છે, નિવૃત્તિ પ્રયત્નના અભાવથી સાધ્ય છે. પ્રતિકૂળ વર્તન ન કરવા માટે શક્તિની નહિ, ભક્તિની જરૂર છે. આચાર્યભગવંતને પ્રતિકૂળ વર્ઝન વચનથી તો નથી જ કરવું, તેમ કાયાથી પણ નથી કરવું. આચાર્ય
ભગવંતાદિના આસન વગેરે ઉપધિને પગ ન લગાડવો. આચાર્યભગવંતનાં વસ સૂકવેલાં હોય તો તેને માથું વગેરે શરીરનાં અંગો ઘસાય એ રીતે ન ચાલવું. ત્યાંથી જવું હોય તો હળવે હાથે એ કામળી વગેરે ખસેડીને જવું અને પાછું વસ્ત્ર જેવું સૂકવેલું હોય તેવું જ સૂકવવું. આચાર્યભગવંતને ન ગમે એવું બોલવું પણ નથી અને એવું વર્તન કાયાથી પણ કરવું નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૪
સાધુભગવંતોનો આચાર સમજવાનું આપણે એટલા માટે શરૂ કર્યું છે કે શ્રાવકનું લક્ષ્ય સાધુ થવાનું જ હોય. સ્કૂલમાં ભણનારનું લક્ષ્ય ડૉક્ટર થવાનું કે ઇંજિનિયર થવાનું હોય તેમ શ્રાવકનું લક્ષ્ય સાધુ થવાનું જ હોય. આ દુનિયાની બીજી એકે પદવી શ્રાવકને મન ચઢિયાતી ન હોય. તમારે ત્યાં ગ્રેજ્યુએટ થયેલા હોય, ડબલ કે ટિબલ ડિગ્રી મેળવી હોય તેઓ પણ જો આ સાધુપદવીને ન પામે તો સંસારમાં રખડવા જ નીકળી પડવાના છે. ષડ્દર્શનના જ્ઞાતા પણ જ્યાં સુધી આ પદવીને ન પામે ત્યાં સુધી તેઓ આ સંસારના પારને પામી નહિ શકે. જેમ વેપા૨ી માણસ પાસે ધંધાની જ વાતો કરવાની હોય છે તેમ શ્રાવક પાસે સાધુપણાની જ વાતો કરવાની હોય. જે વેપારી આગળ ધંધાની વાત ન કરે અને બીજીત્રીજી વાતો કરે તે માણસ વાયડો ગણાય છે. જે વાતો આપણા કામની ન હોય તે તો વાહિયાત વાતો કહેવાય અને વાહિયાત વાતો કરનારા વાયડા ગણાય છે તેમ શ્રાવક પાસે પણ સાધુપણાની વાત કરવાને બદલે બીજી જ વાત કરવામાં આવે તો તે સાધુને પણ વાયડા કહેવા પડે ને ? તમારે ત્યાં ભણનારનું લક્ષ્ય શું હોય ? ભણીને પણ છેવટે પૈસો જ કમાવવો છે ને ? તેમ શ્રાવકપણું પાળીને પણ છેવટે સાધુ જ થવું છે ને ? માટે આ વિનયનો આચાર શરૂ કર્યો છે. સાધુપણાની ઇચ્છા વિના સમ્યગ્દર્શન પણ મળતું ન હોય તો શ્રાવકપણું કઇ રીતે ટકે ? સમ્યગ્દર્શન પામ્યા પછી સાધુ થવા માટે જો પુરુષાર્થ કરવામાં ન આવે તો આવેલું સમ્યક્ત્વ ચાલી જતાં વાર ન લાગે.
આપણે જોઇ ગયા કે આચાર્યભગવંતનું પ્રત્યેનીકપણું વચનથી ન કરવું. ‘તમે આમાં શું સમજો ?' આવું બોલવું તે પ્રતિકૂળ વર્ઝન વચનથી
કહેવાય છે. તેમ જ આચાર્યભગવંતના આસન વગેરેને પગ લગાડવો તે કાયાથી વિપરીત વર્ઝન છે. આવા પ્રકારનું પ્રતિકૂળ વર્તન ક્યારે ન કરવું તે માટે જણાવે છે કે પ્રગટપણે કે ગુપ્તપણે પ્રતિકૂળ વર્તન ન કરવું. જે આચાર્યભગવંતને ન ગમે તેવું વર્ઝન આચાર્યભગવંતની સામે જ ન કરવું - એવું નહિ, એકાંતમાં પણ પ્રતિકૂળ વર્ઝન નથી કરવું. જેમ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૩૫