________________
તમે પણ જો એક જ પરિચયમાં ખબર પડે કે પાર્ટી સારી છે તો રાહ જુઓ કે તરત જ ભાગીદારી નોંધાવો ? તેમ અહીં પણ ભાગીદારી નોંધાવવી જોઇએ ને ? અહીં કહ્યું છે કે હ્રામમોોમ્યો વિરહ: સન્... આપણે હોત તો સંસારને લાત મારીને નીકળ્યા’ એમ કહેત. જ્યારે ગ્રંથકારશ્રી કહે છે કે કામભોગથી વિરાગી બનીને દીક્ષા લીધી. એનું કારણ એ છે કે સંસાર છોડવાનું કામ સહેલું છે, વિષયભોગથી વિરામ પામવાનું, વૈરાગ્ય કેળવવાનું કામ કપરું છે. કામભોગથી વિરામ પામ્યા વગર ધર્મ થાય નહિ - આ વસ્તુ હૈયામાં કોતરી રાખો. મુમુક્ષુની ભક્તિ તો લોકો ઘણી કરે પરંતુ મુમુક્ષુ એ બધાને લાભ આપ્યા કરે તો તેનો વૈરાગ્ય ક્યાંથી ટકે ? આજે દુઃખ ભોગવવાનો અભ્યાસ જેટલો પડાય છે એટલો સુખ છોડવાનો અભ્યાસ પાડવામાં આવતો નથી. જેને ખાવા-પીવા, પહેરવાઓઢવાનો રાગ હોય એવાઓ અહીં ન આવે એ સારું જ છે. સ૦ ઉત્સાહ ન હોય તોપણ દીક્ષા લેવાની વાત કરાય છે ને ?
એની ના નથી, પરંતુ ઉત્સાહ વિના દીક્ષા લીધી હોય તોપણ તે ગુરુની આજ્ઞા મુજબ પાળવાની છે. આજ્ઞા પાળે તેને ઉલ્લાસ પ્રગટ્યા વિના ન રહે. આ શ્રમણભદ્રમુનિ એક વાર અરણ્યમાં પ્રતિમા ધારીને ઊભા રહેલા. ત્યાં હજારો મચ્છર તેમના શરીર ઉપર એ રીતે આવીને લાગ્યા કે તેમના શરીરનો વર્ણ મચ્છરના યોગે કાળો દેખાતો હતો. આમ છતાં તે મહાત્મા શુભ ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી. તેમનું મન સત્ત્વધારી હતું. એક વાર મન તૈયાર થાય તો શરીર સાથ આપ્યા વિના ન રહે. તે મહાત્મા વિચારે છે કે નરકાદિગતિમાં તો આના કરતાં વધુ વેદના લાંબાકાળ સુધી ભોગવી છે એની અપેક્ષાએ આ વેદના તો અલ્પકાળ માટે અને અલ્પપ્રમાણમાં છે. વળી આ આત્મા અને શરીર તદ્દન ભિન્ન છે. શરીરની વેદનાથી આત્માએ વ્યથિત થવાની જરૂર નથી. શરીર અને આત્માને ભિન્ન તરીકે જાણ્યા પછી કયો એવો બુદ્ધિશાળી છે કે જે શરીર ખાતર આત્માના નુકસાનને ઊભું કરે. આમે ય આ શરીર નશ્વર છે તો તેનાથી આ ડાંસમચ્છરની તૃપ્તિ થતી હોય તો ભલે થતી...
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૨
ઇત્યાદિ શુભભાવમાં આખી રાત્રિ વ્યતીત થઇ. તે ડાંસમચ્છરોએ એ મહાત્માના લોહીમાંસને એ રીતે ચૂસી લીધા કે રાત્રિના અંતે તે મહાત્મા કાળધર્મ પામી દેવલોકમાં ગયા. આ રીતે મરણાંત કષ્ટ આવે ત્યાં સુધી સાધુ મહાત્માએ આ પરીષહ વેઠવો જોઇએ. આપણી પાસે સત્ત્વ ન હોય ને મચ્છરદાની વગેરે રાખતા હોઇએ તો શરમાવાની જરૂર છે, માથું ઊંચું રાખીને ફરવાની જરૂર નથી. આપણા પ્રમાદાચરણથી – શિથિલાચારથી આપણે લજ્જા પામીએ તોય યોગ્યતા ટકી છે - એમ માની શકાય.
-
(૬) અચેલપરીષહ : ડાંસ મચ્છર કરડવા લાગે એટલે સાધુને વજ્રની અપેક્ષા જાગે તેથી હવે આ અચેલપરીષહ જણાવે છે. સાધુનાં વસ અત્યંત જીર્ણ થઇ ગયાં હોય તોપણ ‘હું વસ્ત્ર વગરનો થઇ જઇશ' એમ ચિંતા ન કરે. તેમ જ ‘હું નવું વસ્ત્ર લઇ આવું’ – એવી પણ વિચારણા ન કરે. સચેલપણું કે અચેલપણું કર્મયોગે આવે છે - એમ સમજી સાધુ ખેદ-સંતાપને ધારણ ન કરે. પોતાની પાસેની વસ્તુ નકામી થઇ છે તે માયાપૂર્વક ગૃહસ્થને જણાવી તેમની પાસેથી વસ્તુ મેળવી લેવાની વૃત્તિ સારી નથી. માયાવીને ધર્મ ન હોય. સરળતાપૂર્વક યાચના કરવી સારી, પણ માયાપૂર્વક વસ્તુ મેળવવી સારી નહિ.
ન
સાધુપણાના આચાર બતાવ્યા પછી તેનું પાલન કઇ રીતે કરવું - એ જણાવવા માટે આ અધ્યયન જણાવ્યું છે. દુઃખ વેઠ્યા વિના આચાર પાળી શકાય એવું નથી. વસ્તુ ગમે તેટલી ઉત્તમ હોય તોપણ તેના અસ્તિત્વમાત્રથી નિસ્તાર ન થાય, તેનો ઉપયોગ કરીએ તો જ વસ્તુની ઉત્તમતા કામની છે. સારી વસ્તુ અસ્તિત્વમાત્રથી ઉપકાર નથી કરતી, તેના ઉપયોગથી ઉપકાર થાય છે. સાધુપણું ઊંચું છે એ વાત સાચી પણ આરાધીએ તો ઊંચું છે અને આરાધના દુઃખ વેઠ્યા વિના થતી નથી, આથી વિનય અધ્યયન પછી પરીષહ અધ્યયન જણાવ્યું છે. જે દુઃખ વેઠી શકે તે જ સાધુપણું પાળી શકે. જે દુઃખ વેઠવા તૈયાર ન હોય તે સાધુપણું
પાળી શકે તે વાતમાં કોઇ તથ્ય નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪૩