________________
થાય એટલે ઊઠીને ફરી આવે, પગ છૂટો કરી આવે - એવો સાધુ ન હોય. ગોચરીપાણી માટે કે વૈયાવચ્ચ માટે ઊઠવું પડે - એ જુદી વાત. બાકી વચ્ચે થોડો આરામ લેવા માટે આસન છોડીને ન જાય. અત્યંત અગત્યનું કામ આવે પછી જ આસનેથી ઊઠે. તમારી ભાષામાં કહીએ તો દસ કામ ભેગાં થાય ત્યારે એક વાર ઊભા થવું. આ આળસુની વાત નથી. આસનસ્થિરતાની અને એકાગ્રતાની વાત છે. આ તો આળસના કારણે ઊઠે નહિ અને “અપ્પઢાઇ'ને આગળ કરે - આવી માયા નહિ કરવાની. એ જ રીતે ફરવાના બહાને બહાર જાય અને ચૈત્યપરિપાટીને આગળ કરે એ પણ ન ચાલે. ચૈત્યપરિપાટી કરવી હોય તો મધ્યાન્હેં જવાનું. સવારના પહોરમાં સુત્રપોરિસિ કે અર્થપોરિસિનો વ્યાઘાત કરીને કામળીના કાળમાં જવાનું વિધાન નથી. આજે તો અમારા સાધુ મહાત્મા પાટ ઉપર બેસીને કહેવા લાગ્યા કે “આપણો જૈન ધર્મ એકદમ પ્રેક્ટિકલ છે. પંદર દિવસે ઉપવાસ કરીએ તો પેટનો મળ સાફ થઇ જાય. છ મહિને નવ આયંબિલ કરીએ તો ઋતુચક્ર ફરતું હોવાથી શરીરનું આરોગ્ય જળવાઈ રહે.' ભગવાને તપ, આહારની – શરીરની મમતા ઉતારવા માટે અને કર્મનિર્જરા માટે કરવાનો કહ્યો છે. જ્યારે આ પેટ સાફ કરવો અને શરીરનું આરોગ્ય સુધારવા માટે ધર્મ કરવાની વાત કરે ! ક્યાંથી મેળ ખાય ? તમે ધર્મ અનુષ્ઠાનમાં સમજી બેઠા છો, ઇચ્છામાં ધર્મ સમજી બેઠા છો. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ અનુષ્ઠાનમાં નથી, ઇચ્છામાં નથી, શરીરના આરોગ્યમાં નથી, ભગવાનની આજ્ઞામાં છે : આ વસ્તુ ક્યારે સમજાશે ? તપ તપની રીતે કરવાનો અને દર્શન પણ દર્શનની રીતે કરવાનાં દર્શનમાં ભગવાનનું દર્શન નથી કરવાનું, ભગવાનની આજ્ઞાનું દર્શન કરવાનું છે. દર્શનમાં સમ્યગ્દર્શન સમાયેલું છે. દર્શન કે તપ ચારિત્રમોહનીયની નિર્જરા માટે છે. એક વાર ચારિત્રમોહનીય જાય તો અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીયાદિ ત્રણે પ્રકૃતિ જતી રહે છે. સાધુપણામાં પંદર કલાક સ્વાધ્યાય કરવાનો છે તે પણ જ્ઞાનાવરણીયના ક્ષય માટે નથી, અવિરતિને તોડવા માટે છે. અવિરતિનો અંશ પણ ઉપાદેય લાગી ન જાય અને અવિરતિનો સર્વથા ૧૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
નાશ થાય, ચારિત્રમોહનીયનો સર્વથા નાશ થાય તે માટે આ સ્વાધ્યાય બતાવ્યો છે. એકસો અઠ્ઠાવન પ્રકૃતિમાં આ લોભમોહનીય સૌથી ભયંકર છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ને અંતરાયની મળીને ચૌદ પ્રકૃતિ બારમે ગુણઠાણે એકી સાથે જાય છે અને આ લોભમોહનીયના તો ટુકડે ટુકડા કરી નાંખ્યા પછી પણ તેને ખપાવવા માટે એક સ્વતંત્ર ગુણઠાણું રાખ્યું છે. આના ઉપરથી પણ ચારિત્રમોહનીયની બલવત્તા જણાઇ આવે છે ને ? ચારિત્રમોહનીયના ક્ષય માટે આ સ્વાધ્યાય અને આસનની સ્થિરતા જણાવી છે. સાધુ નિમ્પ્રયોજન ઊઠે નહિ. નિષ્કલારંભ એ તો ભવાભિનંદીનું લક્ષણ છે, એ લક્ષણ સાધુમાં ન દેખાય. આજે તો બિનજરૂરી પ્રવૃત્તિ વધતી ચાલી છે. શાસ્ત્રકારો કહે છે કે સ્વાધ્યાય કરીને, જ્ઞાન મેળવીને રાગ મારવાનો છે. એના બદલે આજે અમે તો અમારા ભણતરનો ઉપયોગ ભગતના રાગને પુષ્ટ કરવા માટે કરવા માંડ્યા. ભણાવવાના કારણે જાણે ક્ષેત્ર પર, ભગત પર, મુમુક્ષુ ઉપર પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો પરવાનો મળી ગયો. આ બધું બરાબર નથી – એટલું યાદ રાખો. જ્ઞાનથી રાગ ન મરે, તોપણ પુષ્ટ તો ન જ કરવો જોઇએ.
પૂર્વની ગાથામાં જોયું કે સાધુ નિષ્કારણ ન ઊઠે, એની સાથે એટલું યાદ રાખવું કે પ્રયોજન ઉપસ્થિત થાય તો તે તે કાળે ઊભો થયા વિના ન રહે. આથી જ ભિક્ષા વગેરે માટે કાળે જ જવાનું જણાવ્યું. જે કાળે જે અનુષ્ઠાન કરવાનું જણાવ્યું છે તે કાળે તે કાર્ય કરવા માટે ગુરુ પાસેથી ઊભા થવું - આ પણ એક વિનય છે. શાસ્ત્રકારોએ કાળ ઉપર જેટલો ભાર આપ્યો છે એટલી જ આપણે એની ઉપેક્ષા કરીએ છીએ ને ? ઇચ્છા મુજબ અનુષ્ઠાન કરવા તૈયાર થવું તે ધર્મ કરવાનું લક્ષણ નથી. આજ્ઞા પાળવા માટે તૈયાર થયું છે. ઇચ્છા મુજબનો ધર્મ ગમે છે માટે જ કાળ સચવાતો નથી. આ તો સવારના પહોરમાં પૂજાનાં કપડાં પહેરીને આવે. પૂજા કરી લે, વંદન-પચ્ચખાણ કરી લે, જિનવાણી શ્રવણ કરીને ઘરભેગો થાય. આમાં અનુષ્ઠાન તો થઇ જાય પણ આજ્ઞા પાળવાની બાકી રહી જાય છે : આની તરફ નજર જ નથી જતી ને ? ભગવાનનો સાધુ ગુરુનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૭