________________
સ0 ચાલુ હોય ને બંધ કરીએ તો વિરાધના ઓછી થાય ને ?
પરંતુ એ વખતે સાધુના નિમિત્તે જે જીવોને તમે વહેલા મારી નાંખો તેનું પાપ અમને લાગે. ચાલુ રાખવામાં વિરાધના છે, પરંતુ તે વિરાધના તો તમારા નિમિત્તે ચાલુ હતી, તેમાં સાધુને દોષ નથી. તમે વિરાધનામાં બેઠા છો, છતાં અમારા નિમિત્તે વિરાધના કરો તો અમને દોષ લાગે. જીવ મરવાના કારણે દોષ લાગે છે એવું નથી, એના મરણમાં નિમિત્ત બનવાના કારણે પાપ લાગે છે. અષ્ટકપ્રકરણમાં શિષ્ય શંકા કરી છે કે આયુષ્યકર્મ પૂરું થવાથી જીવ મરે તેમાં મારનારને હિંસા કેમ લાગે ? ત્યારે આચાર્યભગવંતે જવાબ આપ્યો કે આયુષ્યકર્મ પૂરું થવાના કારણે જીવ મરતો હોવા છતાં તેના મરણમાં નિમિત્ત બનવાના કારણે દોષ લાગે છે. જો મારવાનો ભાવ ન હોય તો શસ્ત્ર વગેરે હાથમાં શા માટે છે ? તેથી મારનારને જે મારવાનો ભાવ છે તેના કારણે દોષ લાગે છે. આ રીતે વિરાધનાનું સ્વરૂપ સમજો તો તમે પણ નિર્દોષ ભિક્ષા વહોરાવી શકશો. હવે આગળ જણાવે છે કે મહાપુરુષોના પ્રતિરૂપ વડે ભિક્ષા ગ્રહણ કરવી. અર્થાત્ મહાપુરુષોએ જે રીતે ભિક્ષા ગ્રહણ કરી હતી તે રીતે ભિક્ષા લેવી. મહાપુરુષો એષણાના દોષો ટાળવામાં જરા પણ પ્રમાદ કે ઉપેક્ષા સેવતા ન હતા. તેમ સાધુ પણ પૂર્વપુરુષોને અનુસરી નિર્દોષ ભિક્ષાચર્યાને સેવે. આ જ આશયથી સાધુભગવંતોને સવારે સજઝાય કર્યા પછી આદેશ લેવાનો વિધિ છે. આખા દિવસમાં જે કાંઇ આહારવસ્ત્રપાત્રવસતિ વગેરેનું ગ્રહણ કરવાનું છે તે પૂર્વપુરુષો - પૂર્વસૂરિઓએ જે રીતે ગ્રહણ કર્યું છે તે રીતે જ ગ્રહણ કરવાનું છે. આ રીતે જે આહારાદિ લેવામાં આવે તે જ લાભમાં ગણાય છે. પોતાની ઇચ્છા મુજબ ગ્રહણ કરેલા આહારાદિ લાભનું કારણ બનતા ન હોવાથી લાભમાં ગણાતા નથી. આ આદેશમાં છેલ્લે શય્યાતરનું ઘર પણ ગુરુ પાસેથી જાણવાનું હોય છે. જેણે શય્યા-વસતિ રહેવા માટે આપી હોય તે વ્યક્તિ શાતર કહેવાય છે. સાધુને શા-વસતિ આપવાના કારણે આ સંસારથી તરે છે માટે તેને શય્યાતર કહેવાય છે.) આ શય્યાતરના ઘરનો ૧૮૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
આહાર સાધુને ન કહ્યું. જેના ઘરે રહે તેનું બધું જ વાપરે તો કોઇના ભાવ ન ટકે અને અતિભાવુક શય્યાતર હોય તો દોષિત આહાર વહોરાવે - આ રીતે ઉભયથા દોષ હોવાથી ભગવાને શય્યાતરના આહારનો નિષેધ કર્યો છે. આ રીતે આહાર લાવ્યા બાદ પ્રમાણોપેત આહાર વાપરવાના સમયે જ વાપરે. આ પ્રમાણે ભિક્ષાચર્યાને આશ્રયીને વિનય બતાવ્યો.
नाइदूरमणासपणे नन्नेसिं चक्खूफासओ । एगो चिट्ठज्ज भत्तट्ठा लंघिया तं नइक्कमे ॥१-३३॥
વીતરાગ પરમાત્માના શાસનમાં સાધુપણાને પામેલાઓ માર્ગથી અજ્ઞાત ન રહે – એની કાળજી શાસ્ત્રકારોએ પૂરેપૂરી રાખી છે. જે આજ્ઞા શાસ્ત્રકારોએ બતાવી છે તે આજ્ઞાના પાલનનો ઉપાય બતાવવામાં ન આવે તો એ શાસ્ત્ર છેદશુદ્ધ ગણાતું નથી. આથી જ શાસ્ત્રકારોએ આચારપાલનનું જ્ઞાન પૂરેપૂરું આપ્યું છે. મોટાભાગનાં સાધુસાધ્વીઓને આ સૂત્ર કંઠસ્થ હોય છે. તેઓ તો ભિક્ષાચર્યાએ જાય ત્યારે આ બધી આજ્ઞાનું પાલન મજેથી કરી શકે. આમ છતાં જો તેની ઉપેક્ષા જ કરવામાં આવે તો તેમનું કલ્યાણ ક્યાંથી થાય ? હિતશિક્ષા ન મળે એના કારણે જે અહિત થાય અને હિતશિક્ષા ન માનવાના કારણે જે અહિત થાય તે બે વચ્ચે ઘણું અંતર છે. હિતશિક્ષા ન મળે એમાં તો સંયોગોની ખામી હોઇ શકે જ્યારે હિતશિક્ષા મળ્યા પછી પણ ન માનવામાં આપણી પોતાની અયોગ્યતા પુરવાર થાય છે. શાસ્ત્રકારોએ હિતશિક્ષા આપવામાં કચાશ રાખી જ નથી. આપણે માનવા માટે તૈયાર થયું છે.
આપણે જોઇ ગયા કે સાધુભગવંત ભિક્ષાચર્યાએ જાય ત્યારે લાઇનમાં ઊભા ન રહે. હવે જો કોઇ વાર ગામમાં બે-ચાર જ ઘર હોય અને ત્યાંથી જ ગોચરી વહોરવાનો વખત આવે તો તેવા વખતે શું કરવું તે માટે જણાવે છે કે – તેવા વખતે દાતા અન્ય ભિક્ષુકાદિને વહોરાવતો હોય તેનાથી અત્યંત દૂર પણ ન ઊભા રહેવું અને અત્યંત નજીક પણ ન ઊભા રહેવું. અત્યંત દૂર ઊભા રહેવાથી દાતા જો કોઇ દોષ સેવે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૮૫