________________
માનનારો હોય, મોહનું નહિ. એ જ રીતે જેને સાધુ થવું છે તે પણ મોહનું ન માને, ભગવાનનું માને.
ભગવાનનો સાધુ આહાર માટે ભિક્ષાચના કાળે એટલે ત્રીજા પ્રહરે જ જાય. અહીં માત્ર આહારની વાત કરી છે. કારણ કે વડી કે લઘુનીતિ શરીરને આધીન હોવાથી તેનું નિયમન અહીં જણાવ્યું નથી. બાકી નીહારનો કાળ પણ ત્રીજા પ્રહરનો છે. સાધુભગવંતો અકાળે કોઇ કાર્ય ન કરે, પણ કાળે કર્યા વિના તો ન જ રહે સ0 સાધુસાધ્વીથી નવકારશી ન કરાય ?
સાધુસાધ્વીને નવકારશીની રજા નથી, અસહિષ્ણુને નવકારશીની રજા છે. સાધુસાધ્વી, સાધુસાધ્વી છે માટે નવકારશી નથી કરતો, અસહિષ્ણુ છે માટે નવકારશી કરે છે. દવા સાજો લે કે માંદો લે ? સાધુસાધ્વીને અકાળે ભૂખ લાગે જ નહિ. લાગે તો સહન કરે. સહન ન થાય ત્યારે નવકારશી કરે. સાધુસાધ્વી સહિષ્ણુ બનવા માટે જ પ્રયત્નશીલ હોય. એથી જ ત્રીજા પ્રહરે ભિક્ષા માટે નીકળે. નિર્દોષ આહાર લેવા માટે પણ અકાળે ન જવાય. દોષિત આહારમાં પાપ ઘણું છે, પરંતુ ભગવાનની આજ્ઞા ન માનવામાં મહાપાપ છે. નિર્દોષ આહાર પણ ભગવાનની આજ્ઞા મુજબ જ કરવાનો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કાળ ત્રીજી હોવા છતાં પણ અહીં કાળની વાત કરી છે તેનું કારણ એ છે કે આ ચારમાંથી અનાદરની શરૂઆત કાળના અનાદરથી થાય છે. અકાળે કરવાથી પણ થોડોઘણો લાભ તો થાય છે ને ? આવી બધી દલીલ ના કરશો... આપણી ઇચ્છા મુજબ ક્રિયા કરવાથી કદાચ અકામનિર્જરા થશે, થોડોઘણો આશ્રવ રોકાશે તો દેવલોકાદિનાં સુખો મળશે, પણ તેનાથી નિસ્તાર ન થાય. જેનાથી સમ્યગ્દર્શન ન મળે, અવિરતિ ન ટળે, ચારિત્ર ન મળે, મોક્ષ ન મળે - એ ક્રિયામાં લાભ છે – એવું ક્યાંથી કહેવાય ? તેથી થોડું શાંતિથી વિચારો. સાધુભગવંતને અત્યંત જરૂરી એવી આહારની પ્રવૃત્તિ પણ અકાળે ન થતી હોય તો, તમારે થોડીઘણી પણ જે ધર્મક્રિયા કરવાનો અવસર આવે તો અકાળે નથી જ કરવી. પર્વના દિવસો આરાધના માટે છે. આરાધના ૧૩૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ભગવાનની આજ્ઞામાં છે, આપણી ઇચ્છા મુજબની ક્રિયામાં નહિ. સાધુ ભિક્ષાના કાળે જાય અને ગમે ત્યારે આવે તો ન ચાલે. નિર્દોષ લેવા માટે ફરફર કરે અને ત્રીજો પ્રહર વીતી જાય એ ન ચાલે. વહોરીને આવ્યા પછી વાપરવાનો, વાપરીને ચંડિલભૂમિએ જવાનો સમય રહે અને એ ક્રિયા ત્રીજા પ્રહરમાં જ પૂરી થાય એ રીતે પાછા ફરવાનું. સ0 નિદૉષ આહાર ન મળે તો ?
તો પાછા ફરવાનું ને ઉપવાસ કરવાનો. તમે પણ શું કરો ? ધંધો ન થાય તો રાત્રે નવ વાગે દુકાન બંધ કરીને પાછા આવો ને ? સ0 અમે તો ઉધાર પણ લઇ આવીએ.
અહીં પણ ગુરુકુળવાસમાં રહ્યા હોય તેને ભૂખ્યા રહેવાનો વખત ન આવે, બીજા સાધુ ગોચરી લાવી આપે. એકલા રહે એને ભૂખ્યા રહેવાનો વખત આવે. ગુરુકુળવાસમાં બધી જ અનુકૂળતા છે, પણ અનુકુળતા ભોગવવા માટે ગુરુકુળવાસમાં નથી રહેવાનું. આજ્ઞા માનવા માટે રહેવાનું છે – એટલું યાદ રાખવું.
परिवाडिए न चिट्ठिज्जा भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता मियं कालेण भक्खए ॥१-३२॥
શ્રાવકો આગળ આ સાધુના આચારનું વર્ણન સાધુસાધ્વીની ટીકા માટે નથી કરવામાં આવતું. શ્રાવકને સાધુ થવાનું મન હોવાથી સાધુ થઇને કેવી રીતે જીવવાનું છે – એ વિચારમાં જ રમ્યા કરે તે માટે આ બધું વર્ણન છે. ‘આપણું કામ નહિ' એવો વિચાર કરનારા અવિરતિના વિચારમાં જ રમવાના. એના બદલે ‘હું કેમ કરી ન શકું' એવા પરિણામને કેળવી લઇએ તો સાધુપણાના વિચારમાં રહી શકીએ. સાધુભગવંતોને સતત સ્વાધ્યાય આદિમાં રહેવાનું વિધાન કર્યું છે – એ પણ એટલા માટે જ કર્યું છે કે જેથી તેમનું ચિત્ત વિરતિના પરિણામમાં રહે અને અવિરતિમાં પાછું જતું ન રહે. એ જ રીતે તમને પણ વિરતિના પરિણામ જાગે, વિરતિ પ્રત્યે પ્રેમ જાગે તેના માટે અહીં આપણે વિરતિની કથા કરવાનું શરૂ કર્યું છે. આ કથાથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૯