________________
એવો છે ને ? તમારે શાસ્ત્રબહારનું બધું ચાલે એવું છે ને ? આપણને ફાવે એવો ધર્મ કરવો છે ને ? શાસ્ત્ર મુજબ ક્યાં કરવો છે ? સ0 સિદ્ધગિરિનો પથ્થર લાવીને પૂજે એ બરાબર છે ?
એક બાજુ ચૌદે ક્ષેત્રમાં તીરથ ન એવો બોલે અને બીજી બાજુ અહીં પથ્થર લાવીને પૂજે. પથ્થર ઉપર બહુ પ્રેમ હોય તો સિદ્ધગિરિમાં જ ન રહી જાય. સિદ્ધગિરિના પથ્થરનું મહત્ત્વ ત્યાંના ક્ષેત્રના કારણે છે – એટલું યાદ રાખવું. જો પથ્થરનું જ મહત્ત્વ હોત તો અન્ય ક્ષેત્રમાં પણ લોકો દેવો પાસે સિદ્ધગિરિના પથ્થરો મંગાવીને તેની પૂજા કરત. આપણી તો એ વાત ચાલે છે કે – ગુરુભગવંતે બોલાવ્યા પછી શિષ્ય મોક્ષનો અર્થી હોવાથી મારી પર ગુરુભગવંતે કૃપા કરી એવું એને લાગે. ‘આપણે એમની પાસે બેસીએ એટલે ગુનો થયો કે જેથી મને જ વારંવાર બોલાવે છે' - એવું વિચારે એ મોક્ષાર્થી નથી. તમને પણ આચાર્યભગવંત બોલાવે ત્યારે આનંદ થાય કે ઘરના લોકો બોલાવે તો આનંદ થાય ? ઉપાશ્રયમાં ઘરના લોકોનો મોબાઇલ આવે તો ગમે કે ઘરે આચાર્યભગવંતે બોલાવ્યાના સમાચાર આવ્યા હોય તો ગમે ? આચાર્યભગવંતે એક વાર બોલાવ્યા હોય કે વારંવાર બોલાવ્યા હોય ત્યારે બેઠા હોય તો ઊભા થઇ જવું. ઊભા હોય તો એક-બે ડગલાં આગળ ખસવું. મોક્ષમાં જવાની તક મને આપી – એમ વિચારવું. ‘હજુ હમણાં તો ઊભો હતો ત્યારે કેમ મને ન કીધું. જરાક બેઠો કે તરત ઊભો કર્યો' - એવું વિચારે પણ નહિ અને બોલે પણ નહિ. આવા ગ્રંથોનું અધ્યયન કરીએ તો એવું લાગ્યા વગર ન રહે કે – આ મહાપુરુષોમાં એટલું બધું સામર્થ્ય છે કે – આપણી પાસે શ્રદ્ધાનો છાંટો ન હોય તો શ્રદ્ધાનું ઝરણું વહેતું કરી આપે.
आसणगओ न पुच्छिज्जा नेव सेज्जागओ सया । आगम्मुक्कुडुओ संतो, पुच्छिज्जा पंजलिउडो ॥१-२२॥
જેને સાધુપણાની સાચી ઇચ્છા હોય એને સાધુપણાનો આચાર કપરો લાગે જ નહિ. જેની જરૂરિયાત લાગે એ વસ્તુ અઘરી હોવા છતાં અઘરી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ન લાગે. દીક્ષા તમને મળી જાય : એવો જ પ્રયત્ન મહાપુરુષોએ કર્યો. આપણે એની ઉપેક્ષા કરી. દીક્ષા મળી જાય તો સારું પણ મેળવી લેવી છે - એવું નહિ ને ? આચાર્યભગવંતને કામ પડે ત્યારે શિષ્ય શું કરવું - એનો વિધિ બતાવ્યો. હવે શિષ્યને આચાર્યભગવંતનું કામ પડે ત્યારે શું કરવું એ બતાવે છે. શિષ્યને આચાર્યભગવંતનું કામ માત્ર સૂત્ર-અર્થ કે તંદુભયનું જ્ઞાન મેળવવા માટે જ પડે. આજે અમારે ત્યાં આના સિવાય, પોતે કરેલા કામ પર મહોર-છાપ મરાવવા માટે આવે. ડૉક્ટરને ત્યાં રોગી જાય તો શેના માટે જાય ? રોગનું જ્ઞાન મેળવવા, દવાનું જ્ઞાન મેળવવા માટે જ જાય ને ? સ0 દેરાસર વગેરેની સૂચના મેળવવા માટે શ્રાવકો આવે તો ?
તાજમહાલજેવાં દર્શનીયસ્થાનો અમારી સલાહ વગર જ થયાં છે ને ? તમારા કામમાં અમને જોડો નહિ. સૂત્ર અને અર્થ આચાર્યભગવંતને જ આધીન છે. તમે બોલો છો ને કે – ગુરુ વગર જ્ઞાન નહિ. બીજા પાસે જે મળે એ ગુરુ પાસે ન મળે અને ગુરુ પાસે જે મળે એ બીજા પાસે ન મળે. ગુરુ પાસે જ્ઞાન સિવાય બીજું કશું મેળવવું નથી. પૈસાટકા, માન-સન્માન ગુરુ પાસે ન મળે . એક કવિએ ગાયું છે કે -
THપ્રાપUTTઈ મહેતાં મરીયામ્ પ્રયાસ: ‘જે વસ્તુ પ્રાપ્ત થઇ નથી તે પ્રાપ્ત કરાવવા માટે મહાપુરુષોનો મોટો પ્રયત્ન હોય છે.” ગુરુભગવંત પાસે જ્ઞાન મેળવવું હોય ત્યારે એના માટે મિટીંગ કે સિટીંગની જરૂર જ નથી. મિટીંગનો અર્થ જ છે કે – ભગવાનની વાતને આધી-પાછી કરવી. સાચું બોલો – વકીલોને કેસ માટે તમે રાખો તો શેના માટે ? તમે નિર્દોષ છો - એવું પુરવાર કરવા માટે જ ને ? જે નિર્દોષ હોય એને પુરવાર કરવાની જરૂર ન પડે. નિદૉષ ન હોય એને નિર્દોષ પુરવાર કરવાની જરૂર પડે. શિષ્ય આચાર્યભગવંત પાસે જ્યારે જ્ઞાન લેવા માટે જાય ત્યારે આસને બેસીને ન પૂછે. જયાં આચાર્યભગવંત બેઠા હોય ત્યાં જાય. આચાર્યભગવંત ઊભા હોય ત્યારે કશું પૂછવું નહિ. સાધુભગવંતો ઊંચા સાદે બોલે નહિ. જેનું કામ પડે, એની પાસે જઇને વાત કરવી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૭
૧૪૬