________________
એ ચાલે ? આજે નિયમ આપી દઉં કે છોકરાઓની હાજરીમાં મા-બાપ કે ભાઇ-બહેન વગેરેને કશું કહેવું નહિ. આટલું તો બને ને ? આપણા વડીલ બેઠા હોય ત્યાં સુધી આપણે વડીલ થવાની જરૂર નથી. અમારે ત્યાં પણ આ જ તકલીફ છે. ગુરુ વિદ્યમાન હોવા છતાં પોતે ગુરુ થવાને ઇરછે તે સાધુપણું ન પાળી શકે. સ0 પદવી લેવા માટે શિષ્ય જોઇએ ને ?
પદવી એ લેવાની ચીજ જ નથી. ગુરુભગવંત આપે તો જ લેવાની છે. શિષ્ય પણ ગુરુને કરવો હશે તો કરશે અને પદવી પણ ગુરુને આપવી હશે તો આપશે. જે આપણી પાસે દીક્ષા લેવાનો આગ્રહ રાખે તે મરીચિને મળેલા કપિલજેવો છે - એમ સમજવું. એવાને દીક્ષા આપવાથી આપણી દશા મરીચિજેવી થશે. ગુરુને આપણું મોટું જોઇને શિષ્ય કરી આપવો પડે – એવું નથી કરવું, આપણી યોગ્યતા જોઇને તેમને શિષ્ય કરી આપવો પડે - એવું જીવન જીવવું છે. આપણે યોગ્યતા કેળવી લેવી છે. પદવી તો પુણ્યથી મળે છે. આપણે સાધુ થયા તે આચાર્ય થવા માટે થયાં છીએ કે સિદ્ધ થવા માટે થયા છીએ ? આચાર્યભગવંતો તો પદવી આપતી વખતે યોગ્યતા, પર્યાય, પુણ્ય, જ્ઞાનું બધું જ જોઇને આપે. પદવી આપવી એ આચાર્યભગવંતનો વિષય છે, આપણો નથી. આપણે તો કર્મની નિર્જરા કરવા આવ્યા છીએ, કરીને જતા રહેવું છે. પુણ્યના યોગે મળે તેની ચિંતા નથી કરવી, કર્મક્ષયથી જે મળે એવું છે તેના માટે પુરુષાર્થ કરવો છે. પદવી પુણ્ય વિના ન મળે, જ્યારે સિદ્ધપદ પુરુષાર્થ વિના ન મળે. પદવી મળવી એ આપણા હાથની વાત નથી, સિદ્ધ થવું - એ આપણા હાથની વાત છે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે – આ દુનિયામાં બે જ વસ્તુ માંગી મળે એવી છે : સાધુપણું અને મોક્ષ.
તેથી નક્કી છે કે ગુરુને ગુસ્સે ન કરવા અને કદાચ આપણા સંસ્કારના કારણે આપણી ભૂલ થાય અને ગુરુ ગુસ્સે થાય તો તેવા વખતે આપણે જાતે ગુસ્સે ન થવું અને ગુરુને જેમતેમ ન બોલવું. ગુરુ ગુસ્સે થાય તો આપણને ગુસ્સો આવે ને ? એવું કોઇ સંયોગોમાં બનવું ન ૨૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
જોઇએ. તેથી પોતાની જાતને પણ ગુસ્સે ન કરવી – એમ જણાવ્યું. આગળ જણાવે છે કે બુદ્ધ એટલે આચાર્યભગવંતનો ઉપઘાત ન કરે. અહીં શિષ્ય શંકા કરે છે કે – આટલી હદ સુધી શિષ્ય પહોંચે ? તેથી તેના નિરાકરણમાં એક દૃષ્ટાંત જણાવે છે.
એક નગરમાં ઘણા શિષ્યના ગુરુ કે જેમનાં પાપ ક્ષીણપ્રાય: થયાં છે, તેવા આચાર્ય રહેલા હતા. અહીં આચાર્યને પુણ્યના નિધાન તરીકે ન વખાણતાં, પાપરહિત તરીકે વર્ણવ્યા છે : આના ઉપરથી પણ સમજાય એવું છે કે – શાસ્ત્રકારો આચાર્યભગવંતની કેવી વિશેષતા ગણાવે છે ? આ આચાર્યભગવંત ગુણરૂપ ગણને ધરનારા ગણી હતા. જેની પાસે શિષ્યસંપત્તિ હોય તેને ગણી નથી કહ્યા. જે ગુણના ગણને ધરનારા છે તેને ગણી કહેવાય : આવી વ્યાખ્યા ધર્મબિંદુ, પંચવસ્તુ વગેરે ગ્રંથમાં જણાવી છે. આ આચાર્યનું જંઘાબળ ક્ષીણ થવાથી તેઓ એક જ નગરમાં સ્થિરવાસ રહ્યા હતા. તેમની સેવા કરવાથી અને એક જ સ્થાને રહેવાથી કંટાળી ગયેલા શિષ્યોએ આચાર્યભગવંતને અણસણ કરવાની ફરજ પડે એવું ત્રાગડું રચ્યું. તે નગરના શ્રાવક આચાર્યભગવંતના કારણે પોતે સનાથ છે એવું માનતા હતા. આથી જ આચાર્યભગવંતને ભક્તિબહુમાનપૂર્વક પૌષ્ટિક આહાર આદિ વહોરાવતા હતા. આ શિષ્યોએ અંતપ્રાંત ભિક્ષા લાવવાનું શરૂ કર્યું અને આચાર્યભગવંતને એમ કહ્યું કે આપણા સ્થિરવાસના કારણે ઊભગી ગયેલા શ્રાવકો હવે આવો જ આહાર વહોરાવે છે અને આ બાજુ શ્રાવકોને કહ્યું કે “અમારા ગુરુ હવે અપવાદવાળું જીવન જીવવા રાજી નથી તેથી તેમણે અણસણ કરવાનું નક્કી કર્યું છે.' આ રીતે બન્ને બાજુ સુરક્ષિત કરી દીધી. પરંતુ શ્રાવકોને તો આવું સાંભળી ઘણો આઘાત લાગ્યો. તેઓ આચાર્યભગવંત પાસે આવ્યા અને તેમને વિનંતિ કરતા કહ્યું કે તીર્થંકરરૂપી સૂર્ય આ જગતમાં અસ્ત થયે છતે ઘરમાં દીપકની જેમ પ્રકાશને કરનારા આપ છો. આપના કારણે જ અમે સનાથ છીએ. આપના શરીરની આપને જરૂર નથી પણ અમારે જરૂર છે. માટે અનશન ન કરશો.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૦૩