________________
ત્રિશલામાતાને પણ શ્રીમહાવીર ભગવાનનું કામ પડ્યું તો એમની પાસે ગયાં. ત્યારે ભગવાને કહ્યું કે “આપને કામ હતું તો મને કેમ ન બોલાવ્યો, આપ શા માટે અહીં આવ્યાં ?' વિનય નીતરતો દેખાય છે ને ? આચાર્યભગવંતને પૂછતી વખતે ઉત્કટક આસને બેસવાનું. કારણે - અપવાદે આસન ઉપર બેસવું પડે એ જુદી વાત, પૂછતી વખતે પણ મસ્તકે અંજલિ કરીને પૂછવું. હાથ ખિસ્સામાં રાખીને ન પૂછવું.
एवं विणयजुत्तस्स सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुअं ॥१-२३॥
જે વિનીત હોય તેમને જ આચાર્યભગવંત જ્ઞાન આપે, જે અવિનીત હોય તેમને જ્ઞાન ન આપે. આચાર્યભગવંતની જવાબદારી છે કે – શિષ્ય પાસે વિનયનું આચરણ કરાવવાનું જ. રસ્તે ચાલતાં ચાલતાં પૂછે તો ગુરુભગવંત ના જ પાડી દે. એવા વખતે બોલવું નહિ કે - આટલું બધું શેનું અભિમાન છે કે – જવાબ નથી આપતા. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, એને સુધારવા માટે શું કરવું, કઇ રીતે કરવું અને ભૂલ વગરના આપણે કઇ રીતે થઇએ - એના માટેનો ગ્રંથકારનો પ્રયાસ છે. ગુરુભગવંત પાસે જવું હોય તો વિનય શીખીને જ જવાનું. એના માટે શ્રીઆર્યરક્ષિતસૂરિમહારાજાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જયાં સુધી એમને વંદન નહોતું આવડતું ત્યાં સુધી બહાર ઊભા રહ્યા. શ્રાવકે કરેલ વંદનને શીખી લીધું પછી અંદર ગયા. આજે તો અમારે ત્યાં આવે અને કહે કે – સાહેબ પ્લીઝ હં ! મને વંદન કરતાં આવડતું નથી. સ0 અમને તો એમ લાગે એણે ‘પ્લીઝ' કહીને મિચ્છામિ દુક્કડે માંગ્યો.
મિચ્છામિ દુક્કડ નથી માંગ્યો, અવિધિની રજા પહેલેથી માંગી લીધી. સાચું બોલો “સોરી’ તમે ક્યારે બોલો ? પગ લગાડ્યા પછી કે પહેલાં ? પહેલાં “સોરી બોલે અને પછી પગ લગાડે - આવાને તમે શું કહો ? અવિધિઆશાતના પણ ક્યારે બોલાય ? વિધિપૂર્વક કરતી વખતે
અવિધિ થઇ જાય તો. આ તો જાણી-જોઇને અવિધિ કરે એને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડું બોલવાનો અધિકાર નથી.
શિષ્ય પૂક્યા પછી શાસ્ત્રમાં જે રીતે કહ્યું હોય, પોતાના ગુરુ પાસે જે રીતે સાંભળ્યું હોય એ જ કહેવાનું. પોતાની મતિકલ્પનાથી ન કહેવું. શિષ્ય પૂછતો હોય તો કહેવું, ન પૂછતો હોય તો ન કહેવું. આ વસ્તુ તમે - અમે આત્મસાત્ કરી લઇએ તો બધે શાંતિ સ્થપાઈ જાય. ગૃહસ્થપણાનું કામ પણ ગુરુભગવંતને પૂછ્યા વગર ન કરવું. શ્રી અભયકુમારે રાજય માટે ભગવાનને પૂછ્યું હતું ને ? રોગ માટે પૂછવું હોય તો ડોક્ટરને જ પૂછવાનું ને? સંસાર રોગ છે ને ? આચાર્યભગવંત વૈદ્ય છે ને ? ગુરુભગવંતને પૂછતાં આવડવું જોઇએ. શ્રી અભયકુમારે શું પૂછ્યું ? આપના શાસનમાં છેલ્લા રાજર્ષિ કોણ ? તમે હો તો શું પૂછો ? “મારા બાપા રાજય આપે છે તો લેવું કે ન લેવું ?” ગુરુભગવંત પાસે પૂછવા જઇએ તો પાપથી છૂટી જઇએ અને સગાંવહાલાંને પૂછવા જઇએ તો પાપથી ખરડાઇ જઇએ.
मुसं परिहरे भिक्खू न य ओहारिणि वए। भासादोसं परिहरे मायं च वज्जए सया ॥१-२४॥
કાયાથી પ્રવૃત્તિ સામાન્યથી ઓછી હોય છે, તેની અપેક્ષાએ વચનથી પ્રવૃત્તિ વધારે થતી હોય છે. તેવા વખતે કેવી રીતે બોલવું - એ સમજાવવાનું કામ અહીં કર્યું છે. સાધુભગવંતો આચાર્યભગવંત સાથે જયારે પણ વાત કરે ત્યારે કઇ રીતે કરે તે જણાવવાનું હવે શરૂ કર્યું છે. મોટા ભાગે સાધુભગવંત બોલબોલ કરવાના સ્વભાવવાળા ન હોય, મૌન રહેવાના સ્વભાવવાળા હોય છે. જરૂર પડે ત્યારે જ બોલવાનું છે, એનો અર્થ એ નથી કે જરૂર પડે ત્યારે પણ ન બોલવું. વચનયોગનો પ્રયોગ ન કરવો તે મૌન નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે મુનિનો ભાવ તે મૌન છે, મુનિપણું એ મૌન છે. ભગત સાથે ન બોલવું, વ્યર્થ વાતો ન કરવી તે મૌન છે. ગુરુ પૂછે તોપણ જવાબ ન આપવો, કોઇ પૂછે ત્યારે નિરવદ્ય
૧૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૯